________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ મૂળ વાતની વાત ઘટી ગઈ અને ઉપરના ક્રિયાકાંડો ને મરી ગયા ધુસાઈને એમાં ને એમાં થઈ રહ્યું. લ્યો, ચીજ શું છે અને એના ભેદ શું નયના છે ને. એ બે નય શું છે અને એનો વિષય શું છે અને બેનો વિરોધ શું છે. આહાહા ! એ વસ્તુ છે ને ભગવાન આત્મા! પૂરણ શુદ્ધ ચૈતન્ય ઘન!અભેદ એકરૂપ! એ તો નિશ્ચયનો વિષય છે, અને તેનો જ એક વર્તમાન અંશ, ત્રિકાળ નહીં પણ વર્તમાન અંશ અને રાગ આદિ, દ્વેષ આદિ એ વ્યવહારનયનો વિષય એટલે વ્યવહાર તેને જાણે છે, નિશ્ચય આને જાણે છે. આહાહા !
પરસ્પર વિરોધ છે, એ વિરોધને નાશ કરનારું સ્યાસ્પદ અંક સ્યાત્ પદથી ચિદ્વિત્ લક્ષણ છે. અપેક્ષાથી કહેવું જેનુ લક્ષણ છે, ત્રિકાળને જાણે તે નિશ્ચય છે, પર્યાયને જાણે તે વ્યવહાર છે. એવું કથંચિત્ નિશ્ચય અને કથંચિત્ વ્યવહાર બેયનું જ્ઞાન જિન વચન કરાવે છે. “જિન વચનસિ રમંતે' જિન ભગવાનનું વચન વાણી તેમાં જે પુરૂષો રમે છે. હવે આમાંથી લોકો એવું કાઢે છે કે જિન વચનમાં રમે છે એટલે નિશ્ચયનય અને વ્યવહારનય બેયમાં રમે છે. આમ કહ્યું ને? જિન વચન(બેમાં એક હારે રમી શકાય જ નહીં) એમ હોઈ શકે જ નહીં–કળશ ટીકાકારે જિન વચનસિ રમે તેનો અર્થ જ એ કર્યો છે, કે જિન વચનમાં આત્મા ત્રિકાળી છે તે ઉપાદેય કહ્યો છે તેમાં જે રમે, જિન વચન તો જડ છે. એમાં રમવું શું? જિન વચનતિ રમંતે એમાં રમવું તે શું? અને બીજી રીતે જિન વચને બેય કહ્યા છે, નિશ્ચય અને વ્યવહાર, તો બેયમાં રમવું એ શી રીતે શું? આહાહા ! સમજાણું કાંઈ? એટલે સ્યા કથંચિ ત્રિકાળી છે વસ્તુ તે નિશ્ચય છે અને વર્તમાન પર્યાયનો અંશ તે વ્યવહાર છે. એમ કહીને ત્રિકાળીમાં રમવું એમ જિન વચનમાં કહ્યું છે. આહાહા!
આમાંથી એ કાઢે છે ઘણાં, પણ આ કળશ ટીકાકારે તો ચોકખું કહ્યું જિનવચનસિ રમંતે - કળશ ટીકાકાર એની ગાથાના અર્થમાં જ એ કહ્યું છે, જિન વચંસિ (કળશટીકા છે ને રાજમલજીની) રમતે એટલે વીતરાગે જે પૂર્ણ શુદ્ધ ચૈતન્યને ઉપાદેય કહ્યો, એ જિનવચન છે. એણે વાણીમાં રમવું નહીં પણ જિન વચનમાં કહેલો આવો જે આત્મા, આહાહા ! એમાં રમવું, એમ જિન વચનસિ રમન્તનો અર્થ છે. હવે એના ત્રણ અર્થ કરે. એક તો કહે કે જિન વચનમાં રમવું, તો વાણીમાં રમવું એ તો વસ્તુ છે નહીં, પછી બીજો કહે જિન વચનમાં બે કહ્યા છે નિશ્ચય અને વ્યવહાર, બેયમાં રમવું, આ એક શબ્દમાંથી ત્રણ અર્થ ઉભા થાય છે. શું કહ્યું? કેજિન વચનસિ રમતે એટલે વાણીમાં રમવું. તો વાણીમાં રમવું શું? વાણી તો જડ છે, ભાષા તો આવી છે.
બીજો એમ કહે કે જિન વચને તો બેય નય કહ્યા છે બેયમાં રમવું એમ નથી. પણ બે નય કહ્યા છે એ બેયને જાણવા, જાણવા, જાણવાની અપેક્ષાએ બેય એક છે. પણ આદરવાની અપેક્ષાએ એક ત્રિકાળી આદરણીય છે, વર્તમાન (પર્યાય) હેય છે. આહાહા! આવું શું થાય ! માણસ પોતાની કલ્પનાથી અને પોતાની વાતમાં જે દૃષ્ટિ પડી હોય એ દૃષ્ટિમાં લઈ જવા માગે છે. જિન વચનમાં વર્તમાનમાં બધા આ કહે છે, નિશ્ચય અને વ્યવહાર બેય કહ્યા છે, જુઓ માથે ન આવ્યું? નિશ્ચય વ્યવહાર બે નયોને વિષયના ભેદથી વિરોધ છે. વિરોધને નાશ કરનારું સ્યાત્ પદથી એ જિન ભગવાનનું વચન છે. તેમાં કથંચિત્ નિશ્ચય અને કથંચિત્ વ્યવહાર બેય કહ્યો છે, એમાં રમવું એમ એ કહે છે. એમ નથી. ભાઈ ! બેમાં રમાય જ નહીં. રાગમાંય રમે અને સ્વરૂપમાંય રમે બેય એ કેમ થાય?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com