________________
Version 001: remember to check h††p://www.AtmaDharma.com for updates
ગાથા
૧૨
૫૦૫
અભ્યાસ કરવો. સમ્યગ્દર્શન જ્ઞાન થયા પછી પણ... પૂરણતા ન હોય તેને આ જાતનો અભ્યાસ શાસ્ત્રનો તેને હોય છે. ઈ શુભભાવ છે ને ? આહાહા ! ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું, છે ને ? અને બીજાને પ્રવર્તાવવું એટલે ઉપદેશ એવો એનો હોય એમ.
–
એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. નીચે ખુલાસો વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા ૫૨દ્રવ્યની ક્રિયા કરી શકે છે. પણ એમ સમજવું કે વ્યવહા૨ોપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. આહાહા ! આમ એનો અર્થ છે. વ્યવહારે એને શુભભાવ, અશુભથી બચવા હોય છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભભાવો કરવાથી શુદ્ધતાને પામે છે. જિનબિંબના દર્શન, ને માટે એનાથી નિશ્ચય પમાય છે, એમ નથી. આહાહા !
પરંતુ એમ સમજવું કે સાધક દશાની ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી. બસ, આટલી વાત છે.
ખરેખર તો વાત એવી સૂક્ષ્મ છે કે સમ્યગ્દર્શન અને જ્ઞાન થયું. આહાહાહાહા ! એનું જ્ઞાન જ. જે પ્રકારનો રાગ આવવાનો છે તે જ પ્રકારનું જ્ઞાન જ સ્વપ૨ પ્રકાશક તે સમયે થાય જ. જ્ઞાન જ તેવું સ્વને અને જે રાગ આદિ જેટલો ભાગ આવે એને જાણવાની યોગ્યતાવાળું જ જ્ઞાન પ્રગટ થાય. સમજાણું કાંઈ ? જેટલા પ્રકા૨નો... રાગ જે આવે અને સમ્યગ્દર્શન છે, એટલે દૃષ્ટિ તો ધ્રુવ ઉ૫૨ છે. અને જ્ઞાન પણ સ્વને જાણે છે અને તે કાળે તેને તે પ્રકારના રાગ જે આવવાના હોય છે, તેને જાણતું જ જ્ઞાન પ્રગટ થાય છે. આવી વાત છે ભાઈ ! આહાહા !
એ વ્યવહા૨નયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી, જૂઠો જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહા૨ છોડે શુભને છોડે અને શુદ્ધ તો આવ્યો નથી-આહાહા ! શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી, વીતરાગતા જે શુદ્ધોપયોગથી થવી જોઈએ તે તો છે નહીં અને શુભઉપયોગ છોડે, તો તો અશુભમાં જ જાય. આહાહા !
તેથી ઊલટો અશુભોપયોગમાં જ એ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા ૫રં૫રા નિગોદને પ્રાપ્ત થઈ, આહાહા ! દૃષ્ટિ થઈ નથી, જ્ઞાનની ખબર નથી અને આ શુભને છોડીને બેસે, તો તો અશુભમાં જાય. આહાહા ! જો શુદ્ધની પ્રાપ્તિ થઈ હોય તો તો શુભ છૂટી જાય. આહાહા !
નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ. આહાહાહા ! આજ તો વિચાર એવો આવ્યો ’તો સવા૨માં, પહેલો આ ઊઠીને સવારે વાંચતા 'તા ત્યારે, કે ઓહો ! એક શ્વાસમાં નિગોદના અઢાર ભવ થાય. આહાહા ! ઊંચે નીચે મૂકે એવા શ્વાસમાં મનુષ્યનો શ્વાસ લેવો હોં, અઢાર ભવ થાય. આહાહાહા ! એને કેટલું દુ:ખ હશે ? આહાહા ! દેવના ભવમાં એક સાગ૨નું આયુષ્ય હોય, ઈ પખવાડિએ શ્વાસ આવે એને, આ શું કહે છે આ ? સંસારની સ્થિતિ પણ એવી કોઈ છે. આહાહા ! સ્વર્ગના દેવો એક સાગરની સ્થિતિવાળા હોય, એને પંદર દિ’એ એક સ્વાચ્છોશ્વાસ (હોય ) આહાહા! ઈ લઈ શકે છે કે મૂકી શકે છે ઈ પ્રશ્ન આંહી છે નહીં. સમજાણું ? અને ના૨કીને તો શ્વાસનું દર્દ જ પહેલેથી હોય. જન્મે ત્યારથી ધમણ હાલે. આહાહાહા ! તેથી, કેટલાક એમ કહેતા કે શ્વાસ, આપણે હળવે હળવે લઈએ, તો થોડાં શ્વાસ લેવાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com