________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૨
४८3 એ કોઈ સાધારણ મારગ નથી પ્રભુ! આહા! અને એના સંતો એ મારગ જાહેર કરે છે. કુંદકુંદાચાર્ય! અમૃતચંદ્રાચાર્ય! આહાહા! જગતને. સમાજનો સમતોલ રહેશે કે નહીં, એની કંઈ દરકાર સંતોને નથી. સત્ય આ છે ને અસત્ય આ છે એમ જાહેર કરે છે. બેસે ન બેસે તમને, તમારી જવાબદારી. આહાહા!
એટલે કોઈ એમ કહે કે શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન છે. શુદ્ધનય તો કેવળીને નથી, માટે નીચલાવાળાને શુદ્ધ છે. અને એથી નીચલાવાળાને શુદ્ધ નથી એને વ્યવહાર છે એમ નથી. સમજાણું કાંઈ?
આંહી તો પૂરણ શુદ્ધ અગિયારમી ગાથામાં કહ્યું વવહારોડભૂદત્થો પર્યાય માત્ર ગૌણ કરીને “નથી” એમ કહી, તો હવે કંઈ પર્યાયમાં છે કે નહીં? ઈ તો ત્યાં ગૌણ કરીને અસત્ કીધી'તી. હવે સમ્યગ્દર્શન થયું. અંતર સ્વરૂપની દૃષ્ટિ થઈ, તો હવે પર્યાયમાં કાંઈ અશુદ્ધતા, પર્યાય છે કે નહીં? નથી એમ કીધું 'તું ઈ તો ગૌણ કરીને કીધું 'તું. હવે આંહી પર્યાય, એને સમકિતીને છે કે નહીં? આહાહાહા ! એ સમકિતીની પર્યાય, શુદ્ધતાની અપૂર્ણતા અને અશુદ્ધતાનો સાથે અંશ હોય છે. એને આંહીયા વ્યવહાર કહીને, જાણવાલાયક છે એમ કીધું છે. આદરવાલાયક છે ને એનાથી લાભ છે, એમ વાત કહી નથી. આહાહા! સમજાણું કાંઈ ? આહાહા!
એવો વ્યવહારનય, વિચિત્ર વર્ણમાળા સમાન, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. વિશેષ કહેવાશે. ( પ્રમાણ વચન ગુરુદેવ !).
પ્રવચન નં. ૪૭ ગાથા - ૧૨ તા. ૩૦-૭-૭૮ રવિવાર, અષાઢ વદ-૧૧ સં.૨૫૦૪
બારમી ગાથા એની ટીકા સમયસાર.
પહેલું તો એમ કહ્યું કે સોનાનો છેલ્લો જે ભાગ સોળ વલું થાય, એમાં અનેક વર્ષો નથી. એક જ વર્ણ સોનાનો છે. એમ જેણે આત્માનો આશ્રય લઈ અને પૂરણ સોળવલા સોના સમાન સુવર્ણ સમાન, એકરૂપ સુવર્ણ સમાન, એકરૂપ જેણે દશા પ્રગટ કરી છે, એવા કેવળજ્ઞાનીને શુદ્ધનય જાણેલો પ્રયોજનવાન છે. શુદ્ધનય ત્યાં છે નહીં. પૂરણ થઈ ગયું પણ એક અપેક્ષાએ એને કહ્યું કાલ કે શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાનમાં થાય છે. આસ્રવ અધિકારે, કઈ અપેક્ષા? કે જે આત્મા પરમબ્રહ્મ આનંદ પૂરણ આત્મસ્વરૂપ, એ જ વસ્તુ પોતે શુદ્ધનય છે પણ એનો આશ્રય લઈને, જે દશા થાય સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એને પણ શુદ્ધનય કહેવાય. અને જેનો આશ્રય લઈને, પરિપૂર્ણ દશા પ્રગટ થઈ, તેને પણ શુદ્ધનય પૂરણ થઈ, એમ કહેવામાં આવે. સમજાણું?
આવ્યું ને અહીંયાં એ પ્રતિવર્ણિકાનો અર્થ એ થયો. સુવર્ણનું એકરૂપ સોળ વલું, એમ આત્માનું એકરૂપ, કેવળજ્ઞાન પર્યાય પૂરણ એમ એકરૂપ આંહી, અહીં દ્રવ્યનો આશ્રય તો છે જ. ધ્રુવ ઉપર દૃષ્ટિ તો છે, પણ પર્યાયમાં સુવર્ણના સોનાના વર્ણની પેઠે પૂરણ દશા જેને પ્રગટ થઈ છે તેને શુદ્ધનય જાણેલો એટલે હવે તો તેને જાણવું જ એકલુ રહ્યું બસ. એ વાંધા કાઢે છે ને એમાંથી શુદ્ધનય જાણેલો એને શુદ્ધનય કેવળીને ક્યાં છે? એમ કહે છે. આ કેવળીને છે એમ કહે છે આંહી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com