________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) दानश्रुतध्यानतपोर्चनादि वृथामनोनिग्रहमन्तरेण । कषायचिन्ताकुलतोज्झितस्य परोहियोगोमनसोवशत्वम् ॥ ६ ॥
( રૂમ.) દાન, શ્રુતજ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વગેરે સર્વ ધર્માનુષ્ઠાનો મનેનિગ્રહવિના વૃથા છે. કષાય, ચિન્તા અને આકુલતાથી રહિત એવા મનનું વશપણું એજ પરમ યોગ છે. મનમાંથી ભય, શેક, ચિન્તા, રાગ, દ્વેષ, વાસના, નિન્દા પરિણતિ, ઈર્ષ્યા, ક્રોધ, અહંકાર, કપટ, અહિંસા, શુદ્રભાવ વગેરે દેને કાઢી નાખીને મનને નિર્મલ બનાવવું એજ માટે યોગ છે. મનની નિર્મલતા કરવી એજ પરમ યોગ જે સાધ્ય ન થાય તે, યોગની ક્રિયાઓ વડે શું? અર્થાત્ ધર્મના અનુષ્ઠાને પણ મનની નિર્મલતાએ ફલ આપવા સમર્થ થાય છે. મનોનિગ્રહ જે ન થાય તે દાન કરવું, ભણવું, ગણવું, તપશ્ચર્યા કરવી, પૂજા કરવી વગેરે નકામાં છે. ઉત્તમ ધમનુષ્ઠાને સાથે મનને વશ રાખતાં શિખવું જોઈએ, તેમજ મનના શુદ્ધ પ્રણિધાનથી ધર્માનુષ્ઠાનો આચરવાં જોઈએ. સર્વ ધર્મક્રિયાઓનું ફળ મનોનિગ્રહ છે. મનને વશ રાખવું એજ રાજયોગ છે અને તેજ સહજયોગ છે, મનને વશ કરવાથી મોક્ષ મળે છે, એમ શ્રીમદ્ મુનિસુંદરસૂરિ દર્શાવે છે.
जपो न मुक्त्यै न तपोद्विभेदं न संयमोनापि दमो न मौनम् । न साधनाचं पवनादिकस्य किन्त्वेकमन्तःकरणंसुदान्तम् ॥ ७ ॥
( ૦ ૫૬મ.) જાપ કરવાથી મોક્ષ મળતું નથી, તેમજ બે પ્રકારનાં તપ કરવાથી તથા સંયમ, દમ-મૌન ધારણ, અથવા પવનાદિકની સાધના પણ મેક્ષ આપવા સમર્થ થતી નથી; કિન્તુ સારી રીતે દમેલું એવું એકલું મન જ મોક્ષ આપવા શક્તિમાન્ થાય છે.
મનને શુદ્ધ કરવાથી મોક્ષ મળે છે. તપના કરનારાઓના તાબે મન જે ન થાય તે તપથી તેઓ મેક્ષ મેળવવા શક્તિમાન થતા નથી. જાપના જ૫નારા મનુના મનમાં જે ક્રોધ, માન, માયા, લેભ, તૃષ્ણ, ઈષ્ય વગેરે છે તો તે જાપથી કેવી રીતે મુક્તિ મળી શકે? અથત મુક્તિ મળી શકે નહી. મનમાં ઉત્પન્ન થનારી, અને રહેલી એવી સર્વ પ્રકારની વાસનાઓ જ સંસારના બંધનભૂત છે. મનમાં રહેલી સર્વ પ્રકારની વાસનાઓ ટળી જતાં મોક્ષ મળે છે. મનને વશ કરવાથી મુતાવસ્થા પોતાના હાથમાં આવે છે. મનમાં ઉત્પન્ન થએલી સર્વ વાસનાઓમાંથી મારાપણની ભાવના કાઢી નાખો અને તેઓને કહો
For Private And Personal Use Only