________________
Version 001: remember to check h††p://www.AtmaDharma.com for updates
૪૮૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ શું કીધું જુઓને, સૌથી ઉ૫૨ની એક સુવર્ણના વર્ણ સમાન હોવાથી, જાણેલો શુદ્ઘનય પ્રયોજનવાન છે. સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ જેમ બધું જાણે છે, એમ નયને જાણે બસ એટલું એમ. નય નથી ત્યાં હવે. આહાહા ! પણ એ શુદ્ધનયનું પૂરણ રૂપ પર્યાયમાં જે આવવું હતું તે આવી ગયું, તેથી એ શુદ્ધનયને જાણે છે એમ કહેવામાં આવે છે. આવો આ મારગ છે.
અને જેને એ ઉત્કૃષ્ટ સુવર્ણ સમાનનો અનુભવ નથી તેને સુવર્ણનું જેમ તે૨વલું, ચૌદવલું, પંદરવલું હોય છે એમ જેને મધ્યમ( નો ) અનુભવ હોય છે, પૂરણ નથી, એને વચલી દશામાં સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર, સ્વને આશ્રયે થયાં છે, પણ પૂરણ નથી તેથી ત્યાં રાગનો ભાગ પણ વર્તે છે. તો ઈ શુદ્ધતાનો પર્યાયનો અંશ, અને અશુદ્ધતાનો અંશ, અનેક થઈ ગયા. જે કેવળજ્ઞાનમાં પૂર્ણ એકરૂપ હતું એવું એકરૂપ આંહી નથી સાધક દશામાં ! આવો મારગ. ધીમેથી સમજે તો સમજાય એવું છે, કોઈ ભાષા કોઈ એવી આકરી નથી. ભગવાન પૂરણ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય, એનો આશ્રય લઈને જેની દશા પૂરણ થઈ ગઈ કેવળજ્ઞાનીને-૫૨માત્માને, એને વે કોઈ આશ્રય લેવો બાકી રહ્યો નથી. તેથી શુદ્ઘનય પૂરણ થઈ અને શુદ્ઘનયને જાણે એમ કહેવામાં આવે છે. આહાહા !
( શ્રોતાઃ શુદ્ઘનય પ્રત્યક્ષ થઈ ગઈ કે પરોક્ષ !) શુદ્ઘનય પ્રત્યક્ષ પરોક્ષ એમ નથી. શુદ્ઘનય છે તો પ્રત્યક્ષ જ છે, પણ શ્રુતની અપેક્ષાએ પરોક્ષ છે. જેવું કેવળ દેખે આત્માના અસંખ્ય પ્રદેશો પ્રત્યક્ષ, એવું નથી દેખતા માટે એને પરોક્ષ કહ્યું. ઝીણી વાત છે ભાઈ ! તત્ત્વની વાત બહુ સૂક્ષ્મ અત્યારે તો પ્રચલિત ઓછી થઈ ગઈ એટલે લોકોને સમજવું કઠણ પડે પણ છે તો સત્ય સ૨ળ.
સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એમ જેને ધ્યેય બનાવ્યું, કાલ આવ્યું નહોતું બપોરે, જાણનાર... જાણનાર... જાણનાર... એવો ત્રિકાળ એને વર્તમાન પર્યાય જેની છે એનું લક્ષ કરતાં એને ધ્રુવ ઉ૫૨ લક્ષ જાય છે. અહીંયાં એ કહે છે કે પ્રથમ તો ધ્રુવ ઉ૫૨ દૃષ્ટિ જાય, ત્યારે તેને સમ્યગ્દર્શન થાય. સમ્યક્ નામ સત્ય દર્શન, સત્ય નામ જેવું પૂર્ણ સત્ય સ્વરૂપ છે, પૂરણ જેવું સત્ય સ્વરૂપ છે એવું જ જ્ઞાન ને શ્રદ્ઘા થાય, એને સમ્યક્ સત્ય દર્શન થયું એમ કહેવામાં આવે. હવે જેને પૂરણ દશા થઈ નથી, એને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ જે અહીં કહેવું છે. એટલે શું ? કે દૃષ્ટિ તો મધ્યમ જીવવાળાને પણ, દૃષ્ટિ તો૧ ઉ૫૨ જ છે. સમજાણું કાંઈ ? પણ દશામાં, શુદ્ધતાની પૂરણતાનો અભાવ છે, તેથી તે મધ્યમ દશામાં વર્તે છે. જઘન્ય દશા તો હોતી નથી. કારણ કે એ તો પ્રથમ સમ્યગ્દર્શન થતાં જ, પહેલે સમયે જઘન્ય હોય, પછી તો વીતી ગયું છે ઘણાં સમયો... આહાહા ! ધીરાના કામ છે બાપુ ! આ કાંઈ ઊતાવળે આંબો પાકે એવું નથી આમાં આંબો પાકે નથી કહેતાં, ઉતાવળે આંબો પાકે? ગોટલું વાવ્યું ને તરત કેરી થઈ જાય ? ‘ અંબ ’ શાંતિ, ધીરજ રાખવી જોઈએ.
એમ આ સત્યને સમજવા માટે ઘણી ધી૨જ જોઈએ. આહાહા!
જેણે પૂરણ દશા પ્રાપ્ત કરી છે એને શુદ્ઘનય જાણેલો પ્રયોજનવાન છે, એમાં તક૨ા૨ ક૨ે છે કે એને શુદ્ધનય કયાં રહી હવે ? પણ, આંહી કઈ અપેક્ષાએ કહ્યું છે ?
શુદ્ધનયની પર્યાય જે, આશ્રય કરવો છે જે ચીજનો એને તો શુદ્ઘનય કહીએ ત્રિકાળને પણ એની પર્યાયને પણ શુદ્ધનય કહે છે નિર્મળ. એવી નિર્મળ દશા જેને પૂરણ થઈ ગઈ એને શુદ્ઘનય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com