Book Title: Samaysara Siddhi 1
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 544
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૩) સમયસાર સિદ્ધિ ભાગ-૧ આવ્યું. એમ આવતા બેય નય આવી ગઈ. ત્રિકાળી છે તે નિશ્ચય, આહાહા! અને પર્યાય પ્રગટી વીતરાગી તે વ્યવહાર. એને વ્યવહારના રાગની કોઈ અપેક્ષા છે જ નહિં. આહાહાહા ! સુજાનમલજી! આહાહા ! આવું વસ્તુનું સ્વરૂપ જ છે. એ કોઈએ કર્યું છે એમ નથી. વસ્તુની સ્થિતિ જ એવી છે. આહાહા ! તો અહીં ઝઘડા આ વ્યવહારથી નિશ્ચય થાય એમ કહો તો અનેકાંત, નહિં તો એકાંત, પણ પ્રભુ! સુન તો સહી તને અનેકાંત ને એકાંતની વાતુંની ખબર નથી ભાઈ ! આહાહા ! પોતાના દ્રવ્યને આશ્રયે થતી નિર્મળ પર્યાય એને પરની અપેક્ષા નથી ને સ્વની અપેક્ષા છે એ અનેકાંત છે. ત્રિકાળની અપેક્ષા છે પણ પરની અપેક્ષા નથી એ અનેકાંત છે. આહાહા ! એકલો વીતરાગભાવ ઘંટયો છે. હું? આહાહા ! સમ્યગ્દર્શન એ વીતરાગી પર્યાય છે. સમ્યજ્ઞાન એ વીતરાગી પર્યાય છે. સ્વરૂપ આચરણ અંદર સ્થિર થવું એ પણ વીતરાગી અનંતાનુબંધીના અભાવની વીતરાગી પર્યાય છે. આહાહાહા ! એને પણ ન્યાં મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો અભાવ થયો માટે આ પર્યાય થઈ એવી અપેક્ષા છે જ નહીં એને. છે જ નહીં. આહાહાહા ! સમજાણું કાંઈ? એથી એના વીર્ય ગુણને લ્યો અકાર્યકારણ નામના ગુણને લ્યો, એ બેય ગુણો છે, વીતરાગી સ્વરૂપ છે. જેમ પોતે જિનસ્વરૂપ છે તેના ગુણો પણ વીતરાગી સ્વરૂપ છે. આહાહાહા ! એનો આશ્રય લેવો, એ પર્યાય આશ્રય લે. એટલે દ્રવ્ય ને પર્યાય બેય સિદ્ધ થઈ ગયું. કથંચિત નિત્ય છે અને કથંચિત અનિત્ય છે. આહાહા! અને અનિત્ય છે એ નિત્યનો નિર્ણય કરે છે. વિતરાગી પર્યાય જે અનિત્ય છે એ ત્રિકાળી નિત્ય દ્રવ્યનો નિર્ણય કરે છે. આહાહાહા! નિર્ણય કરવો એ કાંઈ નિત્યમાં નથી. નિત્ય તો ત્રિકાળી એકરૂપ છે. આહાહાહા ! નિત્યનો આદર કર્યો ત્યાં જ પર્યાય થઈ ગઈ. આહાહાહા ! વીતરાગ માર્ગ બાપુ ક્યાંય છે નહિ. વીતરાગ સંપ્રદાયમાં અત્યારે ગોટા ઉઠયા છે. આહા! મૂળની પહેલેથી ખબર ન મળે. આહાહા! કહો બાબુભાઈ ! આવો માર્ગ છે. જિન ભગવાનનું વચન એમાં જે રમે છે એટલે આ. વાણીમાં એમ આવ્યું, પ્રભુ! તું જિનસ્વરૂપ છો ને! આહા! અમે જિનસ્વરૂપી પર્યાય પ્રગટ કરી, પણ તું જિનસ્વરૂપ જ છો. કેમકે જિનસ્વરૂપી પર્યાય થઈ એ ક્યાંથી આવી? જિનસ્વરૂપમાંથી આવે કે ક્યાંય રાગમાંથી કે પરમાંથી આવે? આહાહા ! એથી એમ કહ્યું, એ વાણીમાં એમ આવ્યું કે જે જિનસ્વરૂપ છે પ્રભુ તારું એ ઉપાદેય છે. એ ભાઈએ એમ કહ્યું છે ને આ કળશ ટીકાકારે કળશ ટીકાકારે જિનવચનનો અર્થ જ એ કર્યો કે કાલ હાલ્યુ'તું હિન્દીમાં. આહાહા ! “જિનવચંસિ રમંતે” એનો અર્થ? જિનવચનમાં જે ત્રિકાળી જિનસ્વરૂપ ભગવાન એને આદરણીય ને ઉપાદેય કર્યો. એમાં રમવું એ જિનવચનમાં રમવું કહેવાય છે. આહાહા ! લોજીકથી ન્યાયથી પણ આ વાત સિદ્ધ થાય છે, પણ માણસને પોતાનો પક્ષ મુકવો નથી. તેથી કહ્યું ને એમાં “ઘટ ઘટ અંતર જિન વસે અને ઘટ ઘટ અંતર જૈન.” એ જિનને માને તે જૈન. એ જિન સ્વરૂપી વીતરાગી એને અનુભવે ને માને તે જૈન. એ ઘટ ઘટમાં જૈન છે એ બહારમાં કોઈ નથી. આહાહા ! હવે અમે જૈન છીએ સ્થાનકવાસી જૈન છીએ, દેરાવાસી જૈન હવે મુકને વાત પડતી બધી. આહાહા ! જૈન તો એને પરમેશ્વર એમ કહે, જિન સ્વરૂપી પ્રભુ તું તેનો આદર કર તે પર્યાયમાં ત્યારે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558