________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧ર
૪૯૧ આવે છે કે અસાધારણ જ્ઞાનને કારણમાં જોતાં એને કાર્ય આવે છે એમાં. આહાહા ! કુંદકુંદાચાર્યના શાસ્ત્રોએ તો ગજબ કરી નાખી છે. કેવળીના વિરહ ભૂલાવ્યા જેણે. આહાહા !
ત્યાં એમ કહ્યું છે પ્રવચનસારમાં કે અસાધારણ એવો જે જ્ઞાનગુણ ત્રિકાળી, આહાહા ! એને કારણપણે ગ્રહીને એટલે એને ધ્યેય બનાવીને, આહાહાહા ! જેને નિર્મળ દશા પ્રગટ થાય છે. આહાહા!મોક્ષમાર્ગ જેનાથી પ્રગટ થાય છે અસાધારણ જ્ઞાનગુણ છે, ત્રિકાળી એનો આશ્રય ધ્યેય બનાવીને પર્યાયમાં સમ્યજ્ઞાનદશા પ્રગટ થાય છે. એ સમ્યજ્ઞાન પ્રગટ થાય છે એ કાર્ય છે. ત્રિકાળી જ્ઞાનગુણ તે ત્રિકાળી એકરૂપગુણ અનંત શક્તિવાળું તે કારણ છે અને એને પકડતાં પછી જે કાર્ય આવ્યું એ કાર્ય, પર્યાય છે. આહાહા ! કાર્ય પર્યાયમાં હોય. કાર્ય ધ્રુવમાં ન હોય.
આરે... અરે.. વાતે વાતે ફેર આવે છે. જ્યાં બીજી વાત કહેવા જઈએ ત્યાં બીજી રીતે એમાં આવે એવી શૈલી કોઈ અલૌકિક વાતું બાપા! આહાહા ! જૈન ધર્મ સર્વજ્ઞનો કહેલો, એ દિગંબર ધરમ એ કોઈ અલૌકિક ચીજ છે ભાઈ ! એ કોઈ સંપ્રદાય નથી.
ઓલા તો એમ કહે છે જયપુરવાળો એક હતો ને ઓલો, પંડિત ઇન્દ્રજીત, ઇન્દ્રજીતને? હા, ઈ કહેતા કે દિગંબરમેં જન્મ લિયા એ બધા સભ્યજ્ઞાની તો છે જ. ઇન્દ્રલાલજીને ? ( શ્રોતા હા, જી ઇન્દ્રલાલ.) ઈન્દ્રલાલ. ગૂજરી ગયો, ઈ એમ કહેતો તો. દિગંબરમાં જન્મ્યા ઈ બધા સમ્યજ્ઞાની તો છે જ હવે એને વ્રત લેવા ને વ્રત પાળવા. આહા! - બાપુ! શું થાય? અરેરે ! માથે કોઈ ધણી રહ્યું નહીં, ઘણી વિનાનાં ઢોર રખડ્યાં કરે જ્યાં ત્યાં. આહાહા ! લાકડિયું જ ખાય, માર ખાય એમ કહેવું છે મારે તો. ધણી વિનાનાં ઢોર ધણી ને ખબર હોઇ કોઈ મારનાર છે તો ઢોરને ન્યાં ન જવા હૈ. આ તો એ ન્યાં હાલ્યા જાય ને માથે પડે પછી માર ઘડાધડ. આહાહા !
એમ આ કાળે સર્વજ્ઞ વીતરાગ પરમાત્માના વિરહ પડયા લોકોએ પોતાની કલ્પનાથી મારગ ચલાવ્યા. માર.... પડયા માથે બાપા રખડવાના. આહાહા!
અહીંયા તો પરમાત્માએ કહ્યું તે સંતો જગતને જાહેર કરે છે. પ્રભુ તારું ત્રિકાળી વસ્તુ છે, વસ્તુ છે એને ધ્યેય બનાવીને સમ્યગ્દર્શન થવું એ એક મારગ છે. એ સિવાય કોઈ મારગ છે નહીં.
હવે ઈ બેને જાણવાવાળી નયને શું કહેવી ? કે ત્રિકાળીને જાણે તેને નિશ્ચય કહેવું અને વર્તમાન ગુણ પ્રગટયો છે. પર્યાય અને કંઈક બાકી છે અશુદ્ધતા, એ ભિન્ન ભિન્ન જાત છે, તેને તે તે સમયે તે તે સમયને કાળે, તે પ્રકારે જાણેલો અને તે પ્રકારે તે પર્યાય છે, એને જાણવા યોગ્યવાળી જ પર્યાય ત્યાં પ્રગટ થાય છે. પણ એને સમજાવવું છે તે શી રીતે સમજાવે ? આહાહા !
આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે ચૈતન્ય ત્રિકાળ એનો આશ્રય લઈને જે જ્ઞાન થયું એ જ્ઞાન સમયે સમયે અને પ્રકાશે છે અને જે કંઈ પર્યાય, શુદ્ધતા આવી અને અશુદ્ધતા એને પણ પ્રકાશે છે, તેવું જ્ઞાન જ સમયે સમયે પ્રગટ થાય છે. એ શુદ્ધતાનો અંશ ને અશુદ્ધતા છે માટે સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે એમેય નહીં. દેવીલાલજી! આવું છે બાપા! આહાહા !
અરે, પ્રભુ તું કોણ છો પ્રભુ બાપુ અરે તને પ્રભુતાની ખબર નથી ભાઈ ! આહાહા ! અને પ્રભુતાને જ્યાં પરખ્યો, એ પરખ્યાની જે દૃષ્ટિ પ્રગટી. એને જાણવું એ તો વ્યવહાર છે કહે છે. તો પણ એને જાણવું એ તો એ સમયે... જ્ઞાનનો પર્યાય જ એવો જ પ્રગટે છે, સ્વને જાણવું અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com