________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૩ર
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વ્યવહારને ઉપજાવે એ આત્મા નહિ. આહાહા ! રાગ છે એમાં ક્યાં રાગ હતો તે ઉપજાવે? આહાહા ! પણ અહીંયા એમ કહ્યું છે કે જેણે જિનસ્વરૂપનો આશ્રય કરીને વીતરાગી પર્યાય પ્રગટ કરી, એને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન એટલે? કે તેની જ્ઞાનની પર્યાય જ એવી થઈ છે કે સ્વનું જ્ઞાન થતાં એ પર્યાય જ એવી પ્રગટી છે. કે સ્વને જાણે ને રાગને જાણે વ્યવહારથી, એવી જ પર્યાય પ્રગટી છે. રાગને કરે ને રાગથી થાય એ વસ્તુના સ્વરૂપમાં નથી. એની પર્યાયના સ્વરૂપમાં નથી. આહાહાહા ! આવો માર્ગ છે. કહો, કાંતિભાઈ ! ત્યાં કાંઈ પ્લાસ્ટિકના ભૂકામાં આ કાંઈ વાત સાંભળવા મળે એવી નથી ત્યાં આ. આહાહા! અરે ! જૈનધર્મને નામે લોકોએ તો કાંઈકનું કાંઈક કરી નાખ્યું છે. આહાહા! પહેલો બાહ્ય ત્યાગ કરો થોડો આ છોડો, આ છોડો. ( શ્રોતા : ભૂમિકા સાફ કરે છે.) ભૂમિકા સાફ કરે છે કે બગાડે છે? ઝીણી વાત છે બાપુ! બહુ વાત! રાગનો ત્યાગ પણ આત્મામાં નથી. એની પર્યાયમાં રાગનો ત્યાગેય નથી. રાગનો ત્યાગ કહેવો એ પરમાર્થે નથી નામ માત્ર કથન છે. આહાહા!
સ્વરૂપ જ્યાં ચિદાનંદ જિનસ્વરૂપ છે, એનો આશ્રય લઈને જે વીતરાગતા થઈ, ત્યાં રાગની ઉત્પત્તિ તેટલી ન થઈ, તેણે રાગનો નાશ કર્યો એમ નિમિત્તથી કથન છે. આહાહા ! રાગનો ત્યાગ કર્યો એ નિમિત્તથી કથન છે. વસ્તુ એમ નથી. તો પરનો ત્યાગ તો છે જ ક્યાં આત્મામાં? પરના ત્યાગ ગ્રહણ રહિત તો એનો ગુણ છે. શું કીધું? આહાહા ! ત્યાગ ઉપાદાન ત્યાગ, ગ્રહવું અને છોડવું એક-એક રજકણનું, શરીરનું, વાણીનું, પૈસાનું કોઈ પણનું ગ્રહવું ને છોડવું એનાથી રહિત એનો ગુણ છે. હવે એ ગુણની પર્યાય પણ પરના ત્યાગ ને ગ્રહણ રહિત જ છે. શું કીધું? સમજાણું કાંઈ? આહાહા ! આ તો વીતરાગનો ધર્મ શું છે, એ વાત છે બાપા ! બાકી રખડવાના પંથ તો કરી રહ્યો છે એ આખો દિ'! ચારગતિમાં ક્યાં જઈને જશે, પડશે. આહાહા !
... શું કીધું? કે રાગનો ત્યાગ કરવો ત્યાગ જીવે કર્યો પર્યાય હોં! આહાહાહા! કેમકે રાગ સ્વરૂપમાં નથી, પછી સ્વરૂપમાં નથી એ રાગ ત્યાગે છે એ રહ્યું ક્યાં? એ તો વીતરાગ સ્વરૂપ છે. આહાહા ! વીતરાગ સ્વરૂપનો આશ્રય લેતા તો વીતરાગી પર્યાય થાય બસ. આહાહા ! આ એની પર્યાય, એ પર્યાયે રાગનો ત્યાગ કર્યો એ પણ વસ્તુના સ્વરૂપમાં, પર્યાયમાં નથી એમ કહે છે. કેમકે એનાં ગુણમાં પણ વીતરાગતા છે, તો એની પર્યાયમાં વીતરાગતા આવી, રાગનો ત્યાગ એવો એમાં છે જ નહિ. આહાહા ! પંડિતજી! આવી વાત છે. આહાહાહા ! જેનો ગુણ જ વીતરાગ છે એનાં ગુણના, ગુણની વીતરાગ પર્યાય થાય. એ રાગને કરે? ને રાગને છોડે ? પરનો ત્યાગ ગ્રહણ તો નથી જ. આહાહા !
પરનો ત્યાગ કરીને લૂગડા છોડી નાખી ને દેખાવ કરવો કે અમે કાંઈક ત્યાગી છીએ. આ બહુ આકરી વાત છે બાપુ! આહાહા ! વીતરાગ માર્ગને ઓળખવો કોઈ અપૂર્વ પ્રયત્ન જોઈએ બાપુ! આહાહા ! એ કાંઈ લાડવા ખાવા નથી. આહાહા !
એ જ કહે છે જુઓ “પ્રચુર સહિત અભ્યાસ કરે છે.” એટલે કે વસ્તુની રુચિ સહિત અંદર એકાગ્રતાનો અભ્યાસ કરે છે. આહાહા ! વીતરાગ જિનસ્વરૂપની રુચિ કેમકે એ વીતરાગ મૂર્તિ જ જિનબિંબ છે પ્રભુ! આહાહા ! એની રુચિપૂર્વક જે અંદરમાં અભ્યાસ કરે છે એકાગ્રતાનો, તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com