________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૨
૫૦૩ દુઃખી થાતો તો હોં કાંઈ નહોતું રોગ હોં જરીએ, આ વલ્લભભાઈ પટેલ કહેવાય છે ને એનો કુટુંબી, કરમસદ, કરમસદ છે, આણંદની પાસે એ વિઠ્ઠલ પટેલ કરમસદના, આ એ કરમસદનો હતો, કરમસદ જોયું છે અમે, દુકાનનો માલ લેવા જતો તે દિ' ઘણાં વરસની વાતું છે. અડસઠ-ઓગણોતેરની વાતું છે. કરમસદ મોટો બીડીનો વેપાર મોટો, વરિયાળી નાખીને તમાકુ એકલી નહીં હોં. એમાં વરિયાળી નાખીને બીડીયું, કરમસદ છે ઈ ત્યાંનો શીવલાલ પટેલ અમારે આંહી હતો. તે ખાઈ આવ્યા, આપણે રસોડે ખાતાં. ખાઈને આવ્યા તે રસોઈને બધી અને કંઈ પહેલાં કેળાં ખાધાં કે નહીં? ( શ્રોતાઃ શીંગના ઓળા) શીંગના ઓળા. શીંગ-શીંગ ના ઓળા ખાધેલાં ને આ ખાધું. ઈ ખાઈને જ્યાં આવ્યા, અને ઓરડી હતી આંહી આપણે, ત્યાં બેઠા 'તા. હું આહાર કરીને ફરવા નીકળ્યો સાંજે આમ ફરતાં ફરતાં શીવા પટેલને, કેમ છે? બેઠા 'તા આમ નીચે ખાઈને આવ્યા, કાંઈ ન મળે. કેમ છે પટેલ? અંતક્રિયા ! શું પણ છે? કે અંતક્રિયા ! કેમ છે શું થયું? હેઠે બેઠા 'તા ખાઈને આવ્યા, શ્વાસ ગૂંટીથી ખસી ગયો છે શ્વાસ, એ નાભિથી શ્વાસ ખસી ગયો, કાંઈ કર્યું નથી મેં તો ખાઈને આવ્યો છું, હાલીને આવ્યો. કાંઈ ન મળે, રોગ ન મળે, બેઠો ને શ્વાસ આંહીથી ખસી ગયો નાભિથી. હેઠે ન બેસે. અંતક્રિયા મારી, ઓય માર્યા. પછી થોડુંક હાલ્યું સવાર સુધી કે સાંજ સુધી? ( શ્રોતાઃ બે વાગ્યા સુધી ) હું? બપોર સુધી પછી ભાઈ ગયા, ધરમચંદ દાક્તર પાસે ઓલા દુઃખી થાય ને ઇજેકશન આપ્યું. બસ, ઇજેકશન આપ્યું તે બેસી ગયો શ્વાસ. (શ્રોતા દુઃખી થાય વધારે) દેહ છૂટી ગયો. આંહી જ હતી ઓરડી. આહાહા ! જેને સ્થિતિએ જે પળે દેહ છૂટવાનો સમય છે એને કોણ ફેરવે ? આહાહા!
બેઠા, બેઠા શ્વાસ આમ થઈ ગયું, કીધું ને ઓલો મલકાપુરવાળો, જુવાન છોકરો શું નામ મલકાપુરવાળો ભણેલો મોક્ષમાર્ગ પ્રકાશક, એને આખું મોક્ષમાર્ગ પ્રકાશક કંઠસ્થ છે. પહેલેથી જ રસ છે (શ્રોતા: સ્વરૂપચંદ) સ્વરૂપચંદ! મોટો વેપારી છે કાપડનો દસ, દસ હજાર રૂપિયાનું કાપડનો મોટો વેપારી છે. પણ આ તત્ત્વનો રસ બહુ મોક્ષમાર્ગ પ્રકાશકનો. કુંવારો હતો ત્યારથી પ્રશ્ન બહુ કરતો, હવે તો પરણ્યો ને મલકાપુરમાં દુકાન મોટી છે. ઈ કહેતો 'તો મહારાજ હું એક વાર બેઠો 'તો, મિત્ર હતો જોડે ૨૫/ર૬ વર્ષનો મિત્રને કાંઈ રોગ નહીં, બેય વાતું કરતા 'તા.... આમ આમ કરીને ફૂફ ફૂફ કરીને દેહ પડી ગયો. કાંઈ રોગ નહીં, કાંઈ વ્યાસે ય નહીં, વાત કરતાં કરતાં ફૂ આમ થયું કહે, દેહ છૂટી ગયો. ઈ કહેતો તો સ્વરૂપચંદ કહેતો તો, બહુ હુશિયાર માણસ, મલકાપુરમાં, છે કોઈ મલકાપુરના? નથી- કાપડનો વેપારી છે મોટો દસ-દસ હજારનો. આહાહા !
એ તો દેહની સ્થિતિ બાપુ ! જે સમયે છૂટવાનો એમાં તેનું કાંઈ કામ નહીં આવે. ખબરેય ન પડે કે આ છૂટયું ફટ છૂટી જાય.
આંહી કહે છે કે અશુદ્ધતા જ્યાં સુધી છે, ત્યાં સુધી છે તેને જાણવું. પૂર્ણતામાં અશુદ્ધતા નથી એટલે તેને જાણવું પ્રયોજન ન કીધું છે ત્યાં સુધી જાણવું પ્રયોજનવાન કીધું. આદરવું કે એવી વાત નથી.
વિશેષ કહેશે.. (પ્રમાણ વચન ગુરુદેવ!)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com