________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૪૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧
બીજું દ્રવ્ય એને હીણું કરી ધૈ, આહાહા ! તો દરેક તત્ત્વની પૂરણતા રહેતી નથી. આહાહા ! એક સમયની પર્યાય પણ વિકારી, ૫૨ને લઈને થાય તો તેનો ગુણ જે ત્રિકાળી પર્યાયનો પિંડ તે ગુણ સિદ્ધ થતો નથી, તો ગુણ ૨હેશે નહીં અને એવા અનંતા ગુણોનું એકરૂપ દ્રવ્ય, તે દ્રવ્ય પણ રહેશે નહીં. ( જો ) પરને લઈને થાય. આહાહા ! ગજબ વાત છે ને ! ટીકા મારાથી થાય અને કર્મનું બંધન મારાથી થાય અને કર્મનો ઉદય મને રાગ કરાવે, એક સમયે એક ક્ષેત્રાવગાડે હોવા છતાં, એમ બને તો અનંત અનંત વિશ્વ છે, વિશ્વ એટલે અનંત પદાર્થનો સમૂહ છે, એ રીતે અનંત નહિં રહે. આહાહાહા ! ન્યાય સમજાય છે ? આહાહા ! ત્રીજી ગાથામાં....
હંમેશા– ત્રણે કાળે વિરૂધ્ધ અવિરૂધ્ધ કાર્યના હેતુપણાથી વિશ્વને વિશ્વપણું અનંતપણું છે તેમ અનંતપણું ૨હેશે; એને ટકાવી રાખે છે એમ જેવું અનંતપણું છે, જેટલી સંખ્યાએ અનંતપણું છે, એ અનંતા નિગોદના જીવ વિભાવપણે ભલે પરિણમે, પણ એના વિભાવ પરિણમન આ એક, આહાહા ! એક રાઈ જેટલો કટકો લસણનો કે ડુંગળીનો એમાં તો અસંખ્ય શરી૨ અને એક શરીરમાં અનંતા જીવ, એક જીવ બીજા જીવને અડતો નથી. એ વખતે અનંતા કાર્યણ શરીર, અનંતા જીવની સાથે છે છતાં એ કાર્યણ શ૨ી૨ જીવને અડતું નથી-આહાહાહા ! એક ક્ષેત્રાવગાહ આવી ગયું ને ! આહાહા!
લસણ ડુંગળી, મૂળાનો કંદ ધોળો એની એક કટકીમાં અસંખ્ય શરીર, એક શ૨ી૨ બીજા શરીરને અડે નહિં. એક શરીરમાં અનંતા જીવ એક જીવ બીજાને અડે નહિં એ જ વખતે અનંતા જીવની સાથે, દરેકને કાર્પણ અને તૈજસ શ૨ી૨ અનંત રજકણનો પિંડ (છે ) આહાહા ! તે પણ આત્માનું વિરૂધ્ધ કાર્ય જે વિભાવ કાર્ય, એ પોતાથી થયેલું છે. એ કર્મને કા૨ણે વિરૂધ્ધ કાર્ય થયું નથી. આહાહા ! તેથી જેટલી અનંતની મર્યાદાએ સંખ્યા છે, તેટલી એમ ને એમ અનાદિ ટકી રહી છે. આહાહા!
સિદ્ધપણે ભલે થાય પણ એ તો પોતાની પર્યાયથી જ થઈ છે, એને ૫૨ને લઈને થઈ છે (સિદ્ધ પર્યાય ) આહાહા ! કર્મના અભાવને લઈને કેવળજ્ઞાન થયું છે, એમ નથી. આહાહાહા ! અને અનંતા સિદ્ધ થયા માટે અનંત દ્રવ્યની જેટલી સંખ્યા છે, એમાં ઓછપ આવી ગઈ, એમ નથી. આહાહા ! ગજબ છે ને આવી વાત ક્યાં છે!? આહા ! એક રાઈના કટકામાં અનંતા આત્માઓ એટલામાં, દરેક જીવનો શ્વાસ એક, છતાં તે જીવ બીજા( ના ) શ્વાસને અડતું નથી, અને એ જીવ અનંત જીવનો એક શ્વાસ છતાં એક જીવ બીજા જીવને અડતું નથી. આહાહાહા ! આ રીતે જેટલી સંખ્યામાં જેટલા દ્રવ્યો ( છે. ) વિશ્વ એટલે અનંતપણે છે, એ પણે ટકાવી રાખ્યું છે, ઉપકાર કર્યો એટલે વિશ્વમાં ઓછાવત્તાપણું થતું નથી. નહિંતર વિશ્વનો ઉપકાર કર્યો ન કહેવાય. ઉપકાર એટલે જેટલા અનંતા છે એટલામાં ફેરફાર થઈ જાય, તો ઉપકાર એટલે જેટલું છે તેટલું ન રહે. આહાહા ! એટલે અનંતનો ઉપકાર ન કર્યો-જેટલા છે એટલા પ્રમાણે રહ્યા નહિં–આહાહા ! ગજબ વાત કરે છે ને ! આવું જૈન ધર્મમાં, આવી વાત છે, એ સાંભળવા મળે નહિં, હૈં ? અને દયા પાળો ને વ્રત કરો ને સામાયિક, પોષા ને પડિકમણા ક૨ો થઈ રહ્યું જાવ. આહાહા ! અરે પ્રભુ ! પણ તને હજી અનંતની, સમય સમયની, વિશ્વ જેટલું છે એટલી સંખ્યાએ છે, તેટલી સંખ્યાએ પોતાથી તે ટકીને વિશ્વને એટલે અનંત છે તેને ટકાવી રાખ્યું એટલે એટલો
ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com