________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એવો વ્યવહારનય, વિચિત્ર વર્ણમાળા સમાન હોવાથી, ઓલું સોનામાં વિચિત્રતા હોય ને? આંચ દેતાં દેતાં, પીળાશ-પીળાશ કથીરનો ભાગ થોડો હોય ઈ અનેક વર્ણમાળા સમાન હોવાથી જાણેલો. જોયું? વ્યવહારદસિદાનો અર્થ કર્યો, વ્યવહાર ઉપદેશ કરવા લાયક છે એવી જે ભાષા એ તો પદ્યમાં ગોઠવવા માટે છે. પદ્યમાં બીજો અર્થ આવે છે તેનો એટલે, પણ એનો અર્થ આ છે. કે વ્યવહાર જાણેલો તે કાળે પ્રયોજનવાન છે, આંહી વજન છે. કેમકે અમૃતચંદ્રાચાર્યે વવહારદસિદાની વ્યાખ્યા આ કરી. આહાહા !
કુંદકુંદાચાર્યને વવહાર દેસિડામાં કહેવાનો આ આશય છે, એવું અમૃતચંદ્રાચાર્યે ટીકામાં ખુદું કરી નાખ્યું. સમજાણું કાંઈ? આહાહા ! ગાય, ભેંસના આઉમાં દૂધ છે, એ બળુકી બાઈ કાઢે છે, એ અંદરમાં છે એ કાઢે છે. એમ આ ભાષામાં એ ભાવ આ જ છે. વવહારદસિદા કહ્યું એટલે વ્યવહારનો ઉપદેશ કરવો એમ નહીં, પણ તે કાળે અશુદ્ધતા છે, શુદ્ધતાનો આશ્રય લીધો છે તેટલી શુદ્ધતા અંશ પણ છે ને અશુદ્ધતા પણ છે. અને તે વ્યવહારનય એટલે પર્યાય-શુદ્ધ પર્યાય કે અશુદ્ધ એ વ્યવહાર, એ વ્યવહાર તે કાળે તે જાણેલો પ્રયોજનવાન છે. આહાહાહા ! આવો મારગ છે.
અરે રે! અર્થો ય ઊંધા કરવા, પોતાને બેસે એમ અર્થ કરવા બાપુ એમ હાલે નહીં. આ તો ત્રણલોકનો નાથ, તીર્થકરો, આહા! જેનાં સાક્ષી છે, ગણધરોને જેણે સ્વીકાર્યા છે. ઇન્દ્રો જેને અનુભવે છે સમ્યગ્દષ્ટિ. આહાહા ! આ કાંઈ આલી દુવાલીનો મારગ નથી. આહા !
(શ્રોતા ) એને એમ કે જયચંદજીને માલૂમ નહીં કે જાણવામાં ભેદજ્ઞાન?
(ઉત્તર) ભેદજ્ઞાનીને, ભેદજ્ઞાન થયા પછી કંઈક રહી ગયો છે રાગ, એને જાણેલો પ્રયોજનવાન છે એમ છે આંહી તો. ઓલું પૂરણ થઈ ગયું એને કાંઈ છે નહીં હવે, એને તો પૂરણનું વેદન છે એટલે શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન એમ. જાણવો એટલે જેમ બધાને જાણે છે એમ નયને પણ જાણે છે એમ. એમ જુદો નયનો વિષય છે ને નય છે ને? એમ કાંઈ નથી. આ તો એકસો તેતાલીસ (ગાથામાં) આવી ગયું, શ્રુતજ્ઞાનના અવયવભૂત નિશ્ચય-વ્યવહારનયને જે ઓળંગી ગયા છે. એકસો તેંતાલીસ. આહાહાહા! ભગવાનને પછી શ્રુતજ્ઞાનમાં
વ્યવહાર ને નિશ્ચય એ શ્રુતજ્ઞાનના ભેદ છે. શું કહ્યું. સમજાણું? શ્રુતજ્ઞાન છે ઈ પ્રમાણ છે, ભાવશ્રત હોં, તો પ્રમાણ છે, ઈ દ્રવ્યને ય જાણે ને પર્યાયને ય જાણે. હવે એનો અવયવ એટલે ભાગ નિશ્ચય ને વ્યવહાર. નિશ્ચય એ ત્રિકાળને જાણે વ્યવહાર વર્તમાન પર્યાયને જાણે, તો વ્યવહાર વર્તમાન પર્યાય ને જાણે... નિશ્ચયનો આશ્રય લઈને સમ્યગ્દર્શન થયું હવે એની પર્યાયમાં અશુદ્ધતા છે કે નહીં, એને પર્યાયમાં શુદ્ધતા પૂરણ નથી તો અશુદ્ધ અપૂર્ણ પર્યાય છે કે નહીં ? આહાહા ! એને માટે આ બારમી ગાથા કીધી.
કે જે એ અપૂર્ણ શુદ્ધતા છે, એની સાથે અશુદ્ધતા છે, એને જાણેલો પ્રયોજનવાન, જાણવું જોઈએ. બરાબર એના જ્ઞાનમાં એ વાત આવવી જોઈએ. આહાહાહા! સમજાણું કાંઈ ? પંડિતજી ! આહાહા! આવું છે, ધીમે ધીમે થોડે થોડે બાપુ! આ તો પરમાત્માનો મારગ છે. આહાહા ! જેને સો ઇન્દ્રો તળિયાં ચાટે છે. આહાહા! અસંખ્ય દેવના લાડા ઇન્દ્રો, જેની સભામાં આમ હાથ જોડીને કૂતરીના બચ્ચાં જેમ (બેઠાં હોય) બાપુ ઈ મારગ કેવો હોય ભાઈ ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com