________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
૫૪૩
અનાદિ અભ્યાસ ન મળે. અને આ અભ્યાસ રાગ ને દ્વેષ ને, આહાહા ! પુણ્ય પાપનો, ૫૨નો તો અભ્યાસ છે જ નહિ, ૫૨નો તો કરી શકતો જ નથી. વિકારનો અભ્યાસ છે અનાદિથી શુભ ને અશુભભાવનો. અને તે પણ શુભ-અશુભ પર્યાય પણ તેને કાળે ઉત્પન્ન થવામાં જેને કર્મની અપેક્ષા નથી, ધ્રુવની અપેક્ષા નથી. આહાહાહા ! આકરું પડે છે અત્યારે તો મોટા-મોટા પંડિતો ગોથા ખાય છે. નહીં, વિકા૨ પર્યાય કર્મને લઈને થાય. નહીંતર સ્વભાવ થઈ જાશે, ભાઈ ! પર્યાયનો તે પ્રકારનો તે સમયનો ઉત્પત્તિનો કાળ છે તે સમયે થાય છે. આહાહાહા ! જેની વિકારી પર્યાય છે, મિથ્યાત્વની તેને દ્રવ્યનોય આશ્રય નથી, તેને પૂર્વ પર્યાયનોય આશ્રય નથી, તેમ નિમિત્તનો આશ્રય નથી. આહાહાહા ! એવું વસ્તુનું સ્વરૂપ જ એ રીતે છે, એ રીતે ન જાણે તો વિપરીત દૃષ્ટિ છે. સમજાણું કાંઈ ?
જે કોઈ જિનવચન એટલે આત્મામાં ૨મે છે, એટલે કે ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ભગવાન એના ત૨ફ જેનું લક્ષ જાય છે. બસ ! આટલો ફેર ! તે શુદ્ધાત્માને યથાર્થ પામે છે. આહાહા ! તે શુદ્ધ આત્માને જેમ છે તેમ પામે છે. વિશેષ કહેવાશે.
પ્રમાણવચન ગુરુદેવ.
અને નિશ્ચયથી તો– ૫૨માર્થ દૃષ્ટિએ તો ભગવાન ધ્રુવ છે એ પરિણામનો પણ કર્તા નથી. કેમકે એ સર્વજ્ઞની જે પર્યાય છે એ કર્તા, કરણ આદિના ષટ્કા૨કથી એ પરિણિત ઊભી થાય છે, દ્રવ્યને કા૨ણે નહિ, આ.. હા.. હા... ! આવું વીતરાગસ્વરૂપ એવું ઝીણું (છે), બાપુ !
‘ પંચાસ્તિકાય સંગ્રહ ’ ની બાસઠ ગાથામાં કહ્યું ને ? વિકા૨ના પરિણામ જે છે, મિથ્યાત્વના-વિપરીત શ્રદ્ધાના જે પરિણામ છે અને રાગ-દ્વેષના (પરિણામ છે), એ પરિણામનો કર્તા પણ પરિણામ (છે) પરિણામનો કર્તા દ્રવ્ય નહિ. આ.. હા.. હા...! એ મિથ્યાત્વ, રાગ-દ્વેષના પરિણામનો કર્તા પરિણામ, પરિણામનું કાર્ય પરિણામ, પરિણામનું સાધન પરિણામ, પરિણામ માટે પરિણામ કર્યું, પરિણામથી પરિણામ થયાં, પરિણામને આધારે પરિણામ થયા, દ્રવ્યના આધારે નહિ– દ્રવ્યથી નહિ, આ.. હા.. હા... ! ભાઈ...! ત્યારે આ સર્વજ્ઞસ્વભાવ પણ નિશ્ચયથી જુઓ (તો ) પ્રભુ...! આ.. હા.. હા...! વ્યવહા૨થી ગમે તેટલી વાતું આવી હોય (કે), પૂર્વે મોક્ષમાર્ગ હતો ને એને લઈને કેવળ થયું અને દ્રવ્યને આશ્રયથી થયું...! પૂર્વની પર્યાયથી થાય, એ કાઢી નાખીએ !( અર્થાત્ ) ઉત્પાદની અપેક્ષાએ કેવળજ્ઞાનનો ઉત્પાદ થયો એને પૂર્વના કોઈ વ્યયની અપેક્ષા નથી, તેને નિમિત્તની અપેક્ષા નથી, તેને ધ્રુવની અપેક્ષા નથી !! આ.. હા.. હા.. હા....! આ તે કાંઈ વીતરાગનું તત્ત્વજ્ઞાન...! ! બહુ ઝીણું ભાઈ ! (પ્રવચન સુધા ભાગ-૨ પાના નં. ૩૪૬/૪૭ પૂ.ગુરુદેવશ્રીના પ્રવચન )
આ.. હા.. હા...!
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com