________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કે ધર્મી જે જિનરૂપી પ્રભુ વસ્તુ ! એનો આશ્રય લેતા એટલે કે એનું ધ્યાન કરતાં એટલે કે એને લક્ષમાં લેતાં, જે પર્યાય પ્રગટ થાય તે ધર્મ છે. (શ્રોતા : પણ પર્યાય અમારા ઘરમાં શબ્દ જ વપરાતો નથી.) પર્યાય નથી વપરાતો શબ્દ ભગવાનના શાસનમાં તો ઘરે વપરાય છે ને અહીં.
(શ્રોતા : પૈસાને દ્રવ્ય કહ્યો છે.) પૈસા ધૂળમાં ન્યાં ક્યાં? પૈસામાંય તે પરમાણું છે તે નિત્ય છે. અને એની પર્યાય તે અનિત્ય છે. વસ્તુની સ્થિતિ એવી છે. એને અનિત્યથી નિત્યનો નિર્ણય કરવો એવું એનામાં છે નહીં. એ વસ્તુ છે નિત્યાનિત્ય, પણ આ તો નિત્યાનિત્યમાં, અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. એથી એ અનિત્ય પણ વસ્તુ છે, ને નિત્ય પણ છે. ત્રિકાળને સત્ય કહીએ તો પર્યાયની અપેક્ષાએ તેને અસત્ય પણ કહેવામાં આવે. આહાહાહાહા! આવી ચીજ છે. શું થાય? વસ્તુનું સ્વરૂપ જ એવું છે, ભગવાને કાંઈ કર્યું નથી. જેવું છે એવું જાણીને કહ્યું છે. આહાહા ! એ સત્ હોય તે અસત્ ન હોય એમ લાગે, પણ ત્રિકાળ છે તે સત્ છે ને એક સમયની પર્યાય કાયમ રહેનારી નથી માટે અસત્ છે. આહાહાહા! ભાવાર્થ છે ને? ચોથા શ્લોકનો! પાંચ તો હવે આવશે.
“એક હોય તે અનેક ન હોય” જોયું?એમ લાગે પણ વસ્તુ તરીકે એક છે ને પર્યાય તરીકે અનેક છે. આહાહા ! એ અનેક ન હોય તો એકનો નિર્ણય કરે કોણ? આહાહાહા ! પર્યાય અનેક છે. જ્ઞાનની દર્શનની આદિ અનેક છે, અને એ પર્યાય પોતે પણ એક સમયની બીજા સમયની એમ અનેક છે. એ અનેકપણું છે, તે પણ છે, તે વ્યવહારનયનો વિષય છે. અને એ અનેકે એકનો નિર્ણય કર્યો, એવો એક છે તે નિશ્ચયનયનો વિષય છે. આહાહા! આવી વાતું છે બાપુ! સમજાણું કાંઇ?
(શ્રોતા : જરા કઠણ તો પડે.) કઠણ તો પડે જેને અભ્યાસ ન હોય એને કઠણ પડે, પણ વસ્તુ તો આ છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં આવું ન હોય તો કોઈ રીતે સત્ ને અસત્ની, દ્રવ્ય ને પર્યાયની સિદ્ધિ થઈ શકશે જ નહિ. સમજાણું કાંઈ ? આહાહાહા ! આ ત્રિકાળ છે એ તો છે, પણ ત્રિકાળ છે એ જાણનારી પર્યાય છે કે જાણનારો ત્રિકાળી દ્રવ્ય છે? આહાહાહા !ત્રિકાળી ભગવાન આત્મા! પૂર્ણાનંદનો નાથ પ્રભુ! એ સમ્યગ્દર્શનનો વિષય, પણ સમ્યગ્દર્શન છે એ અનિત્ય છે કે નિત્ય છે. પર્યાય છે કે દ્રવ્ય છે? કાયમ રહેનારી છે કે એક સમય રહેનારી છે? આહાહાહા ! સમજાણું કાંઈ ? આ તો મૂળ તત્ત્વનો પત્તો લેવાની વાત છે ભાઈ ! હેં? આહાહા ! હું! આ શ્લોક વસ્તુનો છે. તેથી અહીં આ વસ્તુનું સ્વરૂપ છે. માટે આ બે નય લીધી ને? અને તે “વિરોધધ્વસિની ” એમ કહ્યુંને. જો મૂળ શ્લોક છે જુઓ ચોથો. “ઉભયનયવિરોધ ધ્વસિનિ સ્યાસ્પદકે જિનવચંસિ રમન્ત” આહાહાહા !
જિનવચનમાં દ્રવ્ય ને પર્યાય વસ્તુનું સ્વરૂપ છે એવું જિનવચનમાં બે નયનો વિષય બતાવ્યો. આમ વિરોધ છે એક ત્રિકાળ રહેનાર છે. એક, એક સમયની પર્યાય છે. એક અવિનાશી છે ત્યારે એક નાશવાન છે એ રીતે વિરોધ હોવા છતાં, વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? આહાહાહા ! એ પર્યાયને, અરે! મોક્ષનો માર્ગ જે છે, એ પર્યાય છે, અને એનો વિષય છે એ દ્રવ્ય ત્રિકાળી છે એ ત્રિકાળી છે તો એકરૂપ ભગવાન જિનસ્વરૂપે એકરૂપ છે. અને જિન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com