________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ બા બા કહેતો તો અરે એ મરીને ગઈ ક્યાં બાપુ, તેં જોયું છે? આહાહા ! પિતાજી! આમ બાપુજી બાપુજી કરતો ભાઈ તું, ભાઈ ક્યાં ગયા બાપુ. આહાહાહાહા! એવા તો અનંતા મા બાપ કર્યા. આહાહા!
એક(છોકરો) લીંબડો તોડતો 'તો તો કીધું કે ભાઈ તું રહેવા દે બાપુ, એ તારા પૂર્વના ઘણાં મા-બાપ આમાં બેઠા છે. આ લીંબડો-નીમ, બાબુલાલજી! આ નીંમ પત્તા હેં ને? એક એક પત્તામાં અસંખ્ય જીવ છે હોં એક પત્તામાં અસંખ્ય જીવ છે. એક કટકીમાં અસંખ્ય. આહાહા! ભાઈ તું આમાં આ તોડવું રહેવા દે કીધું. બાપુ, તને ખબર નથી. તારા અસંખ્ય ભવોનાં ઘણાં કોઈ મા-બાપ મરીને આમાં બેઠા પડ્યા હશે. તું જેને મા મા કરતો ને બા બા કરતો સાડલો ઝાલતો સાડલો ક્યા કહેતે હૈ? સાડી ઝાલીને આમ ઊભો રહેતો બા બા કરતો 'તો. આહાહા ! અરે! ભાઈ તેં વિચાર કર્યો નથી, આહાહાહા! એવા અનંત જીવો ક્યાંય રખડતા રખડતા ક્યાંય પરિભ્રમણ કરતાં હશે. બાપુ તું(ભાવ) સુધારવાનાં પંથ મળ્યા છે સુધારી લે એવા વખત ફરીને મળશે નહીં. આહાહા ! આ જ કરવાનું છે.
છ ઢાળામાં આવે છે ને? લાખ વાતની વાત એક નિશ્ચય ઉર આણો, છ ઢાળામાં આવે ને ભાઈ લાખ વાત લાખ નહિ પણ અનંત વાત અનંત વાતની વાત નિશ્ચય ઉર આણો, છોડી જગત લંદ ફંદ નિજ આતમ ઉર ધ્યાવો. આહાહાહાહા ! છ ઢાળામાં આવે છે. ગાગરમાં સાગર ભરી દીધી છે. છ ઢાળામાં બહોત, સંતોને એ વખતે તો પંડિતો પણ બહુ સારા, ટોડરમલ, બનારસીદાસ, ભાગચંદજી, આ દોલતરામ પંડિતો તે પંડિતો પણ, અત્યારે તો બધી ગરબડ થઈ ગઈ. આહાહા !
- ભાઈ, તારે દેખાવ કરવો છે કે દેખનારને દેખવો છે? આહાહા ! દુનિયામાં દેખાવ કરવો છે? કે અમને કોઈ ઓળખે ને અમને કોઈ મોટા માને અમે કાંઈક છીએ એમ ગણતરી દુનિયામાં થાય. ભાઈ ! તારે ત્યાં કરાવવું છે? આહાહા! કે દેખનારને દેખવો છે? દેખનારો ત્રણલોકનો નાથ બિરાજે છે પ્રભુ! એને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનને શ્રુતકેવળી કહેવામાં આવે છે. આહાહાહા ! બધું ભણ્યો તું. આહાહા !
તિર્યંચ સમકિતીને પણ જે જ્ઞાનથી આત્મા જણાય તે જ્ઞાનને શ્રુતકેવળી કે વ્યવહાર શ્રુતકેવળી કહીએ, બાપુ તે જે જાણવાનું હતું તે જાણું, તારા જ્ઞાનમાં એ ચીજ આવી ગઈ. આહાહા! ત્રણ લોકનો નાથ, પૂર્ણાનંદનો નાથ પ્રભુ એને તે જ્ઞાનમાં જાણ્યો, એ જ્ઞાનને ને આત્માને તદરૂપ સંબંધ છે, તેથી તેને જ્ઞાનને જ અમે વ્યવહાર શ્રુતકેવળી કહીએ છીએ. તે પણ સર્વશ્રુતરૂપી વ્યવહાર શ્રુતકેવળી કહીએ છીએ. આહાહા ! ગજબ વાત!! સમજાય છે કાંઈ?
થોડું પણ સત્ય હોવું જોઈએ. લાંબી મોટી વાતોમાં સત્ય..... આહાહા ! જેમાંથી જનમ મરણનો અંત ન આવે પ્રભુ, એ શું ચીજ છે? જેમાં જનમ મરણ અનંત અનંત કર્યા. આહાહા ! અને જેને મિથ્યાભાવ પડ્યો છે, એ મિથ્યાત્વમાં તો અનંતા જનમ મરણ કરવાનો ગર્ભ પડયો છે. આહાહા! અહીં તો જે કાંઈ આત્માને જાણનારું જ્ઞાન છે. આહાહા ! એ જ્ઞાનને એ જ્ઞાનને ભગવાનને(આત્માને) જાણવા લાયકવાળું જ્ઞાન એથી એને સર્વ કહ્યું અને શ્રુતકેવળી કહ્યું. આહાહા! ભાઈ તે બધું જાણું બાપુ, તને જે જાણવા યોગ્ય ચીજ તેનું તેં જ્ઞાન કર્યું તે જ્ઞાનને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com