________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્તુગતે જોઈને આત્મભાવે રહેવાની સમવૃત્તિને ઔદાસી વૃત્તિ તરીકે અવબોધવી. ઔદાસીન્યવૃત્તિમાં આત્મતત્વનો પ્રકાશ થાય છે, એમ શ્રીમદ્દ હેમચંદ્ર પ્રભુ જણાવે છે.
यदिदं तदिति न वक्तुं साक्षाद् गुरुणाऽपि हन्त शक्येत । औदासीन्यपरस्य प्रकाशते तत् स्वयंतत्त्वम् ॥
| (ચોરાત્રિ.) જે પરમતત્વ છે તે આ છે, વા એ છે, વા આવું છે, વા તેવું છે, વા એવું છે, એમ-ખેદની વાત છે કે સાક્ષાત્ ગુરૂથી પણ કહી શકાતું નથી. દાસી ભાવમાં તત્પર રહેલા યોગીને એ પરમતત્વને આપોઆપ પ્રકાશ થાય છે. જે વાણુથી અગોચર છે તેને, ગુરૂ આમ છે અને આ આવું છે, એમ શબ્દોથી શી રીતે કહી બતાવે? અને તેને શી રીતે ઉપદેશમાત્રથી હૃદયમાં નિશ્ચય થાય? ઘા વાગેલા હોય તે જાણે, બીજા તેનું દુઃખ શી રીતે જાણી શકે. દાસી ભાવ અને અનુભવ એ બે ઠેઠ પાસે રહે છે. પોતાના આત્મામાં ઔદાસીન્યભાવ પ્રકટવાથી પિતાને આમતવને અનુભવ–પ્રકાશ થાય છે. અનુભવને વાણુથી કહેતાં, કહેવાતું નથી. કહ્યું છે કે,
वीररसनो तो अनुभव जाणे मर्दजनोकी छाती, पतिव्रता पतिमनकुं जाणे-कुलटा लातो खाती। भया अनुभव रंग मजीठा रे, उसकी बात न बचने थाती ॥ गर्भमांहि तो बोलताने-बहिर जनम तब मूंगे, मूंगे खाया गोळ उसकी, वात कबु न करुंगे. ॥ भया० ॥ अनुभव एवो अटपटो ते, बचने नहि कहेवातो, वाग्यां भालडीयां ते जाणे-अनुभव ज्ञानी पातो. ॥
(વાત) આત્મતત્વપ્રકાશને મેળવવાનો ઉપાય ઉપર પ્રમાણે જણાવીને શ્રીમદ્ હેમચંદ્ર પ્રભુ ઉન્મનીભાવવડે આત્મતત્ત્વને પ્રકાશ દર્શાવે છે.
સ્ટો. एकान्तेऽति पवित्रे रम्ये देशे सदा सुखासीनः । आचरणाग्रशिखाग्राच्छिथिलीभूताखिलावयवः ॥ २२ ॥ रूपं कान्तं पश्यन्नपि शृण्वन्नपि गिरं कलमनोज्ञाम् । जिघ्रनपिच सुगंधीन्यपि भुञ्जानो रसास्वादं ॥ २३ ॥ भावान् स्पृशन्नपि मृदून वारयन्नपि च चेतसो वृत्तिम् । परिकलितौदासीन्यः प्रणष्टविषयभ्रमो नित्यं ॥ २४ ॥
For Private And Personal Use Only