________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સ્થાનમાં અતીન્દ્રિય આનંદ અને જ્ઞાન પ્રાપ્તિ થાય છે. એ પ્રાપ્તિ થઈ એ એમ ને એમ રહે છે હવે, તેથી તેને ધ્રુવ કહે છે. આ સંસારમાં તો એક ભવમાંથી બીજો ભવ એમ કતાર લાગી જ છે કતાર! અહીં જન્મ ને મરે, જન્મ ને મરે, જન્મ ને મરે, આહાહા! કતાર લાગી છે અનંત ભવની.
પણ જેણે આત્માના અતીન્દ્રિય આનંદના સ્વરૂપનું ભાન કરીને, જેણે રાગ ને દ્વેષ ને અજ્ઞાનનો નાશ કર્યો, એની દશા હવે ધ્રુવ થઈ ગઈ ! હવે ફરે નહીં અને હવે ગતિ નહીં, ભવ નહીં ! અને તે સિદ્ધ થયા એને હવે ફરીને સંસારમાં આવવું છે નહીં, માટે એને ધ્રુવ કીધા, પર્યાયે ધ્રુવ હોં, વસ્તુ તો ધ્રુવ છે ત્રિકાળી પણ (પર્યાય એટલે?) પર્યાય એટલે અવસ્થા, પર્યાય એટલે હાલત, પર્યાય એટલે દશા, પર્યાય એટલે વર્તમાન સ્થિતિ. જેમ સોનું છે એ સોનું કાયમ છે એ અપેક્ષાએ સોનાને દ્રવ્ય કહીએ અને સોનામાં પીળાશ ને ચીકાશ છે એ કાયમ રહે માટે ગુણ કહીએ, પણ સોનામાં કુંડળ, કડા અને વીંટી દશાઓ થાય એને અવસ્થા કહીએ, દાકતર? આહાહા ! કુંડળ, કડા, વીંટી અવસ્થાઓ એમ ભગવાન આત્મા, વસ્તુ તરીકે જેમ સોનું છે એમ આત્મા અનાદિ છે. એમ સોનામાં પીળાશ-ચીકાશ આદિ છે એ પણ અનાદિ છે એમ આત્મામાં આનંદ અને જ્ઞાન આદિ સ્વભાવ એ અનાદિ છે પણ એની દશામાં જેમ સોનામાંથી વીંટી, કડાં આદિ થાય એમ એની અવસ્થામાં પુણ્ય ને પાપ ને રાગ ને દ્વેષ કરી અને અજ્ઞાનની દશાથી ચાર ગતિમાં રખડી રહ્યો અને પરિભ્રમણ કરી રહ્યો છે. આહા ! એ દશાને ટાળે અને ટાળીને એ દશામાં નિર્મળ જે આનંદ સ્વરૂપ છે તે દશા પ્રગટ કરે, તે દશાને અહીંયા ધ્રુવ કહે છે. એ ફરે નહીં પછી, આ ગતિ તો ફરે એકમાંથી બીજી, માણસ મરીને કીડો થાય, કીડો મરીને કાગડો થાય. આહાહા !
કેમકે વસ્તુ તો અનાદિ છે અને પરિભ્રમણના દુઃખ ને ( એનું) કારણ વિકાર તો સેવી રહ્યો છે. રાગને દ્વેષ, પુણ્ય ને પાપ કરી રહ્યો છે, એટલે પરિભ્રમણમાં તો પડ્યો જ છે એ, એક અવતારમાંથી બીજો અવતાર કતાર લાગી જ છે જન્મની. એ જન્મ મરણ જેના છૂટી ગયા. આહાહા! અને જેનું સ્વરૂપ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદથી ભરેલું હતું એ જેણે વર્તમાન દશામાં પ્રાપ્ત કર્યું તેને પરમાત્માને તે અહીં ધ્રુવ કહે છે. એ દશા હવે એને રહેવાની ફરવાની નહીં માટે ધ્રુવ કહે છે. ન્યાય સમજાય છે ને? વાત તો લોજીકથી છે પણ હવે જરી વિષય જ બીજો છે આખો, જગતના ધંધાથી વિષય જ બીજો છે. આહાહા!
ધ્રુવ, “અચલ' એ પૂરણ પદને પામ્યા એ ત્યાંથી હવે ફરે એવું નથી માટે અચળ છે. અનુપમ” પૂરણ પદને પામ્યા એને ઉપમા ન હોય. અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ સ્વભાવ જેનો હોય તે દુઃખરૂપ ન હોય, વિકૃત ન હોય, વિપરીત ન હોય, એનો અંતર સ્વભાવ ભગવાન આત્માનો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શાંતિ એનો સ્વભાવ છે. એ ઉણપેય નથી, વિપરીતેય નથી એ વસ્તુના મૂળ સ્વભાવને આવરણ પણ નથી. અરે! આવી વાતું છે!
- એ શક્તિ જ્યાં પ્રગટી, સોનાને જેમ સોળ વધુ પ્રગટ કર્યું અને કથીર અને ધાતુ નીકળી ગઈ, એમ ભગવાન આત્મામાંથી પુણ્ય ને પાપનો કથીર નામ મેલ નીકળી ગયો, અને પૂર્ણાનંદનો નાથ પ્રગટ થયો દશામાં એને અહીંયા અચલ ને અનુપમ ગતિ પામેલ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? “કાંઈ એટલે કઈ પદ્ધતિથી કહેવાય છે એનું નામ કાંઈ, સમજાય છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com