________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૫૩૪
પ્રવચન નં. પ૨ શ્લોક-૪ તા. ૫-૮-૭૮ શનિવાર, શ્રાવણ સુદ-૨ સં. ૨૫૦૪
“ઉભયનય વિરોધ ધ્વસિનિ” કહ્યું છે ને? એનો ખુલાસો કરે છે. જિનવચન વહુ સ્વાદ્વાદરૂપ છે. અપેક્ષાએ કથન કરે છે. ખુલાસો આવશે હમણાં. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે કેમકે એક વસ્તુ ત્રિકાળ પણ છે અને એની પર્યાય પણ છે. એ વસ્તુનું સ્વરૂપ છે. પર્યાય છે એ વ્યવહારનયનો વિષય છે દ્રવ્ય છે એ નિશ્ચયનયનો વિષય છે. બેયનાં વિષયમાં વિરોધ છે, છતાં બેય નય છે. વિષયનો વિરોધ છે, છતાં બેય નય છે. કેમકે જે વસ્તુ નિત્ય પ્રભુ છે, આત્મા જિનસ્વરૂપે નિત્ય છે. એવા નિત્યનો નિર્ણય કરનાર ને ધ્યાન કરનારી પર્યાય, એ તો પર્યાય છે. સમજાણું કાંઈ? જે વસ્તુ નિત્ય છે, આ ભગવાન આત્મા જિનસ્વરૂપે નિત્ય છે. જિનસ્વરૂપ જ છે પોતે, એ નિત્ય છે પણ એ નિત્ય છે એનો નિર્ણય કરનાર કોણ ? નિત્ય નિર્ણય કરે? એ પર્યાય નિર્ણય કરે, એ પર્યાય છે તે અનિત્ય છે. વસ્તુ પોતે નિત્ય છે. એટલે જિનવાણી આ રીતે બે નયોનો વિરોધ હોવા છતાં, તેનું સમાધાન કરે છે. અહીં તો આત્મા ઉપર ઉતારે છે ને અહીં આત્મા ઉપરની વાત છે ને? જિનવચનમાં રમતિ.
જિનવચનમાં, દ્રવ્ય જે જિનસ્વરૂપી વીતરાગ મૂર્તિ પ્રભુ છે એ ઉપાદેય છે, તો ઉપાદેય છે એ તો પર્યાય થઈ ગઈ, આ ઉપાદેય છે એવો જે નિર્ણય એ તો પર્યાય થઈ ગઈ. ઉપાદેય વસ્તુ. સમજાય છે કાંઈ ? જિનવચનમાં બે નયનો વિરોધ કરીને જે નિશ્ચય છે. તેને આદરણીય બતાવે છે, અને આદરણીય કરે છે કોણ? કે- પર્યાય. ઝીણો વિષય બાપુ! બહુ અલૌકિક વાત ! એ જૈનધર્મ સિવાય ક્યાંય આ વાત હોઈ શકે જ નહિ. જે જિનરૂપી પ્રભુ છે! વીતરાગ બિંબ ચૈતન્ય છે! પણ એ વીતરાગ બિંબ છે, એ તો નિત્ય ને ધ્રુવ છે. હવે એ નિશ્ચયનયનો વિષય તો ધ્રુવ છે. ત્યારે એનો નિર્ણય કરનાર એ પર્યાય છે, એ પર્યાય છે, ન હોય તો તો એનો નિર્ણય કોણ કરે? નિત્ય અનિત્ય વસ્તુનું સ્વરૂપ જ છે. ભગવાને કાંઈ ધર્મ કહ્યો એ કાંઈ પક્ષથી કહ્યો નથી. એ તો જેવું વસ્તુનું સ્વરૂપ છે, તે રીતે એમણે જણાવ્યું. સમજાણું કાંઈ? આહા!
એટલે જે નિત્ય પ્રભુ છે ને એમાંય આવ્યું ને? ૪૭ ગાથા દ્રવ્યસંગ્રહ “દુનિયપિ મોખ હેયુ જાણે પાહુડ નિયમા” આહાહા..! ગજબ વાત કરે છે ને? શું કહે છે એ. ભગવાન આત્મા જિનસ્વરૂપી જિનબિંબ જ પોતે પરમાત્મ સ્વરૂપ જ છે એ. આહા! એનું જે ધ્યાન કરે એટલે કે તે તરફની એકાગ્રતા કરે તે મોક્ષમાર્ગ, એ તો પર્યાય થઈ, વસ્તુ છે એનું જે ધ્યાન કરે એકાગ્રતા, એ તો નવી પર્યાય થઈ, એ ત્રિકાળી ચીજ ન રહી. વિષય એનો ત્રિકાળી. સમજાણું કાંઈ ? આહાહા! “દુનિયપિ મોખ હેયુ જાણે પાહુડે નિયમા” જૈનદર્શન જૈનસ્વરૂપ આત્મા એનું જે લક્ષ કરવું, એકાગ્રતા કરવી એ એનું ધ્યાન અને એ ધ્યાન એ પર્યાય છે. આહાહા! હવે અહીંયા મોક્ષમાર્ગ બે પ્રકારે કહ્યો. એટલે એક જ વસ્તુ તો નિશ્ચય મોક્ષમાર્ગ તે જ મોક્ષમાર્ગ છે. બીજો તો રાગ આદિ એને આરોપથી એને કથન કરી અને તે નિશ્ચય જે સમ્યજ્ઞાન છે. એ ત્રિકાળી જિન સ્વરૂપને આશ્રયે થયેલું, ધ્રુવને આશ્રયે થયેલી જે પર્યાય એ પર્યાયમાં સ્વપરપ્રકાશક સ્વભાવ હોવાથી, એ સ્વને જાણે અને રાગ બાકી રહ્યો છે અને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો. પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com