________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કરના એવી ચરણાનુયોગમાં વાત આવે, પણ ઉસકા અર્થ કયા?
સન્મુખ હોકર અસ્થિરતા રહેતી હૈ, તો ઐસા વિકલ્પ આતા હૈ, પણ વો વિકલ્પ આદરણીય નહીં. આદરણીય તો ત્રિકાળી જ્ઞાયકભાવ, વીતરાગભાવ ઉત્પન્ન હોનેમેં કારણ હૈ. માટે આદરણીય હૈ. આહાહા! અને ઉસમેંસે વો ભી નીકલા કે વીતરાગભાવ(કા) તાત્પર્ય, તો ત્રિકાળકે આશ્રયસે હોતા હૈ. તો વ્યવહારકે આશ્રયસે તો વીતરાગતા નહિ હોગી તો વ્યવહાર હેય હો ગયા. જાનને લાયક હો ગયા. જાનને લાયક, જાનને લાયક હૈ એ ઈતના. આહાહા ! ગજબ વાત છે, નિશ્ચય ને વ્યવહારની સંધિ.
અહીં તો બહારમાં અપવાસ કર્યા ને ભક્તિ કરી ને પૂજા કર્યાને પાંચ પચ્ચીસ લાખ ખર્ચ કિયા ને હો ગયા ધર્મ. ધૂળમેંય ધર્મ નહિં. ધર્મ કૈસા ન્યાં. ત્યાં તો કદાચિત્ રાગકી મંદતા, કિયા હો તો વો પુણ્ય હૈ, રાગ હૈ, એ કાંઈ ધર્મ નહિ. આહાહાહા! શેઠ! આવો માર્ગ હૈ! આહાહા ! આવો કેવો અર્થ કર્યો કહે છે? આણે વળી શું કર્યું હશે? આહાહા! જિનવચન, વીતરાગકા વચન, વીતરાગતા પ્રગટ કરનેકા વચન, વાચ્ય. આહાહા ! રાગ તો અનંતબૈર પ્રગટ કિયા. વો કોઈ જિનવચન શાસ્ત્રકા તાત્પર્ય નહી કાંઈ. વ્યવહાર-વ્યવહાર એકીલા આતા હૈ. એ કોઈ શાસ્ત્રકા તાત્પર્ય નહિ. આહાહાહા !
સમકિતીકો ભી વ્યવહાર આતા હૈ એ કોઈ શાસ્ત્રકા તાત્પર્ય નહિ. આહાહાહા ! સમજમેં આયા? આહા! ભગવાન ત્રિલોકનાથ ! સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર ! ઉસકી દિવ્યધ્વનિ ઓમ કાર ધ્વનિ “મુખ ઓમ કાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે, રચી આગમ ઉપદેશે ભવિક જીવ સંશય નિવારે.” પણ આ, સંશય નિવારે એટલે કે મિથ્યાત્વ ટાળે એટલે રાગની એકતા ટાળે ને વીતરાગતા કરે. આહાહાહા ! તે ચારેય અનુયોગોમાં આગમની ગણધરે રચના કિયા ઉસમેં. આહાહાહા ! શું શૈલી ! શું શૈલી ! ગજબ શૈલી ! ચારેય કોરથી મેળવો તો એટલો આમ મિલાન થઈ જાય છે. આહાહા ! કે ૧૧ મી ગાથામાં કહા ૧૨ મીમાં અહિં કહા - ૧૧ મીમેં કહા કે ત્રિકાળી ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એ પરમાત્મા હૈ ને ઉસકા આશ્રય કરો, ઉસકા અવલંબન કરો. આહા ! એ આલંબન વો વીતરાગતા ઉત્પન્ન હોનેકા કારણ હૈ. વીતરાગી સ્વરૂપ ત્રિકાળી હું ઉસકા આલંબન, એ વીતરાગકી પર્યાય ઉત્પન્ન કરનેકા કારણ હૈ. આહાહાહા ! વ્યવહાર બીચમેં આતે હૈ, યે જૈનશાસનકા વીતરાગ વાણીકા તાત્પર્ય નહિ હૈ. આહાહાહા ! એ તો બિચમેં પુરુષાર્થકી કમજોરીસે આતા હૈ. એ કોઈ શાસ્ત્રકા તાત્પર્ય નહીં. આહાહાહા ! વ્યવહાર એ કોઈ શાસ્ત્રકા તાત્પર્ય નહીં. આહાહા ! સારા શાસ્ત્ર કરોડો અબજો, આહાહા ! એક આચારાંગના અઢાર હજાર પદ, ઓર એક પદમેં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક, એક આચારાંગ સુત્ર પહેલું ૧૮ હજાર પદ, એક પદમેં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક, ઐસા-ઐસા ડબલ છત્રીસ હજાર સૂયગડાંગ, ૭૨ હજાર પણ એ સબ શાસ્ત્ર ને બાર અંગ. આહાહાહા ! એ સારા ૧૨ અંગ ને ૧૧ અંગકા કહેનેકા તાત્પર્ય ક્યા હૈ? કે જે અનંત કાળમેં સ્વકા આશ્રય લેકર વીતરાગતા પ્રગટ કિયા નહીં. એ સ્વકા આશ્રય લેકર વીતરાગતા પ્રગટ કરના વો સારા તાત્પર્ય હૈ. આહાહા ! સમજમેં આયા? લ્યો આ બીજી રીતે આવ્યું વાત આજે હિન્દીમેં ભાઈ આવ્યા છે ને, ભાઈ ! આ બહુ સરસ વાત છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com