________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪
પ૨૯ લોકોને નિશ્ચય નિશ્ચય લાગે પણ બાપુ વસ્તુ જ નિશ્ચય છે એમ નક્કી કરનાર, પર્યાય પણ ભેગી આવી જાય છે. આ જિનસ્વરૂપ છે એ જાણ્યું કોણે? પર્યાય જાણે છે ને? કે દ્રવ્ય જાણે છે? આહાહા! ભગવાન આત્મા પૂર્ણ વીતરાગી બિંબ પ્રભુ!જિનબિંબ છે. ઇ એનાં જિનબિંબમાં અકાર્યકારણ નામનો એક ગુણ છે. જિનબિંબનો એ ગુણ છે. એ ગુણનો ગુણ કે સ્વને આશ્રયે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય થાય, તે એક પર્યાયને કોઈ પરનાં કારણની અપેક્ષા નથી. એવો અકાર્યકારણ ગુણનો ગુણ છે. આહાહા! બાપુ! માર્ગ કોઈ અલૌકિક છે અને કોઈ આ વસ્તુ સિવાય ક્યાંય નથી. વીતરાગ માર્ગ સિવાય ક્યાંય માર્ગ છે જ નહીં વીતરાગ માર્ગ તો આ છે. આહાહા !
“જિનવચંસિ રમતે”. એ તો અર્થમાંય એમ કહ્યું છે. જુઓ આવા જિનવચનમાં અપૂર્વ રમણ કરે. નયને ગૌણ કરી વ્યવહાર કહે છે એમ, અર્થમાં છે. દ્રવ્યાર્થિક અશુદ્ધ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક એમ કીધું. એને ગૌણ કરી તેને વ્યવહાર કહે છે. આવા જિનવચનમાં રમે છે. જોયું? અંદર ભાવાર્થમાં. આહાહા! શ્લોક હજી ગજબ છે. આહાહા!
આ તો સવારમાં યાદ એવું આવી ગયું છે. ઓલું આવે છે ને? અમદાવાદનું શુક્રવાર શોભા ભલી આઠ ટાણે થાય. ચઢતે પોરે ચોકમાં ભલી બજાર ભરાય, આવે છે ને? નિશાળમાં આવતું નિશાળમાં નિશાળમાં પહેલાં આવતું હતું. આ શુક્રવાર છે આજ. લ્યો ઠીક એ વાત સાચી. શુક્રવારના ડાળીયા નથી અમથા કહેતા, ડાળીયા થયા કાંઈ? આ વાણીયા વેપાર વેપાર કરે છે. શુક્રવાર થયો એમ કહે. શુક્રવાર કાંઈ થયો? શુક્રવાર એટલે ડાળીયા થયાં ક્યાંય, ધૂળમાંય નથી. એ ડાળીયા, સાંભળને માળા ઝેરનાં કટકાઓ છે ત્યાં તો. આહાહા !
આત્મામાં વીર્ય છે અનંત શુક, વીર્ય આત્મામાં છે શુક્ર આત્મામાં અનંતગુણ છે. એમાં એક વિર્ય નામનો ગુણ છે. તો એ વીર્યગુણ પણ બીજાગુણની અપેક્ષાથી છે એમેય નથી, એ ગુણનો આશ્રય દ્રવ્ય છે. તો જેણે દ્રવ્યનો આશ્રય લીધો એ જૈનધર્મ, એ જૈન સ્વરૂપ એનો આશ્રય લીધો, એ જૈનધર્મ. એ જૈનધર્મમાં એનું જે વીર્ય છે. શુક્ર વીર્ય, એણે સ્વરૂપની રચના કરી. એ સ્વરૂપની રચનામાં પરની કોઈ અપેક્ષા નથી. સમજાણું કાંઈ? આહાહા !
ખંડવા બંડવામાં આમાં કાંઈ નથી ત્યાં ખંડાઈ જાય એવું છે. આહાહા ! જાઓ તો ખરા પ્રભુની વાણી તો જુઓ. આહાહા ! એ વાણીમાં દ્રવ્ય ને પર્યાય બેય આવ્યા. કઈ રીતે? કે જિન સ્વરૂપમાં રમવું, જિનસ્વરૂપ છે તેને ઉપાદેય કરવું, એમ વીતરાગની વાણીમાં આવ્યું,
ત્યાં બેય આવી ગ્યું. ત્રિકાળી ભગવાનને ઉપાદેય કર્યો એ પર્યાયે, એટલે પર્યાય પણ આવી ગઈ. આહાહા ! અને તે પર્યાયને રચનામાં વીર્ય નામનો ગુણ છે તે સ્વરૂપની રચના વીર્ય કરે છે. એ પરિણતિને રાગ રચનાર વ્યવહાર કષાયની મંદતાનો ક્રિયા અશુભ ટાળીને શુભ કર્યું, માટે એને આ પર્યાય થઈ, ત્રણકાળમાં નથી. (શ્રોતાઃ–પહેલી કાંઈ તૈયારી કરવી પડતી હશે.) એક જ તૈયારી આ છે, બીજી તૈયારી નથી. રાગ વિનાનો ભગવાન છે ત્યાં દૃષ્ટિ કરવી એ એક જ ઉપાય છે. કોઈ બીજી અપેક્ષા છે જ નહિ. કેવો વિકલ્પ પહેલો હોય છે? આહાહા ! ભગવાનની વાણીમાં એ આવ્યું, અનંત તીર્થંકરો થઈ ગયા, બિરાજમાન છે, થશે અનંત, એની વાણીમાં એ આવ્યું, વીતરાગ સ્વરૂપી પ્રભુ તારું સ્વરૂપ છે એ ઉપાદેય છે, એમ વાણીમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com