________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સમ્યગ્દર્શન થયા પછી, વસ્તુને જાણી જોઈ અનુભવી. ઓહોહો ! આ તો અમૃતનો સાગર. જેના અંશના નમૂનામાંથી, આખો આત્મા આ તો અમૃતનો સાગર પ્રભુ! અરે હું કયાં ગયો તો? આને છોડીને હું કયાં રહ્યો હતો? હવે.. રાગને છોડીને હું આંહી જાઉં છું હવે. આહાહાહા ! એવી જે દૃષ્ટિ થઈ અનુભવ થયો, એ તો નિશ્ચયના લક્ષે થયો માટે નિશ્ચય થયું. પણ... એને જ્યાં સુધી પર્યાયમાં, શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ ન થાય, એકધારા શુદ્ધોપયોગની પ્રાપ્તિ ન થાય, શુદ્ધઉપયોગમાં સમકિત થયું, જ્ઞાન થયું પણ એ શુદ્ધ ઉપયોગ લાંબો કાળ રહે નહીં. સમજાણું કાંઈ ? એને શુભ આવે, અશુભેય આવે. આહાહાહા ! પણ... એ શુભમાંથી આગળ જઈને એકલો શુદ્ધ ઉપયોગ ન થાય ત્યાં સુધી આવો શુભ ભાવ આવે. એને જ્ઞાનની પર્યાય તે સમયની સ્વને અને તેને જાણવાની યોગ્યતાથી જ પ્રગટ પર્યાય થાય. એને નવું બીજું જાણવું છે એમ કાંઈ છે નહીં. આહાહા !
શું કહ્યું છે ? એ જ્ઞાન જે સ્વભાવનું થયું, એમાં જે જ્ઞાનની પર્યાય થઈ. એ સમયે જ્યારે શુદ્ધ ઉપયોગ અંતરમાં છે, બહારમાં તો છે નહીં. ભલે અંદર અબુદ્ધિપૂર્વક અંદર રાગ છે, છતાં રાગ તરફનો ઉપયોગ નથી, પણ છતાં તેના જ્ઞાનની દશા તે કાળે પણ સ્વને જાણે છે અને એ રાગ છે તેને અવ્યક્તપણે પણ અંદર જાણવાની પર્યાય થાય છે. હવે બહાર નીકળ્યો અને જ્યારે શુભ ભાવ આવ્યો ત્યારે પણ તે કાળે તેને જાણતી જ પર્યાય સ્વ અને પરને જાણતી તે સમયની તે તે યોગ્યતાવાળી! આહાહા! જેટલો શુદ્ધનો પર્યાય થયો અને જેટલો અશુદ્ધ થયો તેને જાણતું જ્ઞાન જ પ્રગટ થાય છે. એને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે છે. આમ છે પ્રભુ! ઓહો ! શુદ્ધ ઉપયોગ થયો ન હોય, દૃષ્ટિ જેને સમ્યક છે ઈ તો આવું કરે નહીં. સમજાણું કાંઈ? આહાહા ! પણ જેને દેષ્ટિ થઈ નથી ને માન્યું છે કે મને સમકિત થયું અને એ આ શુભ ઉપયોગ છોડી દે, તો તો અશુભમાં જાય. આહાહા !
સમ્યગ્દષ્ટિ જેને ધ્રુવનું જેને ભાન થયું છે, એ તો શુભમાં આવે એને જાણે ઈ શુભ છોડીને અશુભમાં ન જાય. આહાહા ! એ શુભ છોડીને તો શુદ્ધમાં જાય. પણ જેણે માન્યું છે કે અમે સમકિતી છીએ ને શ્રદ્ધા છે અને એને શુભ ભાવને છોડે તો તો અશુભમાં આવીને સ્વચ્છેદી થાય. આહાહાહાહા !
તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદ, ઈ કેમ કહ્યું કે મૂળ તત્ત્વની વિરાધના એ નિગોદનું જ કારણ છે. આહાહા ! તત્ત્વની આરાધના એ મુક્તિનું કારણ છે, તત્ત્વની વિરાધના એ નિગોદનું કારણ છે. અને વચ્ચે જે તિર્યંચ ને મનુષ્ય આદિના ભવ થાય, નરકાદિના એ શુભાશુભ ભાવનું ફળ છે. સમજાણું કાંઈ? આહાહા ! મારગ અલૌકિક છે બાપુ ! આહા!
સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય પૂરણ એમ. શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા ! એટલે દ્રવ્ય નહીં, પર્યાયમાં, પણ આંહી, શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા, તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય પર્યાયમાં, આહાહાહાહા ! શુદ્ધનયનો વિષય તો આત્મા, પણ તેની પર્યાયમાં પ્રાપ્તિ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ જાણેલો પ્રયોજનવાન છે. એ પ્રયોજનવાન છે એટલે એવું એવું જ્ઞાન જ એને જાણતું પ્રગટ થાય. આવી વાત છે ભાઈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com