________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
પ૩૭ સ્વરૂપનો આશ્રય લઈ, એનું ધ્યાન કરી, એને ધ્યેય બનાવી, જેણે પર્યાય પ્રગટ કરી છે, એવી પર્યાય તે વીતરાગી પર્યાય છે, એ વીતરાગી પર્યાય તે મોક્ષનો માર્ગ છે. એ મોક્ષનો માર્ગ તે પર્યાય છે અને એનો વિષય છે તે ત્રિકાળી ધ્રુવ છે. આહાહાહાહા! શું થાય? અત્યારે તો ગડબડ બહુ થઈ ગઈ ને ઘણી, એટલે આ વાત પકડવી એને કઠણ પડે (છે). હું? આહાહા! અભ્યાસ ન મળે એક તો ઓલામાં લખ્યું છે. ઓલાએ અત્યારે વાણીયાને વ્યવસાયવાળાને જૈનધર્મ હાથ આવી ગયો. ભાઈ ! હેં? આહાહા ! વાણીયા એકલા આખો દિ' વ્યવસાય ધૂળ આ ને આ ને આ વિકલ્પો કર્યા જ કરે. પરનું કરે નહિં. આહાહા ! વાણીયાને (જૈનધર્મ) હાથ આવ્યો. આ જૈનધર્મ તો અલૌકિક ચીજ છે. આહાહા! જેને આ વ્યવસાયમાં ધંચી ગયા છે, એને આ વ્યવસાય હાથ નહિં આવે. આહાહાહા ! સમજાણું કાંઇ?
જિનવચન “વિરુદ્ધધ્વંસિની” બે નયનો વિરોધ સમાડી દે છે. કેમ કે બેયનો વિષય વિરોધ હોવા છતાં બેય વસ્તુ છે. આહાહા ! બેય છે, એકનો વિષય પર્યાય છે, ને એકનો વિષય ધ્રુવ છે. પણ બેય છે. સમજાણું કાંઈ? આહાહા ! અહિંયા તો સમ્યગ્દર્શનને પ્રગટ કરવું એ વીતરાગી પર્યાય છે, વીતરાગી પર્યાય છે, એ વીતરાગી મૂર્તિ પ્રભુ છે. એ વીતરાગી સ્વરૂપને લક્ષ ને તેમાં ધ્યાને ને તેમાં એકાગ્રતા થતાં સમકિત થાય છે. આહાહા! ધનાલાલજી ! આહાહાહા ! આ તો સાદી ભાષામાં આવી વસ્તુ છે. લાંબી વાતું પણ ઘણાં પ્રકાર પણ વસ્તુ આમ છે. આહાહા !
તેથી કહ્યું ને ઘણીવાર કહીએ છીએ ને કે “જિન સોહિ એ આત્મા, જિન સોહિએ આત્મા અન્ય સોહિ એ કર્મ, એ હિ વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ” જોકે શ્રીમમાં એનો શબ્દ બીજો છે “જિન સોહિ એ આત્મા અન્ય સોહિ એ કર્મ, કર્મ કટે જિનવચનસે ” એમ આવ્યું પણ એનો અર્થ એ કે વીતરાગ મૂર્તિ પ્રભુ આત્મા !ત્રિકાળ વીતરાગ સ્વરૂપ જ ! સર્વજ્ઞ સ્વરૂપ જ ! પરમાત્મ સ્વરૂપ જ, છે આહાહા ! એનો આશ્રય લેતાં, એને ધ્યાનમાં ધ્યેય બનાવતાં, આહાહા ! તેને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં શેય બનાવતાં. આહાહાહા! જે પર્યાય પ્રગટ થાય એ અનિત્ય છે. કારણ કે નહોતી ને થઈને? અને ઓલું તો છે, છે ને છે. આહાહા! સમજાણું કાંઈ?
કાંતિભાઈ ! ઓલા પ્લાસ્ટિકનાં ભૂકામાં કાંઈ હાથ આવે એવું નથી આ. આહાહાહા ! પૈસા પેદા બહુ થાય છે એમાં. ધૂળમાંય પૈસો નથી, એ તો જડ છે પેદા થાય તો શું એમાં? આહાહા ! એની પાસે ક્યાં આવે છે એ? એ તો મને મળ્યા એવી મમતા એને આવી એની પાસે. તે મમતા પણ એક પર્યાય છે, અને મમતા વિનાની ચીજ છે એ ત્રિકાળી દ્રવ્ય છે. આહાહાહા ! સમજાણું કાંઈ? આમાં આવશે. પછી આવશે જુઓ.“નિત્ય હોય તે અનિત્ય ન હોય” એમ લાગે પણ નિત્ય છે, એ ત્રિકાળી છે અને એનો નિર્ણય કરનારી પર્યાય, આ નિત્ય એમ નિર્ણય કરનારી પર્યાય અનિત્ય છે. એ છે વિરોધ છે પણ એ છે. સમજાણું કાંઈ? આહાહા !
ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય.” વસ્તુ અભેદ છે એમાં પર્યાયનો ભેદ છે. પણ આમ જાણે અભેદ હોય, તે ભેદ ન હોય પણ અભેદ છે એ પર્યાયે ભેદ છે. આ એ વસ્તુનું સ્વરૂપ એમ છે. આહાહાહા ! અને અભેદ વસ્તુ છે ત્રિકાળી પ્રભુ! એને પર્યાયના ભેદે એનો નિર્ણય થાય છે. એટલે વીતરાગી પર્યાયથી અભેદનો નિર્ણય થાય છે, ભલે વીતરાગી હોય પણ છે. પર્યાય,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com