________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯O
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ત્રિકાળના વિષયની દૃષ્ટિવાળાની અપેક્ષાએ, વર્તમાન પર્યાયને જોનારી છે એથી શુદ્ધનય નહીં, એ વ્યવહારનય છે. આહાહાહા ! અરે ભગવાન તો મહાવિદેહમાં બિરાજે છે, બધી વાતો પ્રભુ તો કરે છે ત્યાં. આહાહા !
આહાએવો વ્યવહારનય, વિચિત્ર એટલે ઓલામાં પ્રતિવર્ણિકા હતું-એકરૂપ સુવર્ણનું એકરૂપ, એમ કેવળજ્ઞાનીનું એકરૂપ પૂરણ શુદ્ધતાનું પૂરણ એકરૂપ એ શુદ્ધનય પૂરણ થઈ ગઈ એમ. આશ્રય લેવો બંધ થઈ ગયો શુદ્ધનો. એથી પૂરણ થઈ ગઈ. અને તે કાલ કીધું ને આસવના અધિકારમાં, કાલ બતાવ્યું 'તું. કે શુદ્ધનયની પૂરણતા કેવળજ્ઞાનમાં થાય છે. એનો અર્થ? કે એને હવે આશ્રય લેવો રહ્યો નથી. એથી એની પૂરણ દશા પ્રગટ થઈ એને પણ શુદ્ધનય કહેવામાં આવે છે. છે તો પ્રમાણ. આર. આ.
એમ અહીંયાં ત્રિકાળી ભગવાન પ્રભુનું અવલંબન લઈને, એ નિશ્ચય છે. આંહી શુદ્ધનયા પ્રગટયો છે અંશે એને પણ-અનુભવને પણ શુદ્ધનય કહેવામાં આવે છે. પણ ઈ એ કઈ અપેક્ષાએ? શુદ્ધપણાને આશ્રયે શુદ્ધપણું પ્રગટયું છે ઈ અપેક્ષાએ. પણ જ્યાં બીજી અપેક્ષા લઈએ કે ત્રિકાળને જોનાર તે નિશ્ચય છે, અને પર્યાયને જોનાર તે વ્યવહાર છે. એ અપેક્ષા લેતાં એ શુદ્ધતાનો અંશ અને અશુદ્ધતાનો અંશ એ બેયને જાણેલો પ્રયોજનવાન વ્યવહારનય છે. આહાહાહા ! એવું છે.
(શ્રોતા જાણે કે સહજ જણાય જાય?) જાણવાનું હોય છે તે કાળે, બહુ લાંબી વાતું કરવા જઈએ તો પકડાય નહીં એટલે... ખરી રીતે જોઈએ તો નિશ્ચયનું જ્ઞાન જ્યાં થયું છે તે વખતે પર્યાય જ્ઞાનની અપર પ્રકાશકની છે તેવી જ પર્યાય પ્રગટે; એ તો ઘણી વાતું આવી ગઈ છે આ તો બધીય એક હારે કાંઈ... એ ખરેખર તો જેટલો રાગભાગ છે અને જેટલો શુદ્ધનયનો અંશ ઊઘડેલો છે, એને પર્યાય તરીકે જાણવું એવો તે વખતનો જ્ઞાનનો પર્યાય સહજ, એ છે માટે થયું છે એમ નહીં. એ સ્વપર પ્રકાશકની પર્યાય જ એ વખતે એવી જાતની થાય છે. આહાહાહા! શું એનો મારગ? શું એનાં ફળ! આહાહા ! શું એની કળા ને શું એની રીત પ્રભુ! આહાહા!
અહી સુધી તો આપણે આવી ગયું તું. આ તો વધારે સ્પષ્ટ માટે છે. બાપુ! એ મારગડા નાથ પ્રભુ! અપૂર્વ છે ભાઈ, એ બહારની પ્રવૃત્તિ અને ક્રિયાકાંડમાં રોકાઈને, એમાંથી ધરમ માનીને આ વસ્તુ રહી ગઈ. આહાહા! મહિમા અને બહારની રહી ગઈ.
જે રાગ આવે સમકિતીને એ પણ વ્યવહારનયનો વિષય જાણીને, જાણેલું છે પ્રયોજનવાન હવે એને અજ્ઞાનમાં રાગની ક્રિયાને ધરમ માની અને સાધન માનીને એનાથી શુદ્ધતા થશે, બહુ વિપરીત દેષ્ટિ છે. આહાહાહા ! સમજાણું કાંઈ?
છોકરાઓને સમજાય એવું છે હોં, છોકરાંઓએ ધ્યાન રાખવું. ઝીણી વાત આવે છે માટે, આ તો આત્મા આઠ વરસે તો કેવળજ્ઞાન પામે છે. આહાહા !
ચૈતન્યના સ્વભાવથી ભરેલો ભગવાન એવી કેવળની પર્યાયો તો જેના જ્ઞાનગુણમાં તો અનંતી પડી છે. આહાહા ! એ આઠ વરસની ઉંમરવાળું શરીર / શરીરની ઉંમર છે ને? એ અંદરમાં કેવળજ્ઞાનને જોવે છે-કેવળ એટલે ઓલી પર્યાય નહીં–એક આત્મજ્ઞાન જેમાં અનંતી કેવળી પર્યાયો જેમાં પડી છે. એવા અસાધારણજ્ઞાનને જોતાં, આવે છે ને ભાઈ પ્રવચનસારમાં પ્રવચનસારમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com