________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અણુવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુતિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું-એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે.* વ્યવહારનયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે; પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાતિ તો થઈ નથી, તેથી ઊલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે.માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધઆત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે એવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
પ્રવચન નં. ૪૫
ગાથા-૧૨
તા. ૨૮-૭-૭૮ હવે, એ વ્યવહારનય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, એટલે? અથ bષચિન્હવાવિવેfu yયોનનવાના થત: છે ને સંસ્કૃતમાં અહીં, કોઈને કદાચિત્ એમ કોઈ કોઈને કદાચિત્ એમ. કોઈ કોઈને અને કોઈ કાળે-જ્યાં સુધી વ્યવહાર એને હોય છે–નિશ્ચયસહિત વ્યવહાર હોય છે. આત્માના અવલંબનથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટયું છે, અને પૂરણ નથી એટલે રાગની મંદતાનો વ્યવહાર હોય છે, તેથી કોઈને કોઈ કોઈને એટલે આ જીવને અને કોઈ વખતે એટલે જ્યાં સુધી નિશ્ચયસહિત વ્યવહાર હોય છે ત્યાં સુધી. પ્રયોજનવાન એટલે જાણેલો પ્રયોજનવાન છે. આ અર્થમાં મોટા વાંધા ઉઠાવે છે! કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે. તેનો અર્થ સંસ્કૃત ટીકામાં જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. આદરણીય નહીં. આહાહા !
સ્વરૂપની દૃષ્ટિ થઈ છે જ્ઞાનચારિત્રાદિ થયાં અને એની સાથે રાગની મંદતાનો દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, ભક્તિ, વ્રતના વિકલ્પ હોય, એ કાળે જેટલો રાગ છે અને જેટલી શુદ્ધતા થોડી છે અને અશુદ્ધતા છે તેને તે કાળે તેટલો તે પ્રકારે જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહા !
જાણેલો પ્રયોજનવાન છે. આ મોટી તકરાર આમાં છે.
સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી; એટલે કે વ્યવહાર નથી જ. એમ નથી. જ્યાં સુધી વીતરાગ દશા ન થાય, ત્યાં સુધી જ્ઞાનીને, મુનિને, સમકિતીને પણ અંતરના આશ્રયે સમ્યગ્દર્શન જ્ઞાન થયા છતાં, રાગની મંદતાનો ભાવ એને હોય છે. સમજાણું? સર્વથા નિષેધ... નથી જ વ્યવહાર, એથી કરીને વ્યવહારથી નિશ્ચય થાય એમ વાત નથી. “નિષેધ કરવા જેવો નથી' એટલે વ્યવહારનો નિષેધ કર્યો એટલે કે વ્યવહારથી પણ લાભ થાય, એ અહીં વાત નથી. આહાહા
વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહાર કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com