________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તો આયુષ્ય વધે, ઘણાં હોય છે ને. (શ્રોતા: માન્યતા હોય ને, એમ માનનારા હોય ને) છે. અમારે તો ઘણાં એક હતા ત્રિભુવન વિઠ્ઠલ શેઠ, ડોસા લાઠીમાં લાંબા, આને કાંઈ રોગ નથી ને આ આમ કેમ હાલે છે? હતા વૃદ્ધ હળવે, હળવે આમ રોગ નહીં, નિરોગી. એ કહે કે કેટલાક લોકો એમ કહે છે કે શ્વાસ ઓછા લઈએ, તો આયુષ્ય લંબાય, ને શ્વાસ જો બહુ ઝાઝા લઈએ તો આયુષ્ય ઘટી જાય એમ નથી. શ્વાસ ઉપર આયુષ્ય નથી. આયુષ્યની સ્થિતિ તો જે છે એ છે. આહાહાહા !
નિગોદના જીવ, એક શ્વાસમાં અઢાર ભવ ભાઈ ! શું છે બાપુ! એ વાત. નારકીના જીવને જન્મથી શ્વાસની ધમણ હાલે, આહાહા ! દેવના જીવોને સાગરોપમે, પખવાડિયે એક વ્યાસ આવે. આહાહા ! આ તો સંસારની સ્થિતિમાં આવું સ્વરૂપ છે શ્વાચ્છોશ્વાસનું. આહા !
અને આંહીયાં એક જુઓ તો, એક શ્વાચ્છોશ્વાસમાં, સ્વરૂપનું ભાન કરીને ભવનો અંત લાવે. આહાહા ! અંતર વસ્તુ શુદ્ધ ચૈતન્ય ધન છે એનામાં અંતર જતાં, એક જ સમય લાગે છે. કહે છે. એ તો આવે છે ને “રભસા” સમય એક લાગે, પણ ઉપયોગ અસંખ્ય સમયનો છે ને એટલે અસંખ્ય સમયે એનાં ખ્યાલમાં આવે. આનંદનો અનુભવ ને ! આહાહા ! ઈ એ નારકીને આવે ને શ્વાસો, દેવને પણ દસ હજારની સ્થિતિવાળાનો શ્વાસ લેવો હશે ? અને જેણે એક સાગરોપમે પંદર પખવાડિએ શ્વાસ, આવે. સર્વાર્થસિદ્ધિના તેત્રીસ સાગરવાળા સોળ પખવાડિયા સાડી સોળ પખવાડિયા અને શ્વાસ આવે. આહાહા ! છે આ તે સંસાર તે, સાડી સોળ પખવાડિયા કેટલા થયાં, સાડ સાત મહિના થયાં ને? ( શ્રોતા સવા આઠ મહિના) સાડા આઠ મહીના થયા. સાડા આઠ મહિને, એવો શ્વાસ એકવાર આવે. આહાહા !
એ દેવમાં દસ હજારની સ્થિતિવાળાને કેટલો હશે? જેને સાગરે... પંદર પખવાડિએ એનો પલ્યોપમ તો દસક્રોડાકોડી પલ્યોપમ છે એનો શ્વાસ કેટલો હશે. આહા! અને દસ હજારની સ્થિતિવાળાને શ્વાસ કેવો હશે દેવને, અને નારકીને તેત્રીસ સાગરની સ્થિતિવાળા, આહાહાહા ! એ શ્વાસની ધમણ ! આહાહા !
એવી સ્થિતિમાં પણ અંતમુખ થઈને સમ્યગ્દર્શન કરે છે. ભગવાન બિરાજે છે ને પ્રભુ અંદર ભાઈ ! પૂરણ પરમાત્મસ્વરૂપ તારી પર્યાયની પાસે છે ને! આહાહા ! કાંઈ દૂર નથી. આહાહાહા ! એ પર્યાયને અંતરમાં વાળતાં એવી સ્થિતિમાં પણ એક શ્વાસમાં જેને તો ધમણ હાલતી હોય શ્વાસની. આહાહા ! ઈ તો ઈ સંસારની ગતિની સ્થિતિ છે. ઈ વ્યાસ હું આમ લઈ શકું કે આમ છોડી શકું એવું છે જ નહીં. એ તો જડની પરમાણુની ક્રિયા છે. આહાહા ! પણ એમાં પોતે, પોતાના સ્વરૂપ તરફનો ભવભયનો ડર કરીને, આહાહા! માથેભય, ભવ અનંત અનંત આવા તેં કર્યા. આહાહા ! એવા અનંતા ભવનો, ભયનો ડર કરીને, ભવ-ભયથી ડરી ચિત્ત, ઈ અંતર્મુખ થાય છે. આહાહાહા ! દુઃખથી નહિ, ભવભયથી ભવ માત્ર દુઃખ છે. વળી સ્વર્ગનો ભવ એ ઠીક અને નારકીનો અઠીક, એમે ય નહીં. આહાહાહા !
ભવ માત્રના, ભવના ભયના ડરથી, અરેરે! કયાં અનંતા ભવ અને કયાં હું ભવના ભાવ વિનાનો મારું સ્વરૂપ! આહાહાહા ! ભવ વિનાનું તો ખરું પણ ભવનાભાવ વિનાનું મારું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com