________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સામર્થ્ય, આહાહા ! એને જેણે પ્રતીતમાં અનુભવમાં લીધું સમ્યગ્દર્શનમાં, આહાહા ! એ પર્યાયને પણ આંહીયા તો વ્યવહાર કહેવામાં આવે છે. અને એ વ્યવહારધર્મ તરવાનો ઉપાય છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર જે રાગની અપેક્ષાએ નિશ્ચય, દ્રવ્યની અપેક્ષાએ વ્યવહાર બહુ ઝીણો બાપુ મારગ ! શું કહીએ? આહાહા !
જિનેશ્વરદેવ અને એમનાં કહેલાં તત્ત્વો, એ બીજે કયાંય છે નહીં. કોઈએ જાણ્યું નથી ને એની ગંભીરતાને કોઈ પકડી શક્યા નથી. બધાએ કલ્પિત વાતું કરી છે. આહાહા ! આ તો જિનેશ્વરદેવે કહેલો મારગ, જે દ્રવ્યને આશ્રયે પ્રગટ થાય મારગ. આહાહાહા! તેને પણ આંહી વ્યવહાર, તરવાનો ઉપાય ગણી અને વ્યવહારધર્મ કહ્યો.
તીર્થ વ્યવહારધર્મનો નાશ થઈ જશે. જોયું? પર્યાય નહીં માનો-અસત્યાર્થ કિધી 'તી અગિયારમીમાં એ પર્યાય નથી એમ માનો તો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ને ચોથા, પાંચમાં, છઠ્ઠી, સાતમા, આઠમાની પર્યાય એનો નાશ થઈ જશે. આહાહા! હું? કેમ કે ચૌદગુણસ્થાન જ દ્રવ્યમાં નથી અને ચૌદ ગુણસ્થાનને અસત્યાર્થ ને અભૂતાર્થ કહ્યા છે. (શ્રોતા. એને તો અજીવ
અધિકારમાં પુદ્ગલના કીધા છે) એને અપેક્ષાએ, કઈ અપેક્ષા છે બાપુ! આહા! એ અસત્યાર્થ કહ્યાં છે પણ જો પર્યાય ને ગુણસ્થાન નથી જ તો તો તીર્થ જ નથી. ચોથું, પાંચમું, છઠું, સાતમું ગુણસ્થાનની દશા જ નથી. આહાહા ! છોટાભાઈ ! આવું ગંભીર છે! આહાહાહા !
એ તો આંહી કહેશે ભાવાર્થમાં એ નાખશે. ભાવાર્થમાં વ્યવહાર નાખશે. વ્યવહારધર્મ એ છે એમ કહેશે. ખરો વ્યવહારધર્મ તો એ પર્યાય છે એ જ વ્યવહારધર્મ છે, ત્રિકાળની અપેક્ષાએ. પરમાર્થ વચનિકામાં કહ્યું છે, પરમાર્થ વચનિકામાં છે કે જે મોક્ષમાર્ગ નિશ્ચય છે, એ જ વ્યવહાર છે. પર્યાય છે ને ઈ ? આહાહા !
એટલે કે જે પર્યાય નથી એમ કહ્યું હતું, એ ગૌણ કરીને, મુખ્ય નિશ્ચયનું લક્ષ કરાવવા એને અસત્યાર્થ કીધી 'તી ગૌણ કરીને. પણ એને નથી જ એમ માનો તો તો ચોથું, પાંચમું, છઠ્ઠ, સાતમું, આઠમું ગુણસ્થાનની દશા જ નથી. આહાહાહા! આ તો વીતરાગ મારગ બાપુ બહુ સ્યાદ્વાદ કઈ અપેક્ષાએ કહ્યું છે એ અપેક્ષાએ એને જાણવું જોઈએ. અસત્યાર્થ કહ્યું'તું કઈ અપેક્ષાએ એને વ્યવહાર પર્યાયને કહે છે કઈ અપેક્ષાએ? પાછા રાગ થાય જોડે એને વ્યવહાર કહે છે કઈ અપેક્ષાએ? આહાહા ! એકલો વ્યવહાર અસતુ, દયા, દાન, વ્રત, ભક્તિ એ તો બંધનું કારણ છે એ કાંઈ મોક્ષનું કારણ નથી. આહાહા ! વ્રત, નિયમ, પચ્ચખાણ બહારના વિકલ્પ જે ઊઠે છે બધા, એ તો બધા બંધના કારણ છે. એ કાંઈ મોક્ષનું કારણે ય નથી ને એનું ફળ મોક્ષેય નથી. એનું ફળ તો બંધ છે. આહાહાહા!
“તીર્થ વ્યવહારધર્મને નહિ માનો તો વ્યવહારનો નાશ થઈ જશે”પર્યાયનો નાશ થઈ જશે. પર્યાય નથી એમ થઈ જશે, એમ નથી. અને “નિશ્ચય વિના વાસ્તવિક પૂરણ તત્ત્વ છે” એની દૃષ્ટિ વિના પણ તત્ત્વનો નાશ થઈ જશે. તત્ત્વ તો મૂળ ઈ છે ત્રિકાળી, આ પર્યાય તો પ્રગટેલી દશા છે. પણ જે પ્રગટવું નથી જેને એકરૂપ ત્રિકાળ રહેવું છે એવો જે નિશ્ચય ન માનો તો તો તત્ત્વનો નાશ થઈ જશે. આહાહાહા ! આવું છે પણ બહુ માર્ગનો ફેરફાર થઈ ગયો બહુને. આહાહા ! ત્રણલોકના નાથ કેવળી પરમાત્મા તો બીરાજે છે ને મહાવિદેહમાં ત્યાંથી તો આ વાત આવી છે. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com