________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એ વ્યવહારનય તે કાળે તે તે સમયે જેટલો શુદ્ધ અંશ છોડીને, શુદ્ધનો અંશ રહ્યો આંહીયા અને અશુદ્ધનો અંશ, તે તે સમયે તે જાણેલો પ્રયોજનવાન છે. બીજે સમયે શુદ્ધતાનો અંશ વધે છે, અશુદ્ધતાનો અંશ ઘટે છે, તે સમયે તે જાણેલો પ્રયોજનવાન છે. ત્રીજે સમયે શુદ્ધતાનો અંશ વધે છે, અશુદ્ધતાનો અંશ ઘટે છે તે કાળે તે જાણેલો પ્રયોજનવાન. આહાહા ! આવું ઝીણું ! વાત બાપુ! શું થાય? અરે પ્રભુ તું... વિરહ.. આહાહા !
- હવે, પરંતુ હવે એ વાત તો લીધી, પૂરણ દશા થઈ ગઈ, એને શુદ્ધનય જાણવા લાયક છે એટલે એને શુદ્ધનયનો વિષય છે એ કાંઈ રહ્યું નથી હવે આશ્રય કરવો રહ્યો નથી. પૂર્ણ આશ્રય થઈ ગયો એટલે શુદ્ધનય જાણવાલાયક છે એમ કહેવામાં આવ્યું. આહાહાહાહા ! સમજાણું કાંઈ?
પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પથ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જોયું?” સોનાને પહેલી આંચ આપે, પ્રથમ ચોખ્ખું કરવા પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પચ્યમાન પાકેલું, “અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ મધ્યમભાવ તેનો અનુભવ છે.” સમ્યગ્દષ્ટિને, જ્યાં સુધી પૂરણદશાનો અનુભવ નથી, ત્યાં સુધી એને જઘન્યનો ય નથી ને ઉત્કૃષ્ટનો ય નથી. કારણ કે જઘન્ય તો વીતી ગયો છે એને પહેલેથી, ઉત્કૃષ્ટ છે નહીં, મધ્યમભાવને અનુભવે છે. આહાહાહા !
અરે રે! જેનાં હજી જ્ઞાનેય સાચાં ન મળે પ્રભુ! કોને શરણે જશે એ ભાઈ. આહાહા ! સમજાણું કાંઈ? શરણ તો ચૈતન્યસ્વરૂપ છે અંદર પૂરણ! જે સર્વજ્ઞસ્વરૂપી છે- જ્ઞ સ્વરૂપી છે, સર્વજ્ઞસ્વરૂપી છે, “જ્ઞ' ધાતુ જ્ઞાનને ધારી રાખેલું તત્ત્વ છે, એકલું તત્ત્વ. આહાહાહા ! એનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય છે સમ્યજ્ઞાન થાય છે, ચારિત્ર એનો આશ્રય કરતાં થાય છે. એનો આશ્રય જ્યાં કર્યો ત્યારે જઘન્ય આશ્રય તો વીતી ગ્યો, હવે મધ્યમમાં વર્તે છે. સોનું જેમ હજી તેરવલા ને ચૌદવલામાં રહે છે, ત્યાં સુધી સોળવલું થયું નથી. એમ જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ, પોતાનો આશ્રય સ્વભાવનો લઈને મધ્યમભાવમાં વર્તે છે, જઘન્યભાવ તો વીતી ગયો તરત જ તે. આહાહાહા ! સમજાણું કાંઈ?
અનુત્કૃષ્ટભાવ તેને અનુભવે છે. જોયું?“તેમને છેલ્લા પાકથી ઊતરેલા, શુદ્ધ સુવર્ણસમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો” સોળ વલું જેમ સોનું નથી એમ આને પૂરણભાવ પ્રગટયો નથી. વચલી દશામાં છે. આહાહા ! સાધકદશામાં છે. જઘન્યભાવ વીતી ગયો છે, ઉત્કૃષ્ટભાવ છે નહીં, મધ્યમ ભાવમાં વર્તે છે. આહાહા !(શ્રોતા આંહીં શુદ્ધોપયોગને શુભોપયોગ બન્ને સાથે છે?) છે. હારે છે. પૂરણ શુદ્ધ નથી તે અશુદ્ધતા છે ને હારે. સાધક છે ત્યાં બાધકપણું પડ્યું છે ને હારે. ત્યારે તો એને મધ્યમભાવ કીધો. રાગ હજી છે કે નહીં? અરે! ઠેઠ દસમાં ગુણસ્થાન સુધી રાગ છે. અને બુદ્ધિપૂર્વક રાગ છઠ્ઠી સુધી છે. બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક છઠે પણ છે અને સાતમે એકલો અબુદ્ધિપૂર્વક છે, તે દસમા સુધી બહુ લાંબી વાતું બહુ બાપુ! તત્ત્વની વાતું એવી છે. આહાહા !
અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી, ઉત્કૃષ્ટભાવનો અનુભવ નથી હોતો તેથી અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી, જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડ્યા છે.” જોયું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com