Book Title: Samaysara Siddhi 1
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 556
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૨ સમયસાર સિદ્ધિ ભાગ-૧ | (શ્રોતાઃ- બંને નયોને ન છોડવી જોઈએ એમ પણ કહ્યું છે ને?) નય છે ને? નથી ? છે માટે છોડવી નહીં જોઈએ. ગુણસ્થાન ભેદ નથી? સમકિત જ્ઞાનાદિ ભેદ છે કે નહિ? છે માટે એને છોડવી ન જોઈએ. નથી એમ નહિ. પણ છે માટે તે આશ્રય કરવા લાયક છે એમ નથી. આહાહા ! આવા જિનવચનમાં જે એટલે કે, જે દ્રવ્યાર્થિકને મુખ્ય કરીને કહ્યું, એવા જિનવચનમાં જે આવ્યું એવા નિત્યાનંદ પ્રભુમાં જે રમણ કરે. આહાહાહા ! સહજામ સ્વરૂપ સહુજ તરીકે પલટતી અવસ્થા પણ જ્યાં નથી. એવું સહજાન્મસ્વરૂપ ! શુદ્ધ જિનબિંબ પ્રભુ ! એ જ ઉપાદેય છે એમ જિનવચનમાં કહ્યું છે. આદરણીય ને સત્કાર કરવા જેવું હોય ગ્રહણ કરવા જેવું હોય, તો એ શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે. આહાહાહા ! સમજાણું કાંઇ? વાતો ઝીણી કાઢવી ને સમજાણું કાંઈ પાછું કહેવું, પણ માર્ગ તો આવો છે બાપા ભાઈ ! અત્યારે તો વિંખાઈ ગ્યું છે. આહાહા ! અત્યારે તો વ્રત, તપ, ભક્તિ, પૂજા ને અપવાસ ને પરિષહ સહન કરો એ બધું કલ્યાણ થાશે તમારું. આહાહા ! એ સહન કરે છે એ ક્યાં એ તો ક્રોધ રૂંધાયેલો છે નથી “બહેન” લખ્યું? આકરું કામ ભાઈ ! એ કોઈ વ્યક્તિનું કાંઈ નહિ આપણે તો સત્યની વસ્તુ શું? વ્યક્તિની જવાબદારી તો વ્યક્તિને છે. ઊંધા પરિણામનું ફળ તો, એને વેદવાનું છે ને? બીજાને શું છે? આહાહા...! કોઈ પ્રત્યે એમ વિરોધ નહીં, અનાદર નહીં. તિરસ્કાર નહીં એ પ્રભુ છે. ભગવાન ! અરેરે ! એને વિરોધતાના ભાવમાં, વિરોધ દુઃખના ફળ આવશે બાપુ! આહાહા ! એના પ્રત્યે અનાદર ન કરવો જોઈએ, કરુણા લાવવી જોઈએ. આહાહાહા ! અહિંયા તો પ્રભુ એમ કહે છે કે જિનવચનમાં, આવું જિનવચન કેવું? કે મુખ્યને નિશ્ચય કહે અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહે, એવા જિનવચનમાં એટલે એવી મુખ્ય વસ્તુ છે તેમાં રમે. ગૌણ કરીને વ્યવહાર કહ્યો ને વ્યવહાર છોડવા જેવો છે. આહાહાહા ! સમજાણું કાંઈ? કાંતિભાઈ ! આમાં ક્યાં નવરાશ મળે છે? આ વખતની. આહાહા ! અરેરે ! એને કરવા જેવું પ્રભુ, બીજા માને ન માને સમજે એની હારે કોઈ સંબંધ નથી. પોતે ભગવાન! પૂર્ણાનંદનો નાથ !જિનસ્વરૂપી !તેનો આશ્રય કરાવવા તેને મુખ્ય કરીને તે જ છે, એમ કહ્યું. તેને મુખ્ય કરીને તે જ છે એમ કહ્યું. એને પર્યાય છે તેને ગૌણ કરીને તે નથી તેમ કહ્યું. આહાહાહા ! સમજાણું કાંઈ ? એવા પુરુષો આ શુદ્ધાત્માને યથાર્થ પામે છે. આહાહા ! ખરેખર તો જે શુદ્ધ પર્યાય સમ્યગ્દર્શન છે, એ સ્વના લક્ષે થાય છે. છતાં તે દ્રવ્યથી થતી નથી, પર્યાયથી પર્યાય થાય છે. સમજાણું કાંઈ ? ઉત્પાદુ જે સમકિતનો થયો એ ઉત્પાને ધ્રુવનો પણ આશ્રય નથી, ઉત્પાદ્ન વ્યયનો આશ્રય નથી, એને ધ્રુવનો આશ્રય નથી, એ તો સ્વતંત્ર ઉત્પાદ થયો છે. આહાહા ! સમજાણું કાંઈ ? કેમકે શાસ્ત્રમાં તો એમ કહ્યું ૧૦૧ ગાથા, પ્રવચનસાર! ઉત્પાને ધ્રુવનો આશ્રય નથી, ઉત્પાને વ્યયનું આલંબન નથી, કે વ્યય છે માટે ઉત્પા થાય છે, ધ્રુવ છે માટે ઉત્પા થાય છે. આહાહાહાહા ! પર્યાય પણ સમ્યગ્દર્શન જ્ઞાન એ પર્યાય છે અને ઉત્પાદરૂપે છે, અને તે સત્ છે. એ સનો એટલો ફેર કે એ પર્યાયનું લક્ષ આમ જાય છે એટલું, પણ એને દ્રવ્યનો આશ્રય મળ્યો માટે પર્યાય થઈ એમ નથી. (શ્રોતા: બહુ કઠણ પડશે આ) હેં? વસ્તુ સ્થિતિ તો આવી છે. આહાહા! બીજું શું કરે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558