________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
પ૩૯ નથી, વ્રત પાળો ને ભક્તિ કરો ને, આ કરો ને તે કરો ને, એ બધો અશુદ્ધ વિકારીભાવ, જે પર લક્ષે થાય છે, એ વ્યવહારનયનો વિષય છે. એને નિશ્ચયનયનો વિષય જ્યાં પ્રગટયો નથી તો એને વ્યવહારનયનો વિષય પણ એને નથી. એ તો એકાંત અજ્ઞાન છે. આહાહા ! શું કહ્યું છે ? કે પરાશ્રિત જેટલા વ્રત, નિયમ, ભક્તિ, પૂજા આદિનો ભાવ એ રાગ છે. અને એ બધાં પરલક્ષી એ દશા પર દિશા તરફનાં વલણવાળી દશા છે. ત્યારે આત્મા જે છે એ ત્રિકાળી શુદ્ધ છે, એના વલણવાળી જો દશા હોય તો તો (એ) શુદ્ધ હોય. ત્યારે એના વલણવાળી દશા નથી તો ત્યારે પરના લક્ષવાળી પરની દિશા તરફ દશા ઢળે છે, એવી અશુદ્ધતાની હૈયાતી છે. ધનાલાલજી! મોહનલાલજી! પકડાય એવું છે હળવે હળવે હોં, વેપારીને વેપારમાં આવા ગૂંચી ગ્યાને અને આ આખો માર્ગ કોઈ ! આહાહા !
જે રીતે વિદ્યમાન વસ્તુ છે, જોયું? ત્રિકાળ તરીકે નિત્ય વિદ્યમાન છે, પર્યાય તરીકે અનિત્ય વિદ્યમાન છે. ત્રિકાળ તરીકે શુદ્ધ વિદ્યમાન છે, પર્યાય તરીકે અશુદ્ધ વિદ્યમાન છે અશુદ્ધ છે. અશુદ્ધ ન હોય તો એને આનંદની દશાનું વદન હોવું જોઈએ, એ નથી. ત્યારે એને દુઃખનું વેદન છે અશુદ્ધતાનું એ પણ છે. આહાહા! (શ્રોતા : પૈસા કમાય છે. એમાં કાંઈ દુઃખનું વેદન નથી.) કમાવાનો ભાવ જ દુઃખ છે. આહાહા ! એ ગણવાનો ભાવ જ દુઃખ છે, કે આ પચ્ચીસ લાખ મળ્યા ને દસ લાખ મળ્યા ને ધૂળ મળી ને. એ તો પાપ જ છે. આહાહાહા ! પણ એ છે, પાપ જ છે ગણો તો એ. આહાહાહા ! પરલક્ષીનાં ભાવો જ કર્યા કરે છે ઘણાં તો, ૨૨ કલાક ૨૩ કલાક. આહાહા!
સત્સમાગમે એને સત્ શાસ્ત્રનાં વાંચન પરિચયમાં આવે બેચાર કલાક તો ત્યાં શુભભાવ થાય, ધર્મ પછી, પણ શુભેય છે અને અશુભેય છે. એમ વિદ્યમાન છે તેનો વિષય કરાવ્યો છે. જણાવ્યો છે. આહાહાહા ! એ રીતે જે રીતે વિદ્યમાન વસ્તુ છે. એ સર્વજ્ઞ સિવાય, વીતરાગ સિવાય, આ વસ્તુ ક્યાંય હોઈ શકે નહિ. સમજાણું કાંઈ? કેમકે વીતરાગે વીતરાગ પર્યાય પ્રગટ કરી. એ વીતરાગી દ્રવ્યને આશ્રયે, એ બે વસ્તુ તેને એનાં જ્ઞાનમાં આવી અને એવું આવ્યું એવું એને કથનમાં કહ્યું, આહા! વાણીમાં આવ્યું. એ વાણીમાં આવ્યું એવું વિમાન વસ્તુને જે છે એ રીતે, એ જે રીતે તેણે જણાવી. આહાહા....! સમજાય છે કાંઈ ' કહીને વિરોધ મટાડી દે છે, જોયું. જે રીતે વિદ્યમાન ત્રિકાળી તરીકે ત્રિકાળ વિદ્યમાન છે, પર્યાય તરીકે પર્યાય પણ વિદ્યમાન છે. છે ને? વ્યવહારનયનો વિષય છે કે વિષય નથી? તો નય શેની? આહાહાહા! પર્યાય પણ વ્યવહારનયનો વિષય છે, અને ત્રિકાળ તે નિશ્ચયનયનો વિષય છે. બે વિરોધ હોવા છતાં બેય રીતે છે. આહાહા એક માણસને ધર્મ કરવો છે. ત્યારે એનો અર્થ એ થયો કે એની પર્યાયમાં અધર્મ છે. દ્રવ્યમાં કયાં? ત્યારે એને પલટવું છે ને એ પલટવાની દશામાં અધર્મ છે ને? જો પલટવાની દશામાં અધર્મ ન હોય તો તો ધર્મ હોવો જોઈએ. તો એને ધર્મ કરવો એ તો રહેતું નથી. આહાહા!
મારે ધર્મ કરવો છે એ શબ્દમાં ધ્વનિ ત્રણ ઉઠી, એક તો વર્તમાન અધર્મ છે એને ટાળીને ધર્મ તેની દશામાં લાવવો છે બે અને ધર્મ લાવવો છે એનો આશ્રય વસ્તુ દ્રવ્ય છે. આહાહા ! ધર્મની પર્યાયનો આશ્રય પરદ્રવ્ય નથી. સમજાણું કાંઇ? આહાહાહા ! ધર્મની પર્યાયનો આશ્રય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com