________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૫૦૪
પ્રવચન નં. ૪૯ ગાથા - ૧૨ તા.૧-૮-૦૮ મંગળવાર, અષાઢ વદ-૧૩ સં.૨૫૦૪
બારમી ગાથા એનો ભાવાર્થ, આંહી સુધી આવ્યું છે.
જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનની પ્રાસિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી આ હોય છે. શું? ત્યાં સુધી કે જેમનાથી યથાર્થ ઉપદેશ મળે. આહાહા ! આ પણ શરત આ, જેમનાથી યથાર્થ ઉપદેશ મળે ! એટલી તો એણે પિછાણ પહેલી કરવી પડે ને?
સમ્યગ્દર્શન થયા પહેલાં આવું હોય. છતાં એનાથી સમ્યગ્દર્શન થાય એમ નહીં. સમ્યગ્દર્શન થવા પહેલાં એને જેમનાથી યથાર્થ ઉપદેશ મળે, જેમનાથી યથાર્થ ઉપદેશ મળે. એટલે જેમ જે યથાર્થ ઉપદેશ આપનાર કોણ છે એવું તો એને પહેલું જ્ઞાન હોવું જોઈએ, ભલે અજ્ઞાન છે ત્યાં, પણ એને એ જાતનું તો જ્ઞાન હોવું જોઈએ ને કે યથાર્થ ઉપદેશ કરનાર કોણ છે?
એવાં જિનવચનોનું સાંભળવું-જેમનાથી યથાર્થ ગુણો એવાં જિનવચનો એટલે કે એ વિતરાગભાવને સ્થાપતા હોય એવાં જિનવચનોનું સાંભળવું. જે ઉપદેશક યથાર્થ ઉપદેશમાં વીતરાગભાવને સ્થાપતા હોય, એને જિનવચનો કહીએ ને એને જિનવચનો સાંભળવા.
ધારણ કરવું, સાંભળીને ધારી રાખવું. શું કહે છે? વીતરાગભાવ પ્રાપ્ત કેમ થાય? એમ શું કહે છે એને ધારી રાખવું. તથા જિનવચનોનાં કહેનારા શ્રી જિનગુરુની ભક્તિ. ઓલી જ્ઞાન, શ્રદ્ધાની પ્રાપ્તિ જેનાથી થાય, એ જિનવચનને કહેનારા શ્રી જિનગુની ભક્તિ, વીતરાગી ગુરુની ભક્તિ. આહાહા! જિનબિંબના દર્શન. બધે જિન જિન શબ્દ ત્યાંથી વાપર્યો છે. વીતરાગી ઓલામાં એમ આવ્યું ને, જિનવચનોનું સાંભળવું યથાર્થ ઉપદેશ મળે છે, અને જિનવચનોને કહેનારા જિન ગુરુની ભક્તિ અને જિનબિંબના દર્શન વીતરાગી બિંબ પ્રતિમા ! આહાહા ! જેને માથે શૃંગાર કે વસ્ત્ર તે ન હોય, જેવું જિનસ્વરૂપ હતું ભગવાનનું એવું જિનબિંબ અહીંયા હોય, એનાં દર્શન ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં | એ કંઈ સમકિત છે નહીં, પણ છતાં આવો ભાવ એને હોય, એને પ્રવર્તવું એમ કહેવામાં આવે છે.
પ્રયોજનવાન છે. એટલું તો એને આવે જ. અને જેમને શ્રદ્ધા જ્ઞાન તો થયાં સમકિત થયું જ્ઞાન થયું. પણ સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ, પૂરણ વીતરાગતાની દશા પ્રાપ્ત થઈ નથી. સમ્યગ્દર્શન જ્ઞાન થયું પણ પૂરણ યથાખ્યાત ચારિત્ર કેવળજ્ઞાન થયું નથી. તેમને પૂર્વકથિત કાર્ય, પૂર્વકથિત કાર્ય એટલે ઈ, યથાર્થ જિનભગવાનના વચન સાંભળવાં, ધારવાં, જિનગુરુની ભક્તિ, જિનબિંબના દર્શન ઈ પૂર્વકથિત કાર્ય હોય છે એને સમજાણું કાંઈ?
સમ્યગ્દર્શન જ્ઞાન થયા પછી પણ, આવો વ્યવહાર પૂરણ વીતરાગ નથી એટલે હોય છે.
પદ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ પણ હોય છે. જેટલા પ્રમાણમાં ઈ પરદ્રવ્યનું આલંબન છોડે એટલા પ્રમાણમાં એને અણુવ્રત ને મહાવત હોય છે. એનું ગ્રહણ, સમિતિ, ગુણિ પાંચ પ્રકારની સમિતિ, ગુમિ ત્રણ પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, પંચપરમેષ્ઠીનું ધ્યાનરૂપ, પ્રવર્તન છે એ વ્યવહાર છે ને ઈ શુભ વિકલ્પ છે.
એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી. આહાહા! અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com