________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧
૫૯ એનો એને આદર કરશે. એવા શ્રોતાઓને શ્રોતા તરીકે ગણ્યા છે. આહાહા ! અને તે શ્રોતાઓ પણ, આહાહાહા ! જ્યારે અનંતા સિદ્ધોને સ્થાપીએ છીએ ને પ્રભુ અમે જેમ સિદ્ધપણાને પામશું એમ એ ટોળી પણ સિદ્ધપણાને પામશે જ. આહાહા! આહાહાહા !
નહીં પામે એ અહીં કહે ખ્યાલ અમારી પાસે છે જ નહિં. આહાહા ! કહે છે એ શ્લોકમાં આવ્યું છે ને? અમે દેહ અને આત્માને ભિન્ન બતાવ્યો તો કોણ નહીં માને? માનશે જ. આહાહા ! આવા અસ્તિત્વનું પૂરણ સર્વજ્ઞ પર્યાયનું અસ્તિત્વ જ્યાં અમે સિદ્ધ કરીને તને સ્થાપીએ છીએ શક્તિમાં તો એ પૂરણ છે અને તું એ શક્તિમાં પૂરણ છો, પણ પ્રગટ થયેલી પર્યાયને તારી -શક્તિમાં નથી, શક્તિમાં છે પણ પર્યાયમાં નથી, એથી પર્યાયમાં અમે સ્થાપીને; તને પર્યાયમાં લક્ષ સિદ્ધનું લઈને અમને સાંભળજે હવે. આહાહા ! તું સિદ્ધનું લક્ષ લઈને સાંભળજે આ. આહાહા ! જરૂર સિદ્ધ થઈશ. આહાહાહા ! (વર્તમાનકી પર્યાય અલ્પજ્ઞ હૈ) અલ્પજ્ઞ છે પણ એટલી તાકાત છે કે શ્રોતા તરીકે તું આવ્યો છો, અને અમને સાંભળવા માટે તું આવ્યો છો. તો તારી પર્યાયની અનંતા સિદ્ધોને રાખવાની તાકાત છે તારી પર્યાયમાં. આહાહા! હું સ્થાપું છું પરની પર્યાયમાં તો એનો અર્થ શું? તારી પર્યાયની એટલી તાકાત હું જોઉ છું. મારા જ્ઞાનમાં એમ આવ્યું છે કે તારી પર્યાયમાં એટલી તાકાત છે. અને તે પણ માનીશ એ પ્રમાણે. આહાહા ! ગજબ કામ કર્યું છે ને! આ “વંદિતુ સવ્ય સિદ્ધ ” આહાહાહાહા ! વિકલ્પ છે દ્રવ્યથી તો વાત કરી, પણ નિર્વિકલ્પ સહિતનો વિકલ્પ છે. આહાહા ! એમ તને સાંભળનારની પર્યાયમાં પણ અનંતા સિદ્ધોને અમે સ્થાપીએ છીએ તો પ્રભુ તું નહીં રાખી શકે એ પ્રશ્ન જ નથી. આહાહા ! અનંતા સિદ્ધોને પર્યાયમાં સ્થાપીએ છીએ, એટલે તારું લક્ષ અલ્પજ્ઞપણે નહિ રહી શકે. આહાહા ! અનંતા સર્વજ્ઞોને પર્યાયમાં સ્થાપ્યા તો તારું લક્ષ સર્વજ્ઞ ઉપર જશે. અને લક્ષ રાખીને હવે અમારું સાંભળજે. આહાહાહા ! પ્રવીણભાઈ ! આવી વાતો છે. આહાહા ! ભાગ્ય.
અમૃતચંદ્રાચાર્ય હજાર વર્ષ પહેલાં “વંદિતું સવ્યસિદ્ધ 'નો અર્થ કરે છે. ક્યાં હજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય થયા, એ પણ પોતે છદ્મસ્થ છે અમૃતચંદ્રાચાર્ય, બાપુ! છદ્મસ્થપણું ન જુઓ. આહાહા ! અમારો પ્રભુ સર્વજ્ઞ સ્વભાવી અને અમારી પર્યાયમાં અનંતા સર્વજ્ઞોને અમે સ્થાપીને રાખ્યા છે. એ હવે બહાર નહિ જઈ શકે. આહાહા! અમારો આત્મા સિદ્ધથી બહાર નહિ રહી શકે હવે, આહાહા ! કોણ જાણે શું ભર્યું છે આમાં!! એટલી ભરી છે અંદર શક્તિ અને એનો સંગ્ર હુ ઓહોહો! એવા પરના આત્મામાં સ્થાપીને. અહીં સુધી તો હજી આત્મા કહેનાર અને સાંભળનાર બેયના આત્મામાં સ્થાપીને અહીં સુધી વાત કરી.
હવે કહેવું છે શું? સમય નામનો પ્રાભૂત. કહેવું છે સમય નામનો પ્રાભૂત, પછી સમયનો અર્થ પદાર્થ પણ થાય છે ને મૂળ અર્થ આત્મા થાય છે. આત્મામાં પછી બધા પદાર્થ આવી જાય છે આત્માનું જ્ઞાન થતાં. સ્વનું જ્ઞાન થતાં એમાં પરનું જ્ઞાન એમાં આવી જાય છે. કેમકે એક સમયની પર્યાયમાં છ દ્રવ્યનું જાણવું, એવી પર્યાયની તાકાત છે. જીવની એક સમયની પર્યાયમાં છ દ્રવ્યને, છ દ્રવ્યમાં અનંતા સિદ્ધો, એક સમયની પર્યાયમાં અનંતા સિદ્ધો, અનંતા નિગોદો ને અનંતા પરમાણુઓ, અનંતા સ્કંધો એક સમયમાં પર્યાયમાં જાણવાની શક્તિ છે આહા ! તો એવી એક સમયની પર્યાયની આવી તાકાત છે. આહા ! તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com