________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અશુદ્ધતા છે જેટલી એ પ્રકારે જ જાણવાનો પર્યાય, સમયે સમયે સ્વપર પ્રકાશક પર્યાય એ તે સ્વતઃ થાય છે. બહુ ઝાઝું લાંબુ લાંબુ કરવા જાય બહુ તો.. આહાહા !
આહાહા ! અરે પ્રભુનો મારગ બાપા! આહાહા! ભાગ્યવાનને તો કાને પડે એવી વાત છે હું? બાકી તો બધુ સંસારનું જ્ઞાન કર્યું ને આ વકીલો ચ્યા ને દાક્તર ધ્યાને એલ. એલ. બી. ને એમ. એ. ના પૂંછડા વળગાડયા ને, આહાહા ! ઈ બધાં કુશાન છે. આહાહા!
આ તો પ્રભુ જેમાં જ્ઞાનનો... ગાંઠડો છે. એ જ્ઞાનનો સાગર પ્રભુ છે. એમાંથી જે જ્ઞાન, એને ધ્યેયને લઈને પ્રગટે, તે જ્ઞાનને વર્તમાન જ્ઞાન કહેવામાં આવે છે. તે જ્ઞાનને તે જ્ઞાન જાણતું, શુદ્ધને અશુદ્ધને જાણતું તે જ્ઞાન પ્રગટ સહજ થાય છે. આહાહા ! તેથી વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવામાં આવ્યું છે. આહાહા !
આહાહા! બારમી ગાથામાં ઘણું ભર્યું છે.
વ્યવહારનય, વિચિત્ર વર્ણમાળા સમાન, કોણ? સોનું. સોનું છે ને એ હજી પહેલું પૂર્ણ થયું નથી, ત્યારે એને આંચ દે છે અગ્નિના, તો વર્ણ વિચિત્ર પીળાશ અને એમાં કથીરનો ભાગ, ત્રાંબાનો ભાગ એવા બધા વર્ણો દેખાય ને અનેક પ્રકાર જુદા જુદા વર્ષો જુદા જુદા પીળાશનો ભાગ અને ઓલા ત્રાંબાનો ભાગ, ભિન્ન ભિન્ન એક સમયે આમ, એમ અહીંયાં શુદ્ધતાનો અંશ અને અશુદ્ધતાનો અંશ અનેક, છે? વિચિત્ર વર્ણમાળા સમાન હોવાથી. આહાહા ! એ જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાયા હોવાથી.. આહાહાહા ! એક જ સમયે જુદા જુદા અનેક ભાવને દેખાડ્યા હોવાથી, એક સમયે, બીજે સમયે બીજા, ત્રીજે સમયે ત્રીજા. આહાહા! શશીભાઈ ! આવો મારગ છે. આહાહા ! આ તો જેને આત્માનું હિત કરવું હોય બાપુ! આહાહા ! અરેરે અનંતકાળથી રખડે છે, જુઓને કેટલા? આહાહા! બાળક જન્મે ને ત્યાં ને ત્યાં કાપીને કાઢવા પડે માતાના ઉદરમાંથી સરખું ન નીકળે, હેં? આહાહા ! થાય છે ને ? બને છે ને? કાપીને કાઢવું પડે. આહાહા ! ઈ નવ મહિના તો સવા નવ મહિના તો ઊંધે માથે ત્યાં શ્વાસ લેવાનું કઈ રીતે? ખોરાક કઈ રીતે? એને કાઢતા પાછું કાપીને કાઢે કાપીને કાઢે ને વળી મરીને કયાંય જાય. આહાહા ! અરે પ્રભુ! શું છે બાપા! આવા ભવો તે અનંતર્યા છે ભાઈ !
હવે એને દુઃખને ટાળવું હોય તો આ ઉપાય છે. આહાહા ! એ ત્રણલોકનો નાથ પ્રભુ ભગવાન પોતે, ધ્રુવ છે તેને ધ્યેય બનાવીને સમ્યગ્દર્શન પહેલું પ્રગટ કરવાનું છે અને પછી સ્વરૂપમાં ઠરતાં એમાં જે જાણ્યું છે, તેમાં ઠરવું તેનું નામ ચારિત્ર છે. ચારિત્ર કોઈ પંચમહાવત ને નગ્નપણું એ કોઈ ચારિત્ર નથી. આહાહા!
એમાં કહે છે કે જાણીને ર્યો, પણ પૂરણ કર્યો નથી, તેથી અંદરમાં અસ્થિરતાનો અંશ છેઅશુદ્ધતાનો અને શુદ્ધતાનો પર્યાયનો અંશ છે તે એક સમયમાં ભિન્ન ભિન્ન જાતના એને જાણવું ને દેખવું, એ વ્યવહારનયનો વિષય છે, એ વ્યવહારનય જાણેલો, એ જ્ઞાન એવું જ તે વખતે પ્રગટે છે. એને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે છે. આહાહાહાહા !
હજી તો આંહી સુધી તો આવ્યું ને એનું આ પાછું માંડયું. લે. એક કલાક તો થવા આવ્યો. આહા દુલેરામજી, રામની માંડી આ તો. આહાહા ! પ્રભુ! તું કોણ છો ભાઈ? આહાહા ! અને તારી જાતની ભાત પડે પર્યાયમાં જ્યારે, આહાહાહા ! જેવો તું નિર્મળાનંદ છો, એવી જ્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com