________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
પૂરણ દશામાં સોનાનું એકરૂપ સોળવલું એમ જ્યાં કેવળજ્ઞાન ને કેવળ આનંદમાં એકરૂપ પૂર્ણ શુદ્ધતા, એને હવે શુદ્ઘનય જાણેલો એટલે કે એને પૂરણ દશા થઈ ગઈ. આહાહાહા ! પણ... વચલા મધ્યમ દશાવાળાને ધ્યેય તો ધ્રુવ ઉ૫૨ છે, દૃષ્ટિ તો ધ્રુવ ઉ૫૨ છે તે નિશ્ચય. પણ પર્યાયમાં, શુદ્ધતા અશુદ્ધતાના અંશો હજી મધ્યમ દશાવાળાને વર્તે છે. આ તેને જાણવું ઈ વ્યવહા૨નયને જાણવો પ્રયોજનવાન કહેવામાં આવ્યું છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? આ તો કાલ કહેવાઈ ગયું 'તું આ તો વધારે એનું ઃ (સ્પષ્ટીકરણ છે ).
જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. જે શબ્દના અર્થમાં આવ્યું હતું કે ‘વવહા૨દેસિદા ’ એનો અર્થ કર્યો હતો કે વ્યવહા૨નો ઉપદેશ કરવો, એવો શબ્દ હતો. એનો આ અર્થ છે. એનો આ અર્થ છે, કે વ્યવહાર દેખાડયો એટલે ઉપદેશ કર્યો. એટલે શું ? કે તે કાળે વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન, એ વવહારદેસિદાનો અર્થ છે. પહેલાં આવી ગયું ને ! વ્યવહાર ? વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે ન્યાં આખા વાંધા ઊઠે છે ને ? એનો અર્થ જ ટીકાકારે આમ કર્યો ને એમ છે. ઉપદેશ કરવો ને એ આંહી કયાં વાત છે? અહીંયાં તો ચૈતન્યસ્વરૂપ ભગવાન, દેષ્ટિમાં આવ્યો અને નિર્મળ દશા પ્રગટ થઈ, જઘન્યપણું ઓળંગી ગયું, નિર્મળ દશા પૂરણ થઈ નથી, ત્યારે વચલી દશામાં મધ્યમ દશામાં, નિર્મળ દશા પણ છે થોડી અને સાથે અશુદ્ધતા પણ છે, તો એ જુદા જુદા અનેક ભાવને દેખાડનાર એટલે જાણના૨ એવો વ્યવહા૨નય જાણેલો પ્રયોજનવાન છે. આહાહા ! શશીભાઈ ! આવું છે. આહાહા !
વાણિયાને આ જૈનધર્મ મળ્યો, અને વેપાર આડે નવરા થાવું નહીં. અને એણે આવું સમજવું. બાપુ ! તે કર્યા વિના છૂટકો નથી, નહિ તો ચોરાશીના અવતાર પડયા છે. આહાહા ! કયાં જન્મે, કયાં બિછડે, કયાં લડેગો લાડ. આ અમારે ગુજરી ગયાને ગુરુ સંપ્રદાયના હીરાજી મહારાજ રસ્તામાં ગુજરી ગયા ત્યારે મેં આ કડી કહી 'તી. તે દિ ' હોં ! કહાં જન્મે ? મા૨વાડમાં જન્મ્યા હતા. કહા જન્મે કહાં બિછડે કાઠિયાવાડમાં વધ્યા સાધુ થયા 'તા ને સ્થાનકવાસી સાધુ હીરાજી મહારાજ, કહાં લડેગો લાડ, ન જાણે કહાં રૂહ તળે જઈ પડેગા હાડ-કયા ક્ષેત્રમાં શરી૨ પડશે ? આહા ! રસ્તામાં એ ભાઈ વઢવાણથી કાંપથી હાલ્યા અને આ શું ખેરાળી, ગયા આઘા ત્યાં વચ્ચમાં દેહ છૂટી ગયો. હાલતાં હાલતાં દેહ છૂટી ગયો.. કયાં મારવાડમાં જનમ, કાઠિયાવાડમાં સ્થાનકવાસીના સાધુ તરીકે ઉત્કૃષ્ટ સારા એમ લડાવ્યા લોકોએ, અને મરણ થયાં જગતમાં કોઈ સાથે હતાં. એ મોઢા આગળ ચાલતાં 'તા ત્યાં એકલા પોતે પાછળથી આમ ડચૂરો આવ્યો અંદરથી હાલતાં હાલતાં ! આહાહા ! તોંતેરના ચૈતર વદ આઠમ. તોંતેર, તોંતેર. આમ લથડી પડયા બસ રસ્તામાં, દેહ છૂટી ગ્યો ત્યાં ને ત્યાં ! કયાં જન્મ્યા, કાં વધ્યા, ક્યાં દેહ છૂટયો. આહાહા ! એમ આ ક્યાં જન્મ્યો, ક્યાં વધ્યો, બહારના સાધન આદિ અને કયાં જઈને દેહ છૂટશે ? બાપુ ! આહાહા ! કારણ કે દેહ કાંઈ એની ચીજ નથી. એ તો જુદી છે, સંયોગે આવી છે ને સંયોગની મુદત થતાં છૂટી જ જવાની એ તો ! આહાહાહા !
એ પહેલાં એણે આ આત્મા ભગવાન પૂર્ણાનંદનો નાથ સ્વરૂપ છે એનું જો એણે ધ્યેય બનાવ્યું, આહાહા ! તો એની પર્યાયમાં નિર્મળતા પ્રગટ થઈ, તો નિશ્ચય દૃષ્ટિ તો ધ્રુવ ઉ૫૨ છે. પણ પર્યાયમાં શુદ્ધતા છે અને થોડી અશુદ્ધતા છે, એ બેય દશાના અનેકપણાને જાણવું, એનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
૪૮૬