________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
४८८
સમયસાર સિદ્ધિ ભાગ-૧
શું કીધું ? ( શ્રોતાઃ પર્યાયને જાણે તે વ્યવહારનય ) પર્યાય, પર્યાય પોતે વ્યવહારનયનો વિષય છે. દ્રવ્ય પોતે નિશ્ચયનયનો વિષય છે. આહાહા !ત્રિકાળી ભગવાન એ નિશ્ચયનો વિષય છે. ને વર્તમાન એનો અંશ ખંડ ઈ પર્યાય, એ વ્યવહારનો વિષય છે. આહાહાહા ! એથી ધર્મની શરૂઆત જેણે કરી છે અંતર આશ્રય લઈને, અને પૂર્ણતા થઈ ગઈ નથી એને હજી પર્યાયમાં અશુદ્ધતાના ને શુદ્ધતાના અંશો છે, તે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ, જોયું ? ઈ શુદ્ધનો અંશ એ પણ જુદી જાતનો છે ને અશુદ્ધનો અંશ પણ જુદી જાતનો છે, પણ એક સમયે હોં ?
એક એક ભાવ અને પછીના સમયે ભાવ જે થાય એ પછી, આહીં તો એક એક સમયમાં જાણવાનું છે ને જાણેલો તે તે કાળે એટલે જે સમયે શુદ્ધતાનો અંશ છે અને અશુદ્ધતાનો અંશ છે એને તે કાળે જાણેલો પ્રયોજનવાન. બીજે સમયે જરી શુદ્ધતાનો અંશ વધે છે અશુદ્ધતા ઘટે છે તે કાળે તે જુદા જુદાને અનેકને જાણવું એ પ્રયોજનવાન. ભાઈ ! આ જુદા જુદા કેમ એટલે એક સમયમાં જુદા જુદાની વાત છે ને ?
પછીના સમયમાં જુદા જુદા, પહેલા સમયમાં જુદા જુદા, ત્રીજા સમયમાં જુદા જુદા એટલે ? શુદ્ધનો અંશ છે ને અશુદ્ધનો અંશ છે એ જુદી જુદી જાત છે. સમજાણું કાંઈ ? આહા ! મારગ બાપા ! આ વીતરાગનો મારગ બાપા બહુ અલૌકિક છે. (શ્રોતાઃ ઈ એક જ અલૌકિક છે ) હૈં ? આહાહા ! અને તે કઈ રીતે કહ્યું છે જુઓ તો ખરા, સંતોએ કેવી ભાષા સાદીમાં એનાં સત્યને પ્રસિદ્ધ કર્યું છે... આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. આત્માને પ્રસિદ્ધ કર્યો છે.
હવે આત્મા છે ઈ સમ્યગ્દર્શનમાં પ્રસિદ્ધ થયો. સમ્યજ્ઞાનમાં થયો એ તો ત્રિકાળ. પણ હવે વર્તમાન પર્યાયમાં પૂર્ણતા નથી અને કંઈક અશુદ્ધતા ને શુદ્ધતા છે. એ શુદ્ધ ને અશુદ્ધ જુદી જુદી જાતના ભાવો સમય સમયમાં વર્તતા તેને તે કાળે તેને જાણવો પ્રયોજનવાન છે. બીજે સમયે જે શુદ્ધતાનો અંશ વધ્યો, અશુદ્ધનો અંશ ઘટયો / એ જુદા જુદા ભાવને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, ત્રીજે સમયે જુદા જુદા એટલે શુદ્ધનો અંશ વધ્યો અશુદ્ધનો અંશ ઘટયો. એ બેય જુદી જુદી જાત છે. એ જુદા જુદા અનેકને જાણવું એને વ્યવહારનય કહેવામાં આવે છે. આહાહાહાહા ! અલૌકિક વાતું છે બાપુ આ.
વસ્તુ છે પૂરણ સ્વરૂપ છે ને ? ધ્રુવ નિત્ય છે ને ? જેની દશા છે તે ત્રિકાળી છે ને ? દશા છે એ ત્રિકાળી ન હોય તો એ દશા કોની ? આહાહાહા ! દશા એટલે પર્યાય, હાલત. જેની દશા છે હાલત એનું ત્રિકાળી છે, એ ત્રિકાળીને જાણવું એ નિશ્ચય છે. અને વર્તમાનમાં પર્યાયનાં ભેદોને, શુદ્ધ ને અશુદ્ધ અંશો હારે છે, એ જુદી જુદી જાતના છે, એને તે તે કાળે તેને જાણવું તે વ્યવહારનય પ્રયોજનવાન કહેવામાં આવે છે. જાણેલો પ્રયોજનવાન છે ઉપદેશ કરવો ને આદરવો એ આંહી વાત છે નહીં. આહાહા!
આવું છે બાપા શું થાય ? ( શ્રોતાઃ જાણવું છે હેય-ઉપાદેય ક૨વા ?) જાણવું જ છે પછી એમાં પ્રશ્ન કયાં રહ્યો, જાણવું છે બસ એટલું. હૈય તો પછી પ્રશ્ન. હેય તો હેય. પણ આંહી તો બસ છે એમ જાણવું બસ એટલી જ વાત છે. ઈ તો વળી àય છે ને આ ઉપાદેય છે ઈ તો વળી જુદો પ્રશ્ન છે. આ તો બે છે એને જાણવું / બે છે એને જાણવું, ત્રિકાળને જાણવું, તે નિશ્ચય છે. અને વર્તમાન છે તેને જાણવું તે વ્યવહા૨ છે, બસ એટલી વાત છે. એક ન્યાય ફરે તો આખું ફરી જાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com