________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એને છે માટે જાણવું પ્રયોજનવાન. પુરણને નથી માટે એને જાણવું પ્રયોજન નથી એને અશુદ્ધતા પર્યાયમાં નથી. અહીં તો છે માટે જાણવું પ્રયોજનવાન છે એમ કીધું. આહાહા ! સમજાણું કાંઈ ?
હવે એક એક ગાથામાં આટલી ગંભીરતા ભરી છે. હવે ઘેરે વાંચીને બેસી જાય આખું સમયસાર, એક જણો કહેતો 'તો કે બહુ તમે સમયસારના વખાણ કરો છો તે, ઓહોહોહો! ગાથામાં આમ... પંદર દિવસમાં વાંચી ગયો કહે છે.. આહાહા! (શ્રોતા વાંચી ગયો ને પણ... સમજયો કાંઈ?) એમાં બાપુ પંદર દિ'માં ગોખીને, ગડિયાં ગોખી જાયને સમજ્યા વિના અક્ષર વાંચી ગ્યો એમાં શું થયું પણ? પણ તેમાં ભાવ કઈ અપેક્ષાએ કહ્યો છે તે સમજ્યા વિના વાંચ્યું
ક્યાં? “વાંચે પણ નહીં કરે વિચાર, એ સમજે નહીં સઘળો સાર' એ અમારે આવતું દલપતરામમાં, તે દિ' સીતેર વરસ પહેલાં, કવિ હતા કવિ પરીક્ષા લેનારાં. “વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સઘળો સાર,” વાંચ્યા કરે પણ સમજે નહીં કે આ શું છે? આહાહા!
જ્યાં સુધી શુદ્ધભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી અશુદ્ધનયના વિષય છે એમ કહેવું છે. એનો વિષય છે. શુદ્ધવાળાને એનો વિષય જ નથી એટલે અશુદ્ધનય પ્રયોજનવાન નથી. પણ આંહીયા-આંહીયા એનો વિષય છે. માટે એને જાણેલો પ્રયોજવાન છે. એમ એનો અર્થ છે મૂળ તો. આહાહા !
તેટલું યથાપદવી પ્રયોજનવાન છે “જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાનની પ્રાસિરૂપ” હવે તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ એની વાત કરે છે. ઓલી તો પૂરણ પ્રાપ્તિ થઈ નથી; અને અપૂર્ણપણે શુદ્ધપર્યાય પૂર્ણ નથી ને રાગ છે, એટલે છે એને જાણવું બરાબર છે. પૂરણને તો છે નહીં, છે નહીં એટલે જાણવું પ્રયોજનવાન કયાં રહ્યું? આંહી તો છે એ જાણેલું પ્રયોજનવાન છે. કારણ કે છે તેને જાણવું છે. આહાહા! સમજાણું કાંઈ?
જ્યાં સુધી યથાર્થ, હવે આંહી હેઠલું લીધું / ઈ આંહી ગાથામાં એ કાંઈ નથી પણ એણે નાખ્યું. ગાથામાં તો ફક્ત નિશ્ચયની દૃષ્ટિ જેને થઈ છે અને પર્યાયમાં પૂરણતા થઈ જાય તો એને વ્યવહાર હોતો નથી. પણ અપૂર્ણ રહે તો એને વ્યવહાર છે, એવું એને જાણવું બરાબર જોઈએ. કારણ કે અપૂર્ણ શુદ્ધ છે. અને અશુદ્ધતાનો અંશ સાથે છે તો એને જેમ છે તેમ એણે જાણવું જોઈએ. બસ એટલું સિદ્ધ કરવું છે, કહો દેવીલાલજી! આહાહા! આવું છે ભાઈ વાદવિવાદે પાર પડે એવું નથી પ્રભુ શું કરે? આહા. હા!
હવે આંહી એણે પોતે જયચંદ પંડિતે જરી, સમ્યગ્દર્શન પહેલાં પણ વાત કરી થોડી. પાઠની શૈલીમાં એ નથી. પાઠની શૈલીમાં તો સમ્યગ્દર્શન પામ્યો છે ત્રિકાળનો આશ્રય લઈને, એને જે પર્યાયમાં અશુદ્ધતા ને અપૂર્ણતા છે, એને જાણવું જોઈએ એટલી વાત છે. સમજાણું? પણ એ પામેલો છે ને પૂરતા પર્યાયમાં નથી, અને અપૂર્ણ શુદ્ધને અશુદ્ધતા છે, તે છે માટે જાણે, તે છે એને જાણવું એમ, છે એને જાણવું, એ પ્રયોજનવાન એમ. ઓલાને નથી એને જાણવું પ્રયોજનવાન નથી એમ કીધું. એનો અર્થ. આહાહા!
હવે એક કલાકમાં કેટલી વાતું આવે. આમાં હવે ધંધા આડે ક્યાં દાક્તર ને ઇજેકશન ને આમાં આખો દિ'. આહાહા ! (શ્રોતા: ઇજેકશન મારે ને આયુષ્ય ન હોય તો મારી જાય !) ઓલો મરી ગયો શીવલાલ આંહીનો, શીવલાલ પટેલ હતા એક. એ તો બિચારો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com