________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
૫૩૧ તું જૈન છો. જિનસ્વરૂપી તો હતું જ, પણ પર્યાયમાં તે આદર કર્યો 'તો તું જૈન થઈ ગયો. જિનનો જૈન તું થઈ ગયો હવે. આહાહા ! અરે એ વાત હતી નહીં હોં, લોકો બિચારા ક્યાં ગયા હશે? આહાહા ! અરેરે ! ભગવાન છે એ. આહાહા ! એક કૂતરો હમણાં રોતો હતો. તો લોકો એમ કહે છે ને એ જમડાને દેખે. એમાં શું? એને એ જાતનો શોક આવી જાય છે. આહાહા ! રોતો 'તો ખૂબ રોતો હતો. અરે! ભગવાન! તું ભગવાન છો ને પ્રભુ! આ શું છે તને આ. આહાહા ! અરે ! તને ખબર નથી તને. આહાહા ! આ અવાજ ને શરીરને એ કાંઈ તું નથી. આહાહા ! અહિંયા તો રાગનો વિકલ્પ એય આત્મા નથી. દયા–દાન-વ્રત-ભક્તિ-પૂજાનો વિકલ્પ ઊઠે, બ્રહ્મચર્ય પાળવાનો વિકલ્પ ઊઠે, એ પણ આત્માનો નથી. આહાહા ! કારણ કે વિકલ્પ રાગ છે ને આત્મા તો વીતરાગ જિનસ્વરૂપ છે. આહાહા ! વાણી બાપા વીતરાગની. આહાહા !
એ અકાર્યકારણ ગુણથી લ્યો, શુક્ર ગુણથી લ્યો, આહાહા! કોઈ પણ ગુણ છે તેની પર્યાયનું કારણ તે દ્રવ્ય છે. સમજાણું કાંઈ? એકલો ગુણેય નહિ. ગુણ પરિણમે છે એમ નથી લીધું. ચિવિલાસમાં આવ્યું તું ભાઈ ! દ્રવ્ય પરિણમે છે. આહાહા! ચિવિલાસમાં! કાંઈ ગુણ જુદો છે? દ્રવ્ય આખું દ્રવ્ય છે જિનસ્વરૂપી પ્રભુ! એનો આદર કરતાં આખું દ્રવ્ય વીતરાગી પર્યાયપણે પરિણમે છે, હું! આહાહા ! સમજાણું કાંઈ ? સમજાય એટલું સમજો પ્રભુ! અમૃતની વાણી વિતરાગની આ છે. આમાં કાંઈ ફેરફાર કરે તો કાંઈ હાલે એવું નથી. આહાહાહા !
એ જિન ભગવાનનું વચન તેમાં પુરુષો પ્રીતી સહિત અભ્યાસ કરે. એટલે રુચિ સહિત એમાં ઠરે અંદર. આહાહા ! આનંદનો સાગર ભગવાન એ આનંદ પણ જિનસ્વરૂપે છે, વીતરાગ સ્વરૂપી, વીતરાગી આનંદ છે. જ્ઞાન અંદર છે એ. વીતરાગી જ્ઞાન છે, આનંદય વીતરાગી આનંદ છે. વીર્ય એય વીતરાગી વીર્ય છે. આહાહાહા ! અનંતા ગુણો વીતરાગી ગુણ સ્વરૂપ છે એ. એવા ભગવાનમાં જે કાંઈ રમે છે. એટલે ધ્રુવ છે એમાં રમવું, ધ્રુવ છે તો ધ્રુવ છે. દ્રવ્ય છે તો દ્રવ્ય છે. પણ એમાં જે રમે છે એ પર્યાય છે. આહાહા! સ્વસમ્મુખ થઈને તેમાં રમે છે. તે જિનવચનમાં રમે છે એમ કહેવામાં આવે છે. આહાહા ! રાગની ક્રિયાઓ કરીને માને છે કે અમે કાંઈ ત્યાગી થયા. સમકિતના ત્યાગી થયા, ધર્મના ત્યાગી થયા. આહાહાહા ! જેમાં રાગ નથી તેમાં રાગનો ત્યાગ કરવો એય વસ્તુમાં નથી. સમજાણું કાંઈ? આહાહા ! જ્યાં સ્વરૂપમાં રાગ નથી હવે રાગનો ત્યાગ કરવો એ કયાં છે? આહાહા !
એ કેમ કહ્યું પણ એ? કેમકે જિનસ્વરૂપ પ્રભુ છે. એના આશ્રયથી તો વીતરાગતા થાય. આહાહા ! એને રાગ કરવો છે કે છોડવો છે, એ ક્યાં રહ્યું? આહાહા !જિનસ્વરૂપનો આશ્રય કરતા વિતરાગી (પર્યાય) થઈ એ રાગનો ઉદય છૂટી ગયો. એણે છોડ્યો નથી, છોડવો નથી, એમાં
ક્યાં છે તે છોડવો છે? એ આવ્યું છે ને ૩૪મી ગાથામાં, કે રાગનો ત્યાગ પણ પરમાર્થ આત્મામાં નથી. આહાહા! આ તો જરી બહારનો ત્યાગ કરીને મેં ત્યાગ કર્યોને, મિથ્યાત્વનું પોષણ છે. આહાહાહા ! મિથ્યાત્વને દેઢ કરે છે, અનંત સંસારને ગજબ વાતું બાપા! માર્ગની રીત એવી છે. આહાહા ! અરે! પુરુષો રમે છે એની વ્યાખ્યા કરી. સ્વરૂપ જે જિનસ્વરૂપ છે તેની રુચિ કરીને રુચિ અનુયાયી વીર્ય. જેની રુચિ થઈ ભગવાન પૂર્ણાનંદ હું છું, વીતરાગ સ્વરૂપ છું, એવી રુચિ થઈ તો એને અનુસારે એનું વીર્ય ત્યાં કામ કરે. આહા! રાગમાં કામ ન કરે. આહાહા!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com