________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વીતરાગી ગુણોનો પિંડ પ્રભુ! વિતરાગી બિંબ છે ઈ ! એ વસ્તુનું સ્વરૂપ આ છે. જૈનધર્મ કોઈ આ છે ને ફલાણું આ, એ જૈનધર્મ એટલે જ આ. આહાહા !
વસ્તુ જે વીતરાગી બિંબ છે પ્રભુ દ્રવ્ય, એને આશ્રયે નિસ્બત ને નિકાચીત કર્મનો નાશ તો એને કારણે થાય. પણ આ નિમિત્ત છે, એમ કહેવાય ત્યાં. આહાહાહા ! નિમિત્ત કાંઈ કરતું નથી નાશ કરવામાં. આહાહા! અરે આવો માર્ગ! સાંભળવા મળે નહિ. જૈન પરમેશ્વર ત્રિલોકનાથ અનંતઅનંત તીર્થકરોનો આ અવાજ છે. આ દિવ્ય ધ્વનિનો અવાજ આ છે. ભાઈ ! તારે હિત કરવું હોય, દુઃખી તો થઈ જ રહ્યો છે બાપુ! આહાહા ! પરના લક્ષવાળા પુણ્ય ને પાપના ભાવ વિકારી એ તો દુઃખી થઈ જ રહ્યો છે, પરના લક્ષવાળા. આહાહા! સ્વના લક્ષવાળા ભાવ તો વીતરાગી થાય અને પરના લક્ષવાળા તે બધાં રાગી ભાવ, રાગ ભાવ થાય. સમજાણું કાંઈ?
ચાહે તો ત્રણલોકનો નાથ તીર્થકર હોય તો એમ કહે છે કે મારે લઉં તો તને રાગ થાય પ્રભુ, કેમકે અમે પર છીએ અને તારે લક્ષે તું “સ્વ” છો, જિનસ્વરૂપ છો. તો તારે લક્ષે તને વીતરાગતા થશે. અને એ વીતરાગતાની પર્યાયમાં દ્રવ્યનો જે અકાર્યકારણ નામનો વીતરાગી ગુણ છે એનો પર્યાય આવ્યો, અનંતગુણ વ્યક્ત થયા ને?આહાહાહાહા ! એથી એની વીતરાગી સમ્યગ્દર્શન જ્ઞાનની જે પર્યાય તેને કોઈ કાર્ય રાગનું કાર્ય, રાગ કારણ ને નિર્મળ કાર્ય, છે નહીં, કેમકે એ પર્યાય પોતે જ બીજાના કારણ વિના થયેલી અને બીજાનું કાર્ય કરનારી એ પર્યાય નથી. આહાહાહા! એટલે શું? આહાહાહા !
એ જે જિનસ્વરૂપ ભગવાન આત્મા! આ “જિનવચંસિ રમંતે 'માં શું છે? આહા ! ભગવાને તો એ કહ્યું છે, કે જે કાંઈ પર્યાય ને દ્રવ્ય બેય છે પણ હવે જે દ્રવ્ય જે છે ત્રિકાળી તે ઉપાદેય છે શેમાં? કે પર્યાયમાં. એટલે બેય સિદ્ધ થઈ ગયું. આહાહા! જૈનધર્મ એ તો અનાદિ સનાતન સત્ય છે. આહાહાહા ! સમજાય છે કાંઈ ? અને બીજામાં પણ ક્યાંક જો છાંય આવી હોય તો આ ભગવાનની આવી છે. કોઈ કોઈ વાત ઉપનિષમાં ને બૌદ્ધમાં ને ફલાણામાં ને ઢીકણામાંને આ તો. આહાહા ! પરમ સત્ય સૂર્ય પ્રભુ! એવો જે ભગવાન આત્મા! એના ગુણો અનંત છે, પણ એક એનો ગુણનો ગુણ શું? એ ગુણ અકાર્યકારણ છે એનો ગુણનો ગુણ શું? કે પર્યાયમાં વીતરાગતા થવામાં એ ગુણનો ગુણ એ છે કે પર કારણની અપેક્ષા છે જ નહીં. આહાહાહા ! મોહનલાલજી! ન્યાં ક્યાંય સંભળાય એવું નથી ત્યાં કલકતામાં કાંઈ ન મળે. એ તો એણે કહ્યું 'તું પહેલે દિ'. આવો માર્ગ વીતરાગનો બાપા. આહાહાહા !
શ્રોતા – પર તો કારણ નથી પણ ઉપાદાન કારણ ત્રણ છે.
એક જ કારણ છે, આ ત્રિકાળી દ્રવ્ય ત્રિકાળી, વર્તમાન પર્યાયેય નહિ, અહીંયા તો, ત્રિકાળી ઉપાદાન એક જ ધ્રુવ, એને આદર કરતા જે ઉપાદાન પર્યાય થાય એને ભલે ઉપાદાન કહો નિમિત્તની અપેક્ષાએ, બાકી એ પર્યાય છે, એતો. આહાહા ! શું ભગવાનની શૈલી તો જુઓ. આહાહાહા ! જે ભગવાન આત્મા, અનંત ગુણનું એકરૂપ એમાં એક અકાર્યકારણનાં ગુણનું એકરૂપ, એથી એની પર્યાયમાં પણ, જીવનો અનુભવ કરવો, એ અનુભવ કરવામાં એને અનુભૂતિ માટે કોઈ વિકલ્પ ને કોઈ નિમિત્ત ને કોઈ રાગની અપેક્ષા છે જ નહિ. આહાહા ! આવું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com