________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
૫૩૩ પોતાની મેળાયે અન્ય કારણ વિના એ તો એને કારણ વિના મિથ્યાત્વનો તો એને કારણે નાશ થાય છે. એ મિથ્યાત્વની પ્રકૃત્તિનો એ વખતે નહિ ઉદય થવાનો અને નાશ થવાનો એની પ્રકૃત્તિનો સ્વભાવ છે. આહાહા! અને મિથ્યાત્વ ભાવનો એ અહીં જયાં સમ્યક આશ્રય કર્યો ત્યાં મિથ્યાત્વભાવની ઉત્પતિ થઈ નહિ એ મિથ્યાત્વ ભાવનો ત્યાગ કર્યો એમ નિમિત્તથી કથન છે વ્યવહારથી. આહાહાહાહા!
એ સ્વયં વાન્ત મોહા” એટલે કે રાગ એની મેળાએ છૂટી જાય છે. પ્રકૃત્તિ પણે એની મેળાયે છૂટી જાય છે એમ કહે છે. આહાહા! સ્વયં છે ને? આત્મા છોડે છે માટે છૂટી જાય છે એમ નથી. આહાહાહા ! ભગવાન આત્મા! પોતાના જિનબિંબનો જ્યાં આશ્રય લીધો જિનબિંબ એવું સ્વરૂપ જે ભગવાન આત્માનું એના સમીપ ગયો ને આશ્રય લીધો ને અવલંબન લીધું. આહાહા! એવી પર્યાયે રાગને વમી છે ને રાગ નાશ કર્યો છે એમેય નથી, એ તો એની મેળાયે જ નાશ થઈ જાય છે. એમ કહે છે. આહાહા !
સ્વયં વાન્ત મોહાઃ” મોહનો મિથ્યાત્વનો પરિણામ અને સ્વયં એની મેળાયે ઉત્પન્ન થતાં નથી. પ્રકૃત્તિ તો એની મેળાયે નાશ થાય છે, એ તો પરમાણુ છે એને કાંઈ આત્માને સંબંધ નથી. આહાહા ! શુદ્ધ ચૈતન્ય દ્રવ્યનું જ્યાં અવલંબન લીધું, એને જ્યાં આશ્રય ને ઉપાદેય માન્યો, ત્યાં તે દૃષ્ટિમાં સમ્યક ચૈતન્યની દશા થઈ. ત્યાં તેને રાગનું છૂટવું એ રાગ એની મેળાએ છૂટી જાય છે. અને પ્રકૃત્તિ તો તેની મેળાયે જ ત્યાં નાશ થવાને યોગ્ય હતી તે નાશ થાય છે. એનું આ વીતરાગ પર્યાયનું નિમિત્ત, અને રાગનો નાશ થવો એ ઉપાદાન એનું, નિમિત્તે કાંઈ કર્યું નથી, એને નાશ કર્યો નથી) એમ કહેવું છે. આહાહા! આ નિમિત્તના ઝઘડા છે ને? એટલું તો કબુલ્યું છે કે નિમિત્ત તો સોનગઢવાળા માને પણ એનાથી પરમાં થાય એમ નહિ. આહાહા ! અરે! બાપુ! સોનગઢવાળાની વાત નથી આ, આ તો વીતરાગના ઘરની વાતું છે. કહો, છોટાભાઈ ! આવો માર્ગ.
સ્વયં વાન્ત મોહ” શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન એનો જ્યાં આશ્રય લીધો, ઉપાદેય માન્યું એ માન્યતાની પર્યાય જ્યાં સ્વતંત્ર પ્રગટ થઈ, તે કાળે માન્યતાની પર્યાય ફક્ત નિમિત્ત, અને મિથ્યાત્વનો નાશ થવો એ એના કારણે, ઉપાદાનને કારણે અને પ્રકૃત્તિનો નાશ થવો એને કારણે. આહાહા ! ઘણું-ઘણું કળશો, કળશ છે આ તો બાપુ! આહાહા !
આ અતિશયરૂપ પરમ જ્યોતિ ”ભગવાન ચૈતન્ય જ્યોતિ ઝળહળ જિનબિંબ હતું. એનો આ અંદરમાં આશ્રય લીધો આદરણીય ત્યાં ચૈતન્ય જ્યોતિ પર્યાયમાં પ્રગટ થઈ, આ તો ચૈતન્યના પ્રકાશનું પૂર છે આત્મા તો બાપુ! એમાં રાગેય નથી ને શરીરેય નથી ક્રિયા ક્રિયા એનામાં છે જ નહિ. આહાહા ! એને કર્મનો નાશ કરવો એ એનાં સ્વરૂપમાં નથી. આહાહા ! ઘાતી કર્મનો નાશ કરી ભગવાન કેવળ પામ્યા એમ આવેને ભાષા. આહાહા! ભાવ ઘાતી કર્મનો નાશ કરવો એય સ્વરૂપમાં નથી, કારણ કે આ વિતરાગ મૂર્તિ પ્રભુ જ્યાં છે અને જ્યાં પર્યાયે એનો આશ્રય લીધો, ત્યારે વીતરાગી પર્યાય થઈ, એમાં રાગની પર્યાયનો વીતરાગી પર્યાયે નાશ કર્યો એમેય નથી, સ્વયં એની મેળાયે રાગ ને કર્મ નાશ થઈ જાય છે. આહાહા! વિશેષ કહેવાશે.
-પ્રમાણ વચન ગુરુદેવ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com