________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪
૫૨૫ ન = = = =
= = = = =
= પ્રવચન નં. ૫૧ શ્લોક-૪ તા.૪-૮-૭૮ શુક્રવાર, શ્રાવણ સુદ-૧ સં. ૨૫૦૪
કળશ ફરીને લઈએ કાલે હિન્દી હતું કે, આજે ગુજરાતી ( લઈએ). નિશ્ચય અને વ્યવહાર એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. છે? (શ્રોતા – આમાં લખ્યું છે પણ અમને સમજાતું નથી.) હજી તો અર્થ ક્યાં કર્યો છે? પણ હજી આ તો ભાઈને કીધું. ત્યાં પુસ્તકમાં પાનું છે કે નહિ એટલું. અર્થ કર્યો નથી હજી. આહાહા! શું કહે છે? “નિશ્ચય ને વ્યવહાર બે નયોનાં વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. એ વિરોધને નાશ કરનારું સ્યાપદથી ચિલિત જિન ભગવાનનું વચન તેમાં જે પુરૂષો રમે છે” હવે ત્યાં સુધીનો અર્થ. કે જિનવચનમાં મૂળ તો જિનસ્વરૂપ જે વસ્તુ છે. આત્માનું જિન સ્વરૂપ જ છે. (શ્રોતા:- તો કાં દેખાતું નથી.)
એ, એ વાત ચાલે છે. દેખે તે પર્યાય વીતરાગી છે. એ વીતરાગી પર્યાય છે એ વ્યવહાર છે, અને ત્રિકાળી જિનસ્વરૂપ છે તે નિશ્ચય છે. જૈનધર્મ કોઈ પક્ષ નથી જૈનધર્મ એ વસ્તુનું સ્વરૂપ છે. એટલે કે એ જિનસ્વરૂપ જ આત્મા–વીતરાગ સ્વરૂપ જ છે. બીજી ભાષાએ કહીએ તો આત્મા મુક્ત સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? મુક્ત સ્વરૂપ છે તો એમ કહીએ તો એ નિર્વાણ સ્વરૂપ જ છે. આહાહા ! ઝીણી વાત છે! આ કોઈ દિ' સાંભળી નથી કાંઈ બહાર. આહાહા!
અનાદિ અનંત તીર્થકરો અનંત કેવળીઓ અનંત સંતો થયા છે અને થશે એ આ આત્મા જિનસ્વરૂપ છે. તેનો અનુભવ કરવો એ જૈન શાસન માર્ગ છે. એ જૈનધર્મ છે, પણ અનુભવ કરવો એ પર્યાય છે. અને ત્રિકાળી સ્વરૂપ તે જિન છે. પર્યાય એટલે અવસ્થા, હાલત, વર્તમાન દશા અને વસ્તુ ત્રિકાળ-ત્રિકાળ, એ ત્રિકાળ જે વસ્તુ છે. એ વીતરાગ સ્વરૂપ જ છે. મુક્ત સ્વરૂપ જ છે. આહાહાહા ! એ વીતરાગ સ્વભાવ સ્વરૂપ જ આત્મા છે. બધા ભગવાન આત્મા હોં! આહાહા !
એ વીતરાગ સ્વરૂપ છે આત્મા, એનો અનુભવ કરવો એ પર્યાય થઈ, તો સ્યા આત્મા નિત્ય છે, સ્યાત્ આત્મા અનિત્ય છે, આ અપેક્ષાએ. કેમકે જે ત્રિકાળી ચીજ છે જિનસ્વરૂપ, વીતરાગ સ્વરૂપ, ભગવત્ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ એ જિનસ્વરૂપ. એનો આશ્રય લઈને જે અનુભૂતિનો વીતરાગ પર્યાય પ્રગટ થાય, તે અનિત્ય છે, ક્ષણિક છે, અવસ્થા છે. તો સ્યાત્ પદ કરી કથંચિત્ ત્રિકાળી નિત્ય છે. અને પર્યાયની અપેક્ષાએ તે અનિત્ય છે. સમજાય છે કાંઈ ? આહાહા! જૈનધર્મ એટલે સર્વવ્યાપક એટલે એ જિનસ્વરૂપ જ ભગવાન આત્મા, એ તો કહ્યું 'તું ને “ઘટ ઘટ અંતર જિન વસે.' જિનસ્વરૂપ જ પ્રભુ છે. વીતરાગ સ્વરૂપ જ છે. આહાહા ! એ નિત્ય છે. અને એનો અનુભવ કરવો એ અનિત્ય છે. તો સ્યા નિત્ય ને સ્યાત્ અનિત્ય એ રીતે કહે છે. છતાં એ નાશ કરનારો સ્યાત્ છે.
“જિનવચંસિ રમંતે હવે જિન વચનમાં રમે એટલે શું? જિનવચનમાં કહેલું જિનસ્વરૂપ જે આત્મા એમાં જે રમે, રમે એ પર્યાય થઈ, ત્રિકાળી સ્વરૂપ તે નિત્ય થયું, આહાહાહા ! અને જે ત્રિકાળી સ્વરૂપ છે, માર્ગ બાપા જુદી જાત છે. આ જૈનધર્મ કોઈ પક્ષ નથી કોઈ વાડો નથી. એ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. ભગવાન આત્મા! આહાહા ! મુક્ત જિનસ્વરૂપે બિરાજમાન છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com