Book Title: Samaysara Siddhi 1
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 549
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪ પ૩પ એને એ જાણે એ જાણે એ એને જાણે, એવું એ પણ નહિ. ખરેખર એને જાણવાનું અને સ્વને જાણવાનું સ્વપરપ્રકાશક, સ્વયં સિદ્ધ પર્યાય હોવાથી તે વ્યવહારનયનો વિષય છે. આરે! અરે ! આવી વાતું છે. ધનાલાલજી! વસ્તુ જ આવી છે. અને જૈનધર્મ કોઈ પક્ષ વાડો નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે. આહાહા! જે જિનસ્વરૂપ છે પ્રભુ! એનું ધ્યાન એટલે તેનો આશ્રય કરવો એ તો પર્યાય છે. એટલે પર્યાય છે અને એનો વિષય છે તે ત્રિકાળ છે. બે નયનો વિષય વિરોધ થઈ ગયો. સમજાણું કાંઈ ? છે? બે નયોને વિષયનો વિરોધ છે. જેમ કે સરૂપ હોય તે અસરૂપ ન હોય. એમ લોકોને ખ્યાલમાં આવે છે. એ પર્યાય અપેક્ષાએ અસત્ છે, અસત્ નામ ત્રિકાળમાં એ નથી. આહાહાહા ! વસ્તુ તરીકે સરૂપ છે. જે સમ્યગ્દર્શનનો વિષય છે. સમ્યગ્દર્શન છે એ પર્યાય છે. પણ એનો વિષય છે તે ત્રિકાળી ધ્રુવ છે. જિનસ્વરૂપ છે, જેથી જિનસ્વરૂપનું ધ્યાન કરતાં અથવા તેમાં એકાગ્ર થતાં, એને વીતરાગી પર્યાય પ્રગટ થાય. એ વીતરાગી પર્યાય તે મોક્ષનો માર્ગ. આહાહાહા ! સમજાણું કાંઈ? વસ્તુ છે એ તો વીતરાગ સ્વરૂપ જ છે. હવે એના ઉપર લક્ષ ગયું, લક્ષ ગયું કોનું? પર્યાયનું એટલે પર્યાય અને પર્યાયનો વિષય બે નય થઈ ગયા. આહાહાહાહા ! એક સરૂપ છે. તે જ અસરૂપ છે. પર્યાય અપેક્ષાએ તે સત નથી. દ્રવ્ય અપેક્ષાએ સત્ છે. આહાહાહા! કઈ અપેક્ષાએ? પર્યાય પર્યાયપણે સત્ છે, પણ ત્રિકાળની અપેક્ષાએ તે અસત્ છે. પોતે જ્યારે અવિનાશી છે, ત્યારે પર્યાય નાશવાન છે. સમજાણું કાંઈ? ઝીણું બહુ છે આ! બધી જીંદગી આ સમજ્યા વિના જાશે તો ફોકટ જાશે. આહાહાહા ! ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવે સર્વજ્ઞ સ્વભાવી વસ્તુથી સર્વજ્ઞપણું પ્રગટ કર્યું. એ સર્વજ્ઞ સ્વભાવ એ તો નિત્ય છે, પણ પ્રગટ કર્યું તે અનિત્ય છે. (શ્રોતા : એનું એ નિત્ય અને એનું એ અનિત્ય) એનું એ અનિત્ય કયાં કીધું છે. એને આશ્રયે પ્રગટ કર્યું તે અનિત્ય છે એમ કીધું. સર્વજ્ઞ સ્વભાવ જે ત્રિકાળ છે. તે નિત્ય છે અને એને આશ્રયે પ્રગટ થયેલી પર્યાય સર્વજ્ઞ એ અનિત્ય છે. (શ્રોતા - એક સર્વજ્ઞમાં નિત્યપણું ને એજ સર્વજ્ઞમાં અનિત્યપણું) એ જ કહે છે ને નયનો વિષય બાપુ! વીતરાગ માર્ગ એવો છે કોઈ અલૌકિક અને એ સિવાય કોઈ ધર્મ છે જ નહિ ક્યાંય. કારણ કે વસ્તુની સ્થિતિ આ રીતે છે. દ્રવ્ય અને પર્યાય. અને એ રીતે જેના માર્ગમાં નથી. એમાં પર્યાયનો ધર્મ ધર્મીને ત્રિકાળને આશ્રયે થાય એમાં દ્રવ્યને પર્યાય બે વસ્તુરૂપ છે, એવું જેનામાં નથી, એને કોઈ ધર્મ હોઈ શકે નહિ. સમજાણું કાંઈ ? આહાહા ! શુદ્ધભાવ અધિકારમાં નિયમસારમાં નથી આવ્યું કેવળજ્ઞાન નાશવાન છે. કેવળજ્ઞાન નાશવાન ! પર્યાય છે ને? આહાહા! એક અપેક્ષાએ પરદ્રવ્ય કહ્યું, પણ છે પરદ્રવ્ય પર્યાય. એ તો પરદ્રવ્ય કહ્યું કેમ? કે જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી. એમ ધર્મની પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી, એ દ્રવ્યમાંથી આવે છે. માટે સ્વદ્રવ્યને દ્રવ્ય કહી અને પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી, પરદ્રવ્યમાંથી જેમ નથી આવતી એમ પર્યાયમાંથી નથી આવતી, માટે પર્યાયને પરદ્રવ્ય કહ્યું, આહાહા..! આવો માર્ગ છે. (શ્રોતા : આ વાત તો સાચી પણ ધર્મ કેમ થાય?) લ્યો આ શું હાલે છે. આ? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558