________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪)
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દ્રવ્ય છે. કેમકે ધર્મ જે વીતરાગી પર્યાય છે, ધર્મ એ વીતરાગી પર્યાય છે, મોક્ષમાર્ગ એ વીતરાગી પર્યાય છે. એ વીતરાગ સ્વરૂપ જે ત્રિકાળ છે તેને આશ્રયે થાય છે. એટલે બેય સિદ્ધ થઈ ગયું. ત્રિકાળી જિનસ્વરૂપ પણ છે. અને એને આશ્રયે થયેલી પર્યાય, આહાહાહા ! એ પણ છે બેય વિદ્યમાન છે. તેથી વર્તમાન પર્યાયના વિષયને વ્યવહારનય કહ્યો, (અને) ત્રિકાળનો વિષય કરનાર એને નિશ્ચય કહ્યો, બેય છે વસ્તુ.
વેદાંત દ્રવ્યને માને એકલું, પણ તે દ્રવ્ય છે અને દુઃખથી મુક્ત થાય એમ જે કહ્યું, કે ભાઈ એકરૂપ છે એમ નિર્ણય કર. પણ એકરૂપ છે નહીં એવો નિર્ણય તો છે. તો એ પર્યાયમાં કૅત પણ તો આવી ગ્યું, અને એકપણું નિર્ણય કરવા જાય છે. અનેકપણે માન્યું'તું એ ટળ્યું અને એક છું એવું ઈ તો પર્યાયમાં આવ્યું. હું? ટળવું ને થવું એ તો પર્યાયમાં આવે, ટળવું ને થવું એ ધ્રુવમાં ન હોય, આહાહા ! એથી એ કહે છે. ભગવાન જિનવચન જે રીતે છે તે રીતે કહીને, શું કહ્યું? જિનવચન પહેલું છે ને? ત્યાં જિનવચન, કથંચિત્ કઈ અપેક્ષાથી, કહીને વિરોધ મટાડી દે છે. આહાહા ! બાપુ આ તો સમયસાર છે. આહા! હેં? આ તો હજી શરૂઆતની વાત છે. આહાહાહા ! અને આવું દ્રવ્ય ને પર્યાય ને શુદ્ધ ને પર્યાય અશુદ્ધ અને દ્રવ્ય શુદ્ધને પાછી પર્યાય પણ શુદ્ધ એવું ક્યાં છે? (જિનવચનમાં છે) સમજાણું કાંઈ ? આહાહા !
અને તે દ્રવ્ય જે શુદ્ધ છે, ત્રિકાળી ભગવાન છે, તેનું લક્ષ કરે છે. ત્યારે એને શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. એ પ્રગટ થઈ છે એ પર્યાય છે. પ્રગટ થવું ને ન થવું એ તો ધ્રુવ ત્રિકાળ છે. જયસુખભાઈ ! આવું ઝીણું છે બાપુ! આહાહા ! વકિલાતમાંય થોથા બધાં છે ન્યાં. આ તો વીતરાગની વકીલાત છે બાપા! એના નિયમો ને એના કાયદા ! આહાહા! જિનવચન કથંચિત્ વિવિક્ષા, ત્રિકાળની અપેક્ષાએ નિત્ય છે, વર્તમાનની અપેક્ષાએ અનિત્ય છે, એમ કહેવાથી વિરોધ મટાડી દે છે. સમજાણું કાંઈ?
આમાં તો ભાઈ મગજને કેળવવું જોઈએ. આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જૈન પરમેશ્વરનો જૈનધર્મ એ જૈનધર્મ એટલે શું? જે જિનસ્વરૂપ ત્રિકાળ છે ભગવાન એને આશ્રયે થયેલી દશા તે જૈનધર્મ અને પરના લક્ષે થયેલો તે અધર્મ. ચાહે તો દયા દાન ને વ્રત ભક્તિ હો, પણ છે તો એ અધર્મ કેમકે સ્વ ચૈતન્ય ભગવાન વીતરાગ મૂર્તિ પ્રભુ એને આશ્રયે તો એ દશા થઈ નથી. એ તો વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને બ્રહ્મચર્ય અમે શરીરથી બ્રહ્મચર્ય પાળીએ છીએ. અરે! શરીર એટલે જડ, આહા! એનાથી બ્રહ્મચર્ય પાળવું એટલે શું? એ તો વિકલ્પ છે, શુભરાગ છે. આહાહા! (શ્રોતા બ્રહ્મચર્ય કોને કહેવું.) બ્રહ્મ નામ આત્મા આનંદનો નાથ એમાં ચરવું નામ રમવું એનું નામ બ્રહ્મચર્ય (છે).
ઓલામાં આવ્યું તું કાલે નહીં? અનુભૂતિ તે જૈનધર્મ છે. અને અનુશાસન, એમાં એ આવ્યું'તું ભાઈ અનુશાસન એટલે કે એમાં રમવું. આહાહા ! આનંદસ્વરૂપને દૃષ્ટિમાં લીધો છે તેમાં રમવું, એ સંયમ છે. આહાહાહા ! એ સંયમ પણ પર્યાય છે. આહાહા! કેમકે પ્રગટી નવી દશા પ્રગટી છે, પ્રગટે તે ગુણ ન હોય દ્રવ્ય ન હોય, દ્રવ્ય ને ગુણ તો ત્રિકાળ રહેનારા છે. આહાહા ! બદલે નાશ થાય ને ઉપજે એ તો પર્યાયમાં હોય, આહાહા ! તેથી કેવળજ્ઞાન પણ ઉપજે છે એ પર્યાય છે. આહાહા ! એ જિનવચન. આહાહા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com