________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્લોક – ૪
૫૧૩
એટલે રમવા યોગ્ય એવી ચીજ જે ત્રિકાળ છે એમાં ૨મવું એને ઉપાદેય કરીને ભગવાને ઉપાદેય કહ્યું છે, ત્યાં ૨મવાનું કહ્યું છે એ કળશટીકામાં અર્થ છે પણ અત્યારે અહીં નથી, ત્યાં છે. સમજાણું કાંઈ ? પૂંઠા કાલ ચડાવ્યા છે કોકે બીજાએ એટલે આવું જ પૂંઠું એનું. કાલે, કળશ ટીકા જોતી ’તી સવા૨માં, નહોતી . મેં કીધું કોણ લઈ ગયું ? પછી કીધું કો 'ક પૂંઠું ચડાવવા લઈ ગયેલા, કોઈ બેનું દિકરીયું લઈ જાય છે પૂંઠું ફેરવવા સવારમાં. ઓલું પૂઠું હતુંને ઝરીનું.
શું કહ્યું આ ? ‘ સ્યાત્ ' અપેક્ષાએ ભગવાનનું કથન ત્રિકાળ છે તે સત્ય છે અને વર્તમાન પર્યાય તે અસત્ય છે એમ કીધી. પણ એ અપેક્ષાથી કહ્યું છે, કેમકે ત્રિકાળનો સત્યનો આશ્રય લેતા સમ્યગ્ થાય છે, માટે તેને સત્ય કહ્યું અને આને આશ્રયે થતું નથી માટે તેને અસત્ય કહ્યું. પણ એ ગૌણ કરીને નથી એમ કહ્યું હતું, પર્યાય નથી જ એમ કરીને અસત્ કહ્યું છે એમ નથી. આહાહા ! આમાં નવા કયાં આમાં કોણ, ૨ળવું ને ખાવું પીવું ને ભોગ, મરીને જાવું પાછું ઢો૨માં. થઈ રહ્યું જાવ. આહાહાહા ! અ૨૨૨ ! ( શ્રોતાઃ– ત્યાં તો કમાવું નહીઃ ને એકલું ખાવું ) અરેરે ! શું થાય બાપુ ? ભલે પાંચ પચીસ લાખ મળ્યા હોય ને ધૂળ પણ મરીને ઢો૨માં જવાના ઈ. પશુ થવાના. ધંધા એકલા આખો દિ ' ૨ળવું ને ભોગ, પાપ, પાપ ને પાપ. આહાહા ! ડગલે ને પગલે પાપ છે સંસા૨માં તો. ધર્મ તો નથી પણ પુણ્યેય નથી ત્યાં, આહાહા ! અરેરે ! બાયડી સામું જોવું, છોકરાં સામું જોવું, દુકાન સામે જોવું, દુકાનના નોકરો શું કામ કરે છે, એ જોવું અને મારે આ શું કામ કરવાનું છે એ જોવું. એ માથાકૂટ પાપની હાલી. સવારની પરંપરાથી. અરેરે ! એને પુણ્યનો વખત મળે નહીં. જેમાં ગતિ કાંઈક મનુષ્યની કે દેવની મળે, એવો વખત મળે નહીં એને ધર્મનો વખત, બાપુ ! એ તો બહુ અલૌકિક વાતું ભાઈ !
એને તો વિકલ્પથી પણ પાર પ્રભુ ! આહાહાહા ! એ વિકલ્પ જે ગુણ ગુણીનો ભેદ વિકલ્પ પણ પ્રવૃત્તિથી પાર વસ્તુ છે. આહાહાહા ! કયાં જાવું એને કેટલી નિવૃત્તિ હોય બાપુ ! આહાહાહા ! જેને વિકલ્પ પણ બોજો લાગે. આહાહા ! એ બોજાનો ભાર કાઢી હળવી શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં દૃષ્ટિ કરવી. આહાહા ! આવો માર્ગ છે પ્રભુ દુનિયાએ, વીતરાગ માર્ગને બગાડી મારી નાખ્યો, ચૂંથી નાખ્યો છે. આહાહા ! શું કરે પ્રભુ ! બાપુ ! આ જિન વચનમાં રમવું એનો આ અર્થ કરે છે કે નિશ્ચયમાં પણ ૨મવું અને વ્યવહા૨ પણ ક૨વો, જિનવચનમાં બેય કહ્યું છે ને ? એમકે એવો અર્થ કરે છે. અરે પ્રભુ ! આહાહા !
જિન વચનમાં તો ત્રિકાળી જ્ઞાયકને જ ઉપાદેય કહ્યો છે. અને પર્યાયને, રાગને તો હૈય કહ્યો છે, અસત્યાર્થ કીધી ને ? પણ અસત્યાર્થનો અર્થ કે છે, પણ આશ્રય કરવા લાયક નથી, એ અપેક્ષાએ તેને અસત્ય કીધી પણ છે. એને અસત્ય કીધી. આહાહા ! પણ એ બેયમાં રમવું એ જિન વચનમાં બે નય કીધી છે. વીતરાગે બે નય કીધી છે, ને બેયમાં ૨મવું એવો એનો અર્થ નથી પ્રભુ અહીંયાં. આહાહા ! આવા અર્થ એ કરે છે. જિનવાણીમાં બેય આવ્યું છે, નિશ્ચય અને વ્યવહા૨. બેયમાં રમવું એવો અર્થ કરે છે ને પંડિતો અત્યારે, ભાઈ એમ નથી બાપુ ! ( શ્રોતાઃ જિનવાણીમાં ઠેય ને ઉપાદેય બેય આદરવા લાયક હોય ?) એ હેય ઉપાદેય એમ નહીં, બેય જાણવા લાયક છે કે નહીં. જાણવા લાયક બેય છે કે નહીં માટે બેય આદરવા લાયક છે. જાણવા લાયક છે પણ એક તો ઉપાદેય તરીકે જાણવા લાયક છે, અને એક હેય તરીકે જાણવા લાયક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com