________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
४८७ નામ વ્યવહારનયે જાણેલો પ્રયોજનવાન કહેવામાં આવે છે. આહાહા ! સમજાણું કાંઈ?
વ્યવહારનયથી નિશ્ચય થાય એ આંહી વાત નથી. તેમ વ્યવહારનયનો વિષય નથી એમેય આંહી વાત નથી. વ્યવહારનયનો વિષય છે. પણ જેમ નિશ્ચયમાં દષ્ટિ ધ્રુવ ઉપર છે એ તો નિશ્ચય થયો. હવે પર્યાયમાં અપૂર્ણતા શુદ્ધતાની અને અશુદ્ધતા સાથે છે એને જાણવું એ કઈ નય કહેવાય? કે ઈ પર્યાય છે માટે એને જાણવું એ વ્યવહારનય કહેવાય. ત્રિકાળને જાણવું તે નિશ્ચયનય કહેવાય. આહાહા ! આવા બધા ભંગ, ભેદ અને તે પણ અર્થ કરવામાં વાંધા બધાના. એ આ વ્યવહાર દેખાડવો, ઉપદેશ કરવો, એમ કહીને ચોથ, પાંચમે, છઠે વ્યવહાર જ હોય એમ બતાવે છે. અને શુદ્ધનય, પૂરણ છે એ કેવળજ્ઞાનીને એમ નહીં. એને નય જ નથી. નય તો સાતમે, આઠમે, નવમે, દશમે છે. એને શુદ્ધનય છે એમ કરીને મધ્યમવાળાને જ ત્યાં નય ઠરાવે છે. નીચલાવાળાને નિશ્ચય નહીં, સૌથી ઉપરવાળા પૂર્ણતાવાળાને શુદ્ધનય નહીં, શુદ્ધનય આ વચલાવાળાને હોય એમ આમાંથી આ કાઢે છે. આહાહા ! એમ નથી ભાઈ ! વસ્તુની સ્થિતિ તમે ખ્યાલમાં જરી લ્યો તો બેસી જાય એવી વાત છે. આહા!
કે વસ્તુ છે એ ચૈતન્યધન છે. અનંત... અનંત ગુણની રાશિ ને એક એક ગુણમાં અનંત અનંત સામર્થ્ય એવા અનંતા ગુણોનો પૂરણ પિંડ પ્રભુ! પ્રભુ પોતે છે! ભગવાન છે ! પરમાત્મા છે! આહાહા ! એવા પરમાત્માની દૃષ્ટિ કરવી. એની એ દૃષ્ટિનું નામ સમ્યગ્દર્શન નિર્વિકલ્પ દૃષ્ટિ પ્રગટ કરવી એનું નામ સમ્યગ્દર્શન, અને તે સમ્યગ્દર્શનને કાળે, પૂરણતા શુદ્ધ થઈ નથી ત્યારે અશુદ્ધતા પણ હારે થોડી છે, ભલે કે આગળ વધ્યો હોય જરી સમ્યગ્દર્શન પછી ચારિત્રાદિ તો પણ તેને પુરણ શુદ્ધતા નથી, તેથી અશુદ્ધતા સાથે છે.
શુદ્ધતાનો અંશ એ પણ પર્યાય છે માટે વ્યવહારનયનો વિષય, અને સાથે અશુદ્ધતાનો અંશ એ પણ પર્યાય છે માટે વ્યવહારનયનો વિષય. અરે ! આવું હવે કયાં ! એ બિચારા ચડી ગયા પછી, પડિમા લેવી ને. આ વ્રત લેવા ને લૂગડાં છોડવાં ને નગ્ન થઈ ગયા. ' અરે, બાપા! એવા ભેખ તો અનંત વાર કર્યા ભાઈ પણ એમાં કાંઈ છે નહીં. આહાહા! અરે ! જેમાં જનમ મરણના અંત ન આવે, જેમાં ભવના અંત ન આવે, એ મારગ શો ભાઈ ! આહાહા ! મારગ તો આ, આહાહા! કાલ આવ્યું તું ને બપોરે કે જાણનાર જે પર્યાય છે એ વર્તમાન છે એ ચીજ ત્રિકાળને બતાવે છે. આ વર્તમાન કોનું? કે કોઈ ત્રિકાળ છે તેનું. આહાહા !
એમ વર્તમાન સમ્યગ્દર્શન ત્રિકાળને શ્રદ્ધા છે, એમ વર્તમાન સમ્યજ્ઞાનનો અંશ ત્રિકાળને જાણે છે. તે નિશ્ચય કહેવાય અને જે જ્ઞાનનો અંશ વર્તમાન પર્યાય શુદ્ધ ને અશુદ્ધના પ્રકાર ભેદો છે, એ પર્યાયોને જે જાણે તે નયને વ્યવહારનય કહેવાય. કેમકે વર્તમાનને વ્યવહાર કહેવો અને ત્રિકાળને જાણવું એ નિશ્ચય કહેવો. આહાહા! સમજાણું કાંઈ?
અને ઈ વ્યવહારનયે એ પર્યાય છે, શુદ્ધ છે થોડી. પૂરણ શુદ્ધ હોય તો તો નિશ્ચય, કે શુદ્ધનયેય હવે રહી નથી અને વ્યવહાર તો છે જ નહીં ત્યાં. અહીંયાં અપૂર્ણ શુદ્ધતા છે, સમ્યગ્દર્શન સાધક ભાવ શરૂ થઈ ગયો છે, જ્ઞાન શાંતિ પ્રગટ થયેલી છે પણ પૂરણ શાંતિ નથી, પૂરણ ચારિત્ર નથી તેથી તેની દશામાં અશુદ્ધતાનો અંશ, વ્રત નિયમ આદિનો વિકલ્પ હોય છે. આહાહા ! એને... અશુદ્ધ પર્યાયને અને શુદ્ધ પર્યાયને જાણે. પર્યાયને જાણે તેને વ્યવહારનય કહીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com