________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એનો અનુભવ કરવો એને અનુભવ કરવામાં રાગ ને નિમિત્તની અપેક્ષા છે જ નહિં કોઈ, કે આવો એને વ્યવહાર હોય તો અનુભવ થાય. દેવીલાલજી! આહાહા!
કેમકે જે વીતરાગ સ્વરૂપ છે, એમાં અકાર્યકારણ નામનો ગુણ વીતરાગ સ્વભાવે પડ્યો છે. શું કહ્યું ઈ? જિનસ્વરૂપ ભગવાન આત્મા, એમાં એક અકાર્યકારણ નામનો વીતરાગી સ્વભાવ ગુણ પડ્યો છે. માટે તેના વીતરાગ સ્વભાવને ચૈતન્યના ત્રિકાળી સ્વભાવને, આહાહાહા ! અનુભવ કરવામાં વીતરાગપણાની પર્યાય પ્રગટ કરવામાં જિનસ્વરૂપ છે તેની અપેક્ષા ભલે હો, નિમિત્ત તરીકે લક્ષ તરીકે પણ એને કોઈ કારણ વ્યવહાર આવો હોય તો એ નિશ્ચયે અનુભવ થાય, એવું એના સ્વરૂપમાં નથી. તેથી તેની પર્યાયમાં પણ એવું નથી. શું કહ્યું ઈ? આહાહા!
જૈન વસ્તુ છે એ સ્વરૂપ જૈન છે જિન છે. હવે એ જિન જૈન થાય ત્યારે એ જિનનો અનુભવ કરે, ત્યારે જૈન થાય. જયસુખભાઈ ! લોજીકથી તો વાત ચાલે છે પણ હવે શું થાય? અરે માર્ગ પ્રભુનો! આહાહા! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ થયાં છે ને થશે એનો એક પ્રકાર આ છે કે બે નય એટલે? ત્રિકાળી ચીજ છે એ વીતરાગ સ્વરૂપ છે. એનો અનુભવ કરવો એ પર્યાય સ્વરૂપ છે. એ પર્યાય એ પણ વીતરાગ સ્વરૂપ છે. એ વીતરાગ સ્વરૂપની પર્યાયને પરના કારણની અપેક્ષા નથી, કે વ્યવહાર આવો હોય તો એનાથી થાય એ વાત જ તદ્દન જુઠી છે. આહાહાહા !
એનો વ્યવહાર પર્યાય કેમ પ્રગટે નિર્મળ કે ત્રિકાળી જિનસ્વરૂપ છે એનો દૃષ્ટિમાં જ્યાં સ્વીકાર થાય ત્યારે જ્ઞાનમાં એનો અનુભવ થાય, એ અનુભવ પર્યાય છે, અને એ વીતરાગી પર્યાય છે. એક વાત, અને તેનાં જિનસ્વરૂપમાં અકાર્યકારણ નામનો એક ગુણ છે, એ વીતરાગી ગુણ છે. અકાર્યકારણ નામનો એક ગુણ છે આત્મામાં એ વીતરાગી ગુણ છે. આહાહા ! એ વીતરાગી ગુણને, ગુણનો આશ્રય છે દ્રવ્ય. પણ એ દ્રવ્યનો આશ્રય કરતાં, એમાં ગુણનું અકાર્ય કારણપણું પણ પર્યાયમાં આવી જાય છે. એની જે પર્યાય વીતરાગી છે એને વ્યવહાર કારણ ને નિર્વિકારી પર્યાય કાર્ય, એવો પર્યાયનો સ્વભાવ નથી. આહાહાહા ! આ બધાં પ્રશ્નો હતાં ને, પહેલું આવું હોય ને આવું હોય આવો વિકલ્પ હોય કે એ બધી વાતું. આહાહાહા !
જેમ એ જિનસ્વરૂપ પ્રભુ છે એને કોઈ અપેક્ષા નથી કોઈ એનો કર્તા છે કે આનાથી બન્યો છે કે આ કાળે થયો છે એમ છે કોઈ? વસ્તુ જે છે ભગવાન ! જિનસ્વરૂપી પરમેશ્વર સ્વરૂપ એને કોઈ અપેક્ષા નથી એ તો છે છે ને છે. આહાહા ! એવા પરમેશ્વર સ્વરૂપનો આશ્રય લઈને એટલે કે તેના તરફ લક્ષ કરીને જે પર્યાય પ્રગટ થાય, વીતરાગી પર્યાય, સમ્યગ્દર્શન એ વીતરાગી પર્યાય છે, સમ્યજ્ઞાન એ વીતરાગી જ્ઞાન છે. અને તેમાં સ્વરૂપની સ્થિરતા એ વીતરાગી આચરણ છે. આહાહાહા ! એ પર્યાયમાં પણ અકાર્યકારણ ગુણનો પર્યાય આવ્યો એ પર્યાયને રાગનું કારણ ને પર્યાય કાર્ય એવું પર્યાયનું સ્વરૂપ નથી. દ્રવ્યનું સ્વરૂપ તો નથી. આહાહાહા ! ગજબ વાત છે. લોકોને વ્યવહારથી થાય ને નિમિત્તથી બાપુ એ જૈનધર્મ જ નથી. એ જૈનધર્મને જાણતા જ નથી. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com