________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્લોક – ૪
૫૧૧
પ્રવચન નં. ૪૯ શ્લોક - ૪
તા. ૧-૮-૭૮ उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चै
रनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।४।। એ અર્થનું કળશ રૂપ કાવ્ય ટીકાકાર હવે કહે છે. કળશ: “ઉભયનય વિરોધ ધ્વસિનિ”_ નિશ્ચય અને વ્યવહાર બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે, શું કહે છે નિશ્ચયનય છે અને વ્યવહાર છે, એ બે પડયા માટે બેયનો વિષય વિરોધ છે, નિશ્ચયનો વિષય ત્રિકાળ છે વ્યવહારનો વિષય વર્તમાન છે, બે નય જ વિરોધ છે. વિરોધ ન હોય તો બે પડે નહિ બેય ત્રિકાળને જાણે કે બેય પર્યાયને જાણે અથવા બેય ઉપાદેયને માને બેય તો એ નયના ભેદ બે પડયા કયાંથી?
એક નય નિશ્ચય સ્વને ત્રિકાળને ઉપાદેય જાણે, અને વ્યવહારનય રાગ આદિને પર્યાય આદિને હેય જાણે, જાણવાનું, પણ હેય તરીકે જાણે. આહાહા ! કેમ કે બે નયનો વિષય બે નયો છે, નય એટલે જ્ઞાનનો અંશ અને તેનો વિષય બે છે ભિન્ન. નિશ્ચયનયનો વિષય છે ત્રિકાળ, વ્યવહારનયનો વિષય છે વર્તમાન પર્યાય અને રાગાદિ. આહાહા ! અરે આવું શીખવું ને આવું, એ કરતાં ઈચ્છામિ પડિકમણું દરીયાવિરીયા! જયસુખભાઈ !મિચ્છામિ દુકકડે જાવ ! ઠાણાઉઠાણું ! એક સ્થાનથી બીજે સ્થાને–આ કૂતરા આવે છે ને પછી ઉઠાડે છે ને? પછી ઠાણે ઉઠાણું નથી આવતું? એ સંપ્રદાયમાં એક સ્થાને જીવ હોય ત્યાંથી બીજે ઠેકાણે ફેરવવો. એમ તો પોતામાં એણે લૂગડા ઉપર ચઢયો હોય તો પૂંજવા સિવાય બીજો કોઈ ઉપાય ન મળે. એ એનું સ્થાન છોડીને આમ જાય. છોટાભાઈ ! ઈચ્છામિ પડિક્કમણું! કર્યું તું કે નહીં? કર્યું તું આવે છે કે નહીં એમાં? ઠાણાં ઉઠાણાં, જીવીયાઉ વઉશવીયા શ્વેતાંબરમાં આવે છે–પહેલું નમો અરિહંતાણે, બીજા તિષ્ણુતો, ત્રીજો ઈચ્છામિ ચોથો તરસઉતરી, પાંચમો લોગસ્સ, છઠ્ઠો કરેમિ ભંતે અને સાતમું નમોથુછું. કેમ, સુજાનમલજી! કર્યા 'તા કે નહિ સાત? અમે તો દશ વર્ષની ઉંમરથી કર્યું હતું આવું બધુ. પાઠશાળામાં! જૈનશાળામાં ! આહા!
નયોને વિષયના ભેદથી, બે નયોના, આહાહા! એક નિશ્ચયનય અને એક વ્યવહાર, બેનો વિષય ભિન્ન છે, માટે એના વિષયમાં વિરોધ છે. બે નય જ વિરોધ વિષયવાળી છે. નિશ્ચયનયનો વિષય ભગવાન પૂર્ણાનંદનો નાથ અભેદ ત્રિકાળ છે, વ્યવહારનયનો વિષય તેનો જ વર્તમાન અંશ ને રાગ, એ વ્યવહારનયનો વિષય છે. હવે વળી બે નય ને એનો વળી વિષય અને એનો વિરોધ શું આ તે વાત? બાપુ! વસ્તુનું સ્વરૂપ એવું છે ભાઈ ! જે જ્ઞાનનો અંશ ત્રિકાળને જાણે તેને નિશ્ચય કહીએ, જે જ્ઞાનનો અંશ વર્તમાનના પર્યાયના અંશને ને રાગને જાણે તેને વ્યવહાર કહીએ. વસ્તુ એ છે કે નહીં? ત્રિકાળે ય છે અને પર્યાયે ય છે ને રાગે ય છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com