________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૭
ગાથા - ૧૧ તમે ભૂતાર્થ કહો છો? કે હા. ઈ એનો વિષય ભૂતાર્થ છે માટે અમે શુદ્ધનયને ભૂતાર્થ કીધી. વિષય અને વિષયી એનો ભેદ પણ આંહીથી કાઢી નાખીએ છીએ. શુદ્ધનય છે ઈ વિષય કરનાર ધ્યેય પકડનાર શેયને જાણનાર એવો જે ભેદ છે એ આંહી કાઢી નાખ્યો છે કે નય એ તો ભૂતાર્થ પોતે જ નય, શુદ્ધનય છે. આહાહા ! આવી વાતું છે.
શુદ્ધનય ભૂતાર્થ છે. આહાહા ! એક બાજુ એમ કહેવું કે નિશ્ચયનય ને શુદ્ધનયથી જે હું આત્મા છું ભૂતાર્થ, એવો વિકલ્પ પણ છોડવા જેવો છે. (ગાથા) ૧૪૨ હું શુદ્ધ છું. પૂર્ણ છું. ભૂતાર્થ છું લ્યોને, એવો જે શુદ્ધનયનો વિકલ્પ ઊઠયો છે એ ખરેખર શુદ્ધનય નહીં. આહાહા !
એ વિકલ્પનો નિષેધ કરીને એકલો ચૈતન્ય ભગવાન દૃષ્ટિમાં આવે, એને અમે શુદ્ધનયા કહીએ છીએ. એ શુદ્ધનયનો વિષય છે તેને જ અમે શુદ્ધનય કહીએ છીએ. આહાહાહા ! આવી વાત છે. ખરેખર તો સમ્યગ્દષ્ટિનો વિષય જ ધ્રુવ છે. સમજાણું કાંઈ ? પણ આંહી તો કહે છે કે જે ત્રિકાળી છે તેને જ અમે સમ્યગ્દર્શન ને શુદ્ધનય કહીએ છીએ. આહાહા ! વસ્તુ જે છે આહાહા! એ જ શુદ્ધનય છે. ત્રિકાળ ચિદાનંદ પ્રભુ અભેદ, જેમાં રાગ તો નહીં પણ પર્યાયનો ભેદેય નહીં. અભેદ ચીજ-વસ્તુ એકરૂપ તેને અમે શુદ્ધનય કહીએ છીએ. પહેલું અભેદપણું સ્થાપ્યું. હવે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે.
જે જીવ, હવે પાછું કહે છે જુઓ “જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે ત્યાં ભેદ પાડ્યો. ઓલું તો ભૂતાર્થ પોતે ત્રિકાળી ચીજ તેને શુદ્ધનય કીધી'તી તેને નિશ્ચયનય જ કીધી 'તી. હવે કહે છે કે ભૂતાર્થ જે ત્રિકાળી પ્રભુ છે, સત્યાર્થ સત્ય વસ્તુ છે, ત્રિકાળી પરમ સત્ય નિત્યાનંદ પ્રભુ ધ્રુવ છે એનો જે આશ્રય કરે એનું જે અવલંબન લ્ય, છે? આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. તે ખરેખર સમ્યગ્દષ્ટિ છે. સમ્યક્ નામ સત્યદષ્ટિવંત છે. કેમ કે એણે પૂરણ સત્યને પ્રતીતમાં લીધું, પૂરણ સત્યનો આશ્રય કર્યો, પૂરણ સત્ય પ્રભુ એક સમયમાં અભેદ ચીજનો જેણે આશ્રય કર્યો. તે આશ્રય કરનારની દૃષ્ટિને અમે આંહી સમ્યગ્દષ્ટિ કહીએ છીએ. આહાહાહા! સમજાણું કાંઈ?
એ પ્રશ્ન ઊઠ્યો તો ત્યાં વડવામાં ખંભાત પાસે ભાઈ હતા ને ત્યાં સોમચંદભાઈ કે જુઓ! “ભૂદત્થમઅસ્સિદો” પર્યાય આવી કે નહીં આશ્રય કરવામાં? એમ પ્રશ્ન કર્યો તો. એ તેર (મી) સાલમાં જ્યારે પહેલા નીકળ્યા ને મુંબઈ જવા તેર-તેર, એકવીસ વર્ષ થયા. એ પ્રશ્ન ન્યાં, વડવામાં કર્યો 'તો. પણ કહ્યું ભાઈ આશ્રય કરે છે એ છે તો પર્યાય, પણ પર્યાયનો વિષય પર્યાય નથી. સમજાણું કાંઈ? એ પર્યાયનો વિષય આશ્રય ભૂતાર્થ ત્રિકાળી ચીજ છે. આહાહા ! શું કહ્યું છે? એમ કે જો આશ્રય તો આવ્યો, તો પર્યાય તો આવી ભેગી, પણ પર્યાય આવી એ તો પર્યાયે આશ્રય કર્યો ત્રિકાળી ચીજનો જેણે આશ્રય કર્યો છે તો એ પર્યાય પણ આશ્રય કર્યો ઈ પર્યાય તેને સમ્યગ્દર્શન કહેવું પણ ઈ પર્યાયનો વિષય (ધ્યેય) પર્યાય છે એમ નથી. છોટાભાઈ ! આવી વાતું છે. આહાહા !
ભગવાન આ દિગંબરદર્શન તો જુઓ. આહાહા ! જૈનદર્શન વાસ્તવિક સ્વરૂપનું પરમાર્થ રૂપ. આહાહાહા !
સત્ય સાહેબ, ભગવાન સત્ય સાહેબ પૂરણ અભેદ એકરૂપ વસ્તુ એનો જે આશ્રય કરે–એનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com