________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
એ વાત, ચર્ચા થઈ ગઈ 'તી એક માણસ કોઈ બ્રહ્મચારી હતો ને એની હારે.... આ કહે આ તો જ્ઞાન જ એવું પ્રગટે છે. જાણેલો પ્રયોજનવાન એટલે નવું જાણવું ઉપયોગ મૂકીને એવું ન્યાં નથી. આહાહા! ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ એનું જ્યાં જ્ઞાન થયું પર્યાયમાં, તો ઈ પર્યાયમાં જ્ઞાન સ્વનું પણ આવ્યું અને તે કાળે રાગનો ભાગ પણ બાકી છે તેનું પણ જ્ઞાન ત્યાં પરપ્રકાશક એની હારે પ્રગટે છે. કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે.
જેમ અજ્ઞાનીના જ્ઞાનમાં પણ સ્વદ્રવ્ય જ પ્રકાશે છે એમ જ્ઞાનીના જ્ઞાનમાં વ્યવહાર જ પ્રકાશે છે, સ્વ તો પ્રકાશે છે જ, એ ઉપરાંત! આહાહા ! સમજાણું કાંઈ?
ઓહો ! આવો મારગ ! અરે ! સાંભળવા ન મળે આ મનુષ્યપણું ચાલ્યું જાય છે. આહાહા ! એની એક એક પળ! આહાહાહાહા !
જ્યાં સુધી પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી વ્યવહાર જાણવો... એવું જ સ્વરૂપ એનું છે. વ્યવહારને જાણે એવું જ એનું સ્વરૂપ છે. એટલે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવામાં આવે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
એવો સ્યાદવાદ મતમાં શ્રીગુરુઓનો ઉપદેશ છે. કુંદકુંદાચાર્ય આદિ સંતો ! દિગંબર મુનિઓ ! જે આત્મજ્ઞાની અનુભવી ચારિત્રમાં, એવા શ્રીગુરુઓનો આ ઉપદેશ છે. કે જ્યાં સુધી આત્માને શુદ્ધનયનો વિષય દ્રવ્ય છે પણ એની પર્યાયમાં પ્રાપ્તિ જ્યાં સુધી શુદ્ધની ન થાય ત્યાં સુધી તેને નીચલા દરજ્જામાં વ્યવહાર આવે, અને વ્યવહાર આવે તે જાણવા યોગ્ય છે એમ જાણે આદરવાયોગ્ય છે એમ છે નહીં. આહાહાહા !
આવું અપેક્ષાથી કહ્યું છે, વ્યવહારને અસત્યાર્થ કહ્યો ઈ અપેક્ષાથી કહ્યું છે એમ, મુખ્યને નિશ્ચય કહીને એની દૃષ્ટિ કરાવવા અસત્યાર્થ કહ્યો, સત્ય આને કહ્યું ને એને અસત્યાર્થ કહ્યો. અસત્યાર્થ માનીને, શુભ જ છોડી દ્ય અને શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ જ નથી તો ભ્રષ્ટ થઈ જશે. આહાહા !
વસ્તુની મર્યાદાની દશા જ આવી છે. એ કંઈ ભગવાન કહે છે માટે આવું થાય છે એમ નથી. આહાહાહા ! વસ્તુના સ્વરૂપની સ્થિતિ જ આવી જાતની છે. આહાહા! કે પૂરણ સ્વરૂપને જાણે, ત્યારે એને સમ્યગ્દર્શનજ્ઞાન થાય, તે જ કાળે તેને તે પર્યાયમાં રાગ આદિ બાકી છે તેનું પણ જ્ઞાન થાય જ હારે. સમજાણું કાંઈ? એ એને વ્યવહારે જાણેલો પ્રયોજનવાન કહ્યું, બાકી તો ત્રણસો વીસ ને ઓગણીસ ગાથામાં તો એમ લીધું છે, કે ધર્મી જીવને આત્મજ્ઞાન થયું અને જ્ઞાયકભાવ છે ઈ આવ્યો, એ તો એ ઉદયને પણ જાણે જાણે, આ વ્યવહારને જાણે, નિર્જરાને પણ જાણે, આહાહાહા ! બંધને પણ જાણે, મોક્ષને પણ જાણે. એ તો જાણનાર ચૈતન્યમૂર્તિ જ્ઞાયક રસ છે. એ તો બેયને જાણે જાણે જાણે !!
એ નિર્જરા કરે ને ઉદય કરે ને, આહાહાહા!એવું કયાં છે? જાણનાર ભગવાન જ્ઞાયકમાં એવું કયાં છે? એ તો બંધને જાણે, મોક્ષને જાણે. એ બંધને કરે ને મોક્ષને કરે એમેય નહીં. આહાહાહા ! વસ્તુ છે ઈ પોતે પર્યાયને કરે-બંધની ને મોક્ષની પર્યાયને કરે એમ નથી. થાય છે, તેને સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક તો ધ્રુવ છે, પણ તેનું જે જ્ઞાન થયું છે સ્વપરપ્રકાશક તેમાં, એને જાણે છે. આહાહા! એવું જ વસ્તુનું વાસ્તવિક વસ્તુ સ્વરૂપ છે. એવું ભગવાને કહ્યું છે. આહાહા!
લ્યો, બારમી ગાથા પૂરી થઈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com