________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ00
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ભિન્ન એક જ્ઞાયકપણું જાણનાર સર્વજ્ઞ સ્વભાવી ભગવાન પૂરણ / સ્વભાવની વાત છે હોં ત્રિકાળ ! જ્ઞાયક! એકરૂપ ત્રિકાળ સર્વજ્ઞ સ્વભાવ! એકરૂપ ત્રિકાળ ! એવા જ્ઞાયકપણા માત્ર, જ્ઞાયકપણું માત્ર, એકલું ધ્રુવપણું, જ્ઞાયકપણું, સર્વજ્ઞ સ્વભાવપણું, સામાન્યપણું, ધ્રુવપણું, એકરૂપપણું, સદેશપણું માત્ર “જ્ઞાન, શ્રદ્ધાન ને આચરણ પ્રાતિ” એનું જેને જ્ઞાન, શ્રદ્ધાન ને આચરણરૂપ પ્રાતિ, પર્યાયમાં, “એ ત્રણે જેમને થઈ ગયાં તેમને તો પુદ્ગલ સંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાન” એટલે એને અશુદ્ધનય છે નહીં. છે નહીં એટલે જાણવું પ્રયોજનવાન રહ્યું નહીં. સોળ વલું થયું એને પંદર વલું રહ્યું નહીં એટલે પ્રયોજન રહ્યું નહીં. એમ સોળ વલું કેવળજ્ઞાન થઈ ગયું અને પછી સંયોગજનિત પર્યાય છે નહીં તેથી એને પ્રયોજન એનું રહ્યું નહીં સમજાણું કાંઈ ? ગંભીર વાતું બાપુ! એક એક વાત ! એવી વાત છે ભાઈ ! લોકોએ ધર્મને સાધારણ કરી નાખ્યો પણ ધર્મ બાપુ કોઈ અલૌકિક ચીજ છે. આહાહા !
શું કીધું? સર્વ પર દ્રવ્યોથી ભિન્ન, સંયોગના સંબંધથી ભિન્ન, એક જ્ઞાયકપણા માત્રનું, એકલો ભગવાન જાણનાર શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ એનું જેને જ્ઞાન થયું, આહાહાહા ! એનું જેને સમ્યગ્દર્શન થયું શ્રદ્ધા પ્રતીત થઈ અને એમાં કરવાનું આચરણરૂપ પ્રાપ્તિ થઈ. આહાહા ! જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન, જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન, શું કીધું? જ્ઞાયકપણાનું ત્રિકાળનું જ્ઞાન, ત્રિકાળની શ્રદ્ધા અને ત્રિકાળમાં આચરણ ઠરવું. શું કીધું? સર્વ પર દ્રવ્યોથી ભિન્ન, એ.. ક જ્ઞાયકપણું ત્રિકાળ જ્ઞાયક એકરૂપ સ્વભાવ, એની શ્રદ્ધા, જ્ઞાન ને આચરણ એવા જ્ઞાયકભાવની પૂરણતાનું જ્ઞાન, પ્રતીત ને આચરણ. આહાહા! પ્રાતિ, “એ ત્રણે જેમને થઈ ગયાં, તેમને તો પુદ્ગલ સંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાન નથી.” એને અશુદ્ધનય છે જ નહીં, પ્રયોજનવાન નથી એટલે કે એને છે નહીં, અને નીચલે છે માટે જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આવી વાતે વાતે ઝીણવટ અને નવરાશ મળે નહીં, ફુરસદ મળે નહીં માણસને. (શ્રોતાઃ કયારે વિચારે?) ચીમનભાઈ ! આ લોઢા આડ એમાં કયાં આમાં? આહાહા ! સ્ટીલનું મોટું કારખાનું હવે ત્યાં રોકાય કે આ કારખાને રોકાય? આહાહાહા ! પરનું થઈ શકતું જ નથી કરીએ, પુષ્ય ને પાપના ભાવ કરે–અસંખ્ય પ્રકારના શુભ ને અસંખ્ય પ્રકારના અશુભભાવ કરે અજ્ઞાન, પણ પરનું તો એ એક આંગળી ફેરવી શકે નહીં. એ પ્રશ્ન જ કયાં? એણે અનંતકાળમાં બધુંય કર્યું, એટલે શું? શુભ કે અશુભભાવ, પરનું તો કિંચિત્ માત્ર એક પરમાણુને ફેરવી શકે (નહીં) આંહી છે ને આંહી, ત્રણ કાળમાં કરી શકતો નથી. આહાહા ! (શ્રોતાઃ રોજ અમારે કરવું ને કરી શકતો નથી, આપ કહો અમારે કરવું શું એનો ઉપાય શું?)
ઈ કરી શકતો નથી, ઈ કોણ છે અને એનાં ભાવ શું થાય છે એ એણે પહેલું નક્કી કરવું જોઈએ. કરી શકતો નથી છતાં ભાવ થાય છે કરવાના અને એ ભાવ થાય છે એ ક્ષણિક છે કે ઉપાધિ છે કે મેલ છે એવું એણે જાણવું જોઈએ. અને એ વિનાની ત્રિકાળી ચીજ જે છે તે આ તો ક્ષણિક ઉત્પન્ન થાય છે, એ કરી શકે છે અજ્ઞાનભાવે, શુભ કે અશુભભાવ, અજ્ઞાનભાવે કરી શકે છે. અજ્ઞાનભાવે પરનું તો કરી શકતો નથી. આહાહાહા!
આ વકીલો જવાબો આમ બોલે ને, આ કાયદાનું આ છે ને એ ભાષા આત્મા કરી શકતો નથી ત્રણકાળમાં જયસુખભાઈ ! (શ્રોતા તે દિ' આવું નહોતું જાણું? તે દિ' કયાં ખબર હતી, તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com