________________
Version 001: remember to check h††p://www.AtmaDharma.com for updates
ગાથા
૧
સાધી, અનંતા સિદ્ધ થયા. શુદ્ધાત્મા એક જ એવું કહેનારનો નિષેધ કર્યો.
แ
પછી, “ શ્રુતકેવળી શબ્દનાં અર્થમાં, ” શ્રુતકેવળી હતો ને ? ‘ વોચ્છામિ સમયપા ુમિણમો શ્રુતકેવળી ભણીયં ’ પાઠમાં તો શ્રુતકેવળી ભણીયં ' એટલું છે. છતાં આમાંથી બે કાઢવું છે ( બે પ્રકાર કહેવા છે) અમારે એમ કહે છે. “ શ્રુત તો અનાદિનિધન પ્રવાહરૂપ આગમ શ્રુતકેવળી અને કેવળી ” શ્રુતના બે અર્થ જુદા કર્યા શ્રુતકેવળી એમ નહિ શ્રુત અને કેવળી. આહાહા ! શ્રુત તો અનાદિ અનંત અનિધન એટલે અનંત-પ્રવાહરૂપ એમ ને એમ અનાદિથી પ્રવાહરૂપ. આહાહા ! કે દિ ' આગમ નહોતું ? સંસારમાં જગતમાં કે દિ ’ આગમ નહોતું ? આહાહા ! કે દિ ’ સિદ્ધ નહોતા ? કે દિ ’ કેવળજ્ઞાની મનુષ્યપણે નહોતા ? હૈં ? આહાહાહા ! એમ આગમ કે દિ’ નહોતું અનંત કાળમાં ? આહાહા ! પ્રવાહરૂપે આગમ અનાદિથી છે. આહાહા ! શ્રુત અનાદિ અનંત, અનાદિ એટલે · અન ’, આદિ નહિ અને અનિધન એટલે અંત નહિ. જેની આદિ નથી, અંત નથી. એવા પ્રવાહરૂપ આગમ આહાહા ! ભૂતકાળમાં આગમ આમણે કહ્યું પહેલું એવું નથી અને ભવિષ્યમાં આગમ હવે થઈ રહ્યું એમ નથી. આહાહા ! અનાદિ અનંત પ્રવાહરૂપ શ્રુતજ્ઞાનશ્રુત ચાલ્યું જ જાય છે. આહાહા ! અનાદિ અનંત પ્રવાહરૂપ આગમ.
"
,
‘ કેવળી ’ શબ્દથી સર્વજ્ઞ અને ૫૨માગમના જાણનાર શ્રુતકેવળી કહ્યા. કેવળી શબ્દથી બે કાઢયા ( કહ્યા ) ઓલામાં શ્રુત એકલા શ્રુત ૫૨માગમ બસ; કેવળી શબ્દથી સર્વજ્ઞ ભગવાન, આહાહાહા ! કે દિ' નહોતા ? ત્રણ કાળમાં ત્રણ કાળને જાણનારની હૈયાતિ કે દિ' નહોતી ? આહાહા ! અગમ અગમની વાતું છે બધી. વસ્તુ જ એવી છે તારી કહે છે બાપા. આહાહા ! તારામાં અનંતા ગુણો છે તે કે દિ ' નહતા ? અને કે દિ' એનો અંત આવશે, એટલે ગુણ પૂરા થઈ જશે ભવિષ્યમાં ? આહાહા ! એની પર્યાય પૂરી થઈ જશે કે દિ ' ?
એકલા આત્મા- સ્વભાવની વાતું છે. આહાહા ! કેવળી શબ્દથી સર્વજ્ઞ અને ૫૨માગમના જાણનારા શ્રુતકેવળી બેયને લીધા. નિયમસારમાં તો બેય શબ્દ જુદા જ છે. કેવળી, શ્રુતકેવળી ભણીદું એવો પાઠ ચોખ્ખો છે. એ ભાવને અહીંયા લીધો છે. કહેવાનો આશય પણ આ જ છે. એમ કે શ્રુત પણ છે અને કેવળીમાં બેય છે, સર્વજ્ઞ અને શ્રુતકેવળી, શ્રુત ને દ્રવ્ય, અનાદિ અનંત આગમની વાણી એની પણ શરૂઆત નથી, એનો પણ અંત નથી. અને કેવળીની પણ શરૂઆત નથી અને કેવળીનો અંત નથી. એમ ૫૨માગમના જાણનારા ગણધરો, શ્રુતકેવળીઓ આહાહા! એની પણ આદિ નથી એનો અંત નથી. આહાહા !
-
૭૭
“તેમનાથી સમયપ્રાભૂતની ઉત્પત્તિ કહી.” સર્વજ્ઞ અને શ્રુતકેવળી, આગમ અનાદિઅનંત, કેવળી શ્રુતકેવળી અનાદિ અનંત એ અનાદિ-અનંત કેવળી અને શ્રુતકેવળીથી સમયપ્રામૃતની ઉત્પત્તિ થઈ. પહેલી ( આદિ થઈ ) એમ કંઈ નથી. આહાહા ! એ સમયપ્રાભૂતની ઉત્પત્તિ કહી છે, એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી. ગ્રંથની યથાર્થતા પ્રમાણતા. આ ગ્રંથ પ્રમાણ કેમ છે ? કે આ કા૨ણે પ્રમાણ છે. ઓલો કહે કે આ પ્રમાણ છે ? કે આ પ્રમાણ છે ? કે આ સાચું છે? અરે પ્રભુ એ વાત છે નહિ. આહાહા ! “ એ ગ્રંથ પ્રમાણતાને પામ્યો છે.” કેમકે શ્રુતદ્રવ્યશ્રુત એ પણ અનાદિ અનંત છે. કહેનારા ભાવશ્રુતી કેવળીઓ પણ અનાદિ અનંત છે અને સર્વજ્ઞ પણ અનાદિ અનંત છે અને એમણે કહેલું પણ અનાદિ અનંત છે. પહેલા સર્વશે આ
'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com