________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
૪૯૫ ઉપાય છે. દ્રવ્ય તો નિશ્ચય છે. એમાં આ પર્યાય ને ઉપાય ને ઉપાયનું ફળ એ એમાં નથી. સમજાણું કાંઈ ? અને પાર થવું તે વ્યવહારધર્મનું ફળ છે. એ મોક્ષમાર્ગ જે પર્યાય છે એ ભેદ છે, તેથી તે વ્યવહાર છે. અને તેનું ફળ મોક્ષ એ પણ પર્યાય છે એનું ફળ વ્યવહાર છે. આહાહા ! આરે આવી વાતું છે!
જયચંદ પંડિતે એમાંથી અસદભૂત વ્યવહારનો, એ ટાણે જે નિમિત્ત હોય છે ને એનું જ્ઞાન કરાવ્યું છે. હવે, એમાંથી આ ગોટા ઊઠયા છે બધા. કે જુઓ આ પાઠ છે છઠે આમ કરવું. અને વ્રત પાળવાં નિયમ કરવાં. બાપુ! એમ નહીં હોં! એ હોય છે એનું જ્ઞાન કરાવ્યું છે. તેથી વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કીધું છે.
અને તે વ્યવહાર ને અનેક જુદા જુદા ધર્મ બતાવ્યા છે, કહ્યાં છે ને ભાઈ ! બહુ ઝીણી વાત છે બાપુ !
ભગવાન આત્મા પૂરણ આનંદનો કંદ ! મહા મહા આશ્ચર્યકારી, ગંભીર ગહન સ્વભાવનો સાગર પ્રભુ! એને ધ્યેય બનાવીને જે ધ્યેય થયું અંદર એ નિશ્ચય અને (ધ્યેય) બનાવીને પર્યાય જે થઈ, એ નહોતી ને થઈ એ માટે પર્યાય એ વ્યવહાર છે. છે, છે ને છે એ ત્રિકાળ તે નિશ્ચયનો વિષય છે, પણ નહોતું ને પ્રગટયું તરવાનો ઉપાય એ તો વ્યવહાર થયો. અને એવા વ્યવહારની સાથે, અસભૂત વ્યવહાર વ્રતાદિનો વિકલ્પ કેવો હોય એનું આંહી જ્ઞાન, કરાવ્યું છે ભાવાર્થમાં. સમજાણું કાંઈ?
અને એ વ્યવહારધર્મનું ફળ છે, પાર થવું પૂર્ણ થવું,” એ સર્વજ્ઞપણું થવું એ પણ વ્યવહાર ધર્મનું ફળ, એ પણ પર્યાય છે. આ સાધકની અપેક્ષાએ ક્વળજ્ઞાન પણ વ્યવહારનયનો વિષય છે. કેવળજ્ઞાનીને હવે નય નથી, પણ આંહી સાધક જીવ જ્યારે દ્રવ્ય અને પર્યાયના ભેદનો વિચાર કરે છે ત્યારે કેવળજ્ઞાન પણ વ્યવહારનયનો વિષય છે. કારણ કે પ્રગટેલી પર્યાય છે, એ કાંઈ અપ્રગટ વસ્તુ જે ત્રિકાળ ગહન સ્વભાવનો ભંડાર, એકરૂપ રહેનાર તે એ ચીજ નથી. આહાહા ! તેથી કહે છે કે વ્યવહાર તરાય તે તીર્થ તે વ્યવહારધર્મ, મોક્ષનો મારગ એનું ફળ કેવળજ્ઞાન એ વ્યવહારધર્મનું ફળ, અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ એ.” વ્યવહારધર્મનું ફળ એ. જેવું સ્વરૂપ છે તેવું પર્યાયમાં સર્વશપણું પ્રાપ્ત થવું એ તીર્થફળ છે.
બીજી જગ્યાએ પણ કહ્યું છે: નટુ નિગમયે પવMદ તા માં વવદરળિઋણ મુદ્દા આહાહા ! તે વ્યવહાર, નિશ્ચય તેને મૂકવો નહીં. કન્ડે વિI ડુિ તિલ્ય 3400 તવંગા આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો, જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો. વીતરાગ માર્ગની પ્રવર્તના જે રીતે છે એ રીતે પ્રવર્તાવવા માંગતા હો, તો વ્યવહાર અને નિશ્ચય એ બન્નેને ન છોડો. પર્યાય છે એ નથી એમ ન છોડો. દ્રવ્ય છે એ નથી એમ ન છોડો. “પર્યાય નથી ” એમ કીધું 'તું. અગિયારમી (ગાથા) માં અસત્યાર્થ કહી હતી, આંહી હવે કહે છે કે “પર્યાય નથી”
એમ ન કરો. પર્યાય છે, અસત્યાર્થ કહી 'તી એ તો ગૌણ કરીને “નથી એમ કહ્યું હતું. ત્રિકાળી વસ્તુને દૃષ્ટિ વસ્તુની કરાવવા તે મુખ્ય છે તે નિશ્ચય છે અને પર્યાય છે તે ગૌણ કરીને નથી' એમ કહ્યું હતું. પણ એ પર્યાય નથી એમ ન માનો. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com