________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૫૦૧ દિ' તો હુશિયારીમાં અંદર... આહાહાહા ! પરનું તો એક રજકણને પણ એક પ્રદેશથી આમ બીજે પ્રદેશ ખેસવવાની (ક્રિયા) કરી શકે નહીં આત્મા. (શ્રોતા એમાં તો બેમત છે. એક પરમાણુનું ન કરી શકે?) એ તો અજ્ઞાનીઓ બધા કહે છે એ તો વાત થઈ ગઈ છે. જ્યાં રામવિજયના ગુરુ હતા એની સાથે ચર્ચા થઈ તી. સુમનભાઈને... એમના દિકરા અને જજ આપણાં કનુભાઈ અમદાવાદમાં જજ છે ને આંહીના હીરાભાઈના દિકરા. એ મકાનમાં અમે હતા સવાત્રણ વરસ જજ છે કનુભાઈ, ઈ બે ય જણા ગયેલા, આ કહે કે આત્મા પરનું કરી શકે નહીં. એ કહે કે નહીં. પરમાણુનું ન કરી શકે, શરીરનું કરી શકે. આહાહા ! આવા ને આવા. શું થાય ભાઈ !
શું કરવું એટલે? પરદ્રવ્યનું કરવું એટલે પરદ્રવ્ય પોતાની પર્યાય વિનાનું છે? કે તેનું કરવું થાય? જે સમયે તું કહે છે કે આવું કરવું તો એ દ્રવ્ય શું કાર્ય વિનાનું છે? કે તેનું તું કર! લોજિકન્યાયથી પકડવું પડશે કે નહીં એને! (શ્રોતા: એ તો પોતાનું કામ કરે ને પોતાના ભાઈનું ય કરે) ધૂળમાંય કરે નહીં, અભિમાન કરે. આહાહા! લોકોમાં એમ કહે છે કે એક ગાયનો ગોવાળ એમ પાંચ ગાયનો ગોવાળ એક ગાયને ચરવા લઈ જાય બહાર (વગડામાં), ભેગી પાંચને લઈ જાય તો વાંધો શું? એમ એકનું ઘરનું કરે ને બીજાનું ય કરે પણ આંહી તો કહે છે કે એકેયનું કરી શકતો જ નથી. આહાહા!
આવી વાતું છે અજ્ઞાનપણે કરે તો એ પુણ્ય ને પાપના ભાવો કરે, શુભ અશુભ ભાવ કરે. આંહી કહે છે કે જેને દર્શન, જ્ઞાન, ચારિત્ર પુરણ પ્રાપ્ત થયાં એને અશુદ્ધ હોતું નથી. ઈ વિકારભાવ જ હોતો નથી, એટલે એને અશુદ્ધનય કાંઈ જરૂરતું નથી એટલે છે જ નહીં અશુદ્ધ એમ. આંહી એનો અર્થ જ એ છે કે જેને અશુદ્ધનય નથી, એને જાણવું કયાં રહ્યું. પણ જેને હજી રાગનો ભાગ છે, અને શુદ્ધતા પણ અંશે પ્રગટેલ છે, એને જાણવાનું રહેલ છે. કે હુજી હું અપૂર્ણ છું, પૂરણ મારી દશા છે નહીં, એમ એને જાણેલો, જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહા !
અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાન નથી, પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી જેટલું અશુદ્ધનયનું કથન છે એટલે કે પર્યાયની પૂરણતા નથી અને રાગાદિનો ભાવ છે, તેટલું યથાપદવી પ્રયોજનવાન, જાણેલું પ્રયોજનવાન છે. આહાહા ! જાણેલું પ્રયોજનવાન છે આમ છે. કીધું ને? કે પૂરણ શુદ્ધનય થઈ તેને હવે અશુદ્ધનય નથી માટે તેને અશુદ્ધનય પ્રયોજન નથી. એટલે અશુદ્ધને જાણવું એને છે નહીં, અને આને તો હુજી અશુદ્ધ છે, શુદ્ધપર્યાય છે ને અશુદ્ધ રાગ છે, બેય ભેગાં છે, એથી એને તે કાળે તેટલું તે પ્રકારે છે એમ એને જાણેલું પ્રયોજનવાન છે.
પૂરણ થયા ને અશુદ્ધ પ્રયોજન નથી એનો અર્થ શું થયો? કે એને અશુદ્ધ નથી. નથી તેથી પ્રયોજન નથી. આને અશુદ્ધતા છે અને જાણેલો પ્રયોજનવાન છે. અશુદ્ધતા છે મારામાં અને શુદ્ધતાની પૂરણતા નથી, એમ એને જાણવું બરાબર યથાર્થપણે જોઈએ. જો એ રીતે ન જાણે તો તીર્થનો નાશ થઈ જાય. એટલે મોક્ષમાર્ગની પર્યાય ને સાથે નિમિત્ત છે તેનો ય અભાવ થઈ જાય. આહાહાહા ! સમજાણું કાંઈ?
તેથી એમ નથી કે એ વ્યવહાર જે નિર્મળ પર્યાય આવી, એ તો યથાર્થ વ્યવહાર છે. પણ જોડે રાગ છે એથી કરીને અશુદ્ધતા થોડી છે ને શુદ્ધતા (છે) એથી બેયને જાણવું તે પ્રયોજનવાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com